Home /News /explained /America Gun Culture: દુકાન પર જાઓ અને બંદૂક મળી જશે… અમેરિકામાં માત્ર એક કલાકમાં આ રીતે ખરીદાય છે ગન
America Gun Culture: દુકાન પર જાઓ અને બંદૂક મળી જશે… અમેરિકામાં માત્ર એક કલાકમાં આ રીતે ખરીદાય છે ગન
અમેરિકામાં બંદૂક ખરીદવી કોઈ મુશ્કેલ કામ નથી અને આ જ કારણે ગન કલ્ચરમાં વધારો થઈ રહ્યો છે.
America Gun Culture: એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં બંદૂક ખરીદવી ખૂબ સરળ કામ છે. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં ગન ખરીદવા ઇચ્છે તો તે માત્ર એક કલાકમાં ખરીદી શકે છે. આ માટે તેને બહુ નિયમોનું પાલન નથી કરવાનું હોતું.
America Gun Culture: અમેરિકાના ટેક્સાસ (Texas Firing)માં થયેલી ફાયરિંગ બાદ અમેરિકાનું ગન કલ્ચર (US Gun Culture) ફરી ચર્ચામાં છે. દુનિયામાં એક મોટો વર્ગ આ ગન કલ્ચરની વિરુદ્ધ છે અને તેનાથી જોડાયેલા આંકડા પણ ચોંકાવનારા છે. હકીકત એ છે કે અમેરિકામાં બંદૂક ખરીદવી કોઈ મુશ્કેલ કામ નથી અને આ જ કારણે ગન કલ્ચરમાં વધારો થઈ રહ્યો છે. ગન કલ્ચર અને તેનાથી વધતા ગુનાઓ વિશે તો તમે વાંચ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આખરે અમેરિકામાં ગન (Gun Buying Process in America) ખરીદવી કેટલી સરળ છે. તેના વિશે જાણ્યા બાદ તમે અંદાજો લગાવી શકશો કે અમેરિકા (USA) અને ભારત (India)માં ગન ખરીદવાની પ્રોસેસમાં કેટલું અંતર છે.
હાલમાં જ ટેક્સાસમાં એક પ્રાઇમરી સ્કૂલમાં માથાફરેલ હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરીને 23 લોકોની હત્યા કરી નાખી. તેમાં 3 શિક્ષક અને 19 માસૂમ વિદ્યાર્થીઓ પણ સામેલ છે. 18 વર્ષના આરોપી સાલ્વાડોર રામોસ (Salvador Ramos)ને પોલીસે ઠાર માર્યો હતો. આ પહેલા એપ્રિલમાં પણ ન્યુયોર્કના એક રેલ્વે સ્ટેશન પર ગોળીબારીની ઘટના થઈ હતી, જેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતા. ત્યાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 50 વર્ષની અંદર અમેરિકામાં આવી ઘટનાઓમાં 15 લાખથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ન્યુયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં બંદૂક ખરીદવી ખૂબ સરળ કામ છે. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં ગન ખરીદવા ઇચ્છે તો તે માત્ર એક કલાકમાં ખરીદી શકે છે. આ માટે તેને બહુ નિયમોનું પાલન નથી કરવાનું હોતું. ઘણાં દેશોમાં બંદૂક ખરીદવા માટે કેટલાક પ્રકારના ટેસ્ટ આપવા પડે છે, પરંતુ અમેરિકામાં આવું નથી. અમેરિકામાં જ્યારે બંદૂક ખરીદવા જાઓ તો સૌથી પહેલા તમારું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે અને તે ઇન્સ્ટન્ટ ચેક થાય છે. તમારા બેકગ્રાઉન્ડમાં ક્રિમિનલ કન્વિક્શન, ઘરેલુ હિંસા, ઇમિગ્રેશન સ્ટેટસ વગેરે વિશે જાણવામાં આવે છે.
આ દરમિયાન તમારે એક ફોર્મ ભરવાનું હોય છે અને તેમાં પોતાનું નામ, સરનામું વગેરેની જાણકારી આપવાની હોય છે. આ ફોર્મમાં અરજીકર્તાને અમુક સવાલો પણ પૂછવામાં આવે છે અને આ સવાલોના જવાબને આધારે તરત બંદૂક ખરીદી શકાય છે. ત્યાં બંદૂક ખરીદવાની પ્રોસેસ એટલી મુશ્કેલ નથી અને ફોર્મમાં આ પ્રશ્નો પૂછવામાં આવે છે- શું તમે ક્યારેય કોઈ ગુનામાં દોષી સાબિત થયા છો? શું તમને ક્યારેય ઘરેલુ હિંસા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે? શું તમે મારિયુઆના કે અન્ય ડિપ્રેશન, માદક દવા કે કોઈ અન્ય ગેરકાયદેસર ચીજોનો ઉપયોગ કરો છો કે તેમનું વ્યસન છે? શું તમે ક્યારેય કોઈ માનસિક સંસ્થામાં ગયા છો?
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (US CDC)ના આંકડા મુજબ, વર્ષ 2020માં અમેરિકામાં 45 હજારથી વધુ લોકો બંદૂકના હુમલામાં માર્યા ગયા. તેમાં આત્મહત્યા પણ સામેલ છે. પ્યૂ રિસર્ચ સેન્ટર મુજબ 2020માં આવા કેસમાં 34 ટકા વધારો થયો છે. અમેરિકામાં વર્ષ 2019 દરમિયાન હત્યાના કુલ 14,400 મામલા સામે આવ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં 49 ટકા હથિયારોથી સંબંધિત ઘટનાઓ બની છે, તો 10 વર્ષમાં 75 ટકા ઘટનાઓ બની છે. જણાવી દઇએ કે વર્ષ 2020માં દર એક લાખ અમેરિકનમાંથી 13.6નું મૃત્યુ ગનને લીધે જ થયું છે. 1990ના દાયકા બાદ આ સૌથી મોટો આંકડો છે.
એક અનુમાન મુજબ અમેરિકામાં આજના સમયમાં દર 100 અમેરિકનમાંથી 121 પાસે બંદૂક છે. અમેરિકન સેના પાસે જ્યાં લગભગ 45 લાખ અને સ્થાનિક પોલીસ પાસે 10 લાખ બંદૂક-રાઇફલ છે. તો અમેરિકન સેનાથી 100 ગણી વધારે અને પોલીસથી લગભગ 400 ગણી વધારે રાઇફલ-બંદૂકો સામાન્ય અમેરિકન નાગરિકો પાસે હાજર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર