Home /News /explained /

આવી ગયો છે Amazon Prime sale, શાણપણથી ખરીદી કરવા અનુસરો આ સ્ટેપ્સ

આવી ગયો છે Amazon Prime sale, શાણપણથી ખરીદી કરવા અનુસરો આ સ્ટેપ્સ

પ્રતીકાત્મક તસવીર.

Amazon Prime Day 2021 sale: જો તમે પણ આ પ્રોડક્ટ્સને વધારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માંગો છો તો તમારે એમેઝોન એપ પર નોટિફિકેશન સેટ કરવાની રહેશે.

મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે Amazon Prime Day 2021 શોપિંગ ફેસ્ટિવલ 26થી 27 જુલાઈના રોજ એમેઝોન (Amazon) પર શરુ થવા જઈ રહ્યો છે. જોકે, આ મેગા સેલ માત્ર Amazonની પ્રાઈમ મેમ્બરશિપ ધરાવતા સબસ્ક્રાઇબર્સ માટે જ હશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતમાં Amazon Prime Dayની આ પાંચમી વર્ષગાંઠ છે. જેની ઉજવણીના ભાગરૂપે કંપની Amazon Primeના સબસ્ક્રાઇબર્સને આકર્ષક ઓફર્સ, કેશબેક અને ડિસ્કાઉન્ટ ઓફર્સ આપી રહી છે.

જોકે, કોરોનાકાળમાં આપણે ખરીદી પાછળ પૈસા ખર્ચ કરતા પહેલા આપણે નોકરી અને આવકની અનિશ્ચિતતાઓ અંગે સતર્ક રહેવું જરૂરી છે. તેમાં પણ જે લોકોને નવી નવી નોકરી મળી છે, તેમણે તો આ અંગે વધારે વિચારવું જોઈએ. પરંતુ તેનો મતલબ એવો નથી કે આપણે પૈસા ન ખર્ચવા જોઈએ અને ખરીદી ન કરવી જોઈએ. જેથી અહીં તમારા માટે એમેઝોન પ્રાઈમ ડે સેલ (Amazon Prime Day sale)માં ખરીદી કરવા માટે કેટલીક સ્માર્ટ ટિપ્સ આપી છે. જેનું અનુસરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આ માટે તમારે સૌપ્રથમ શોપિંગની યોજના અને બજેટ બનાવવું પડશે અને તેના પર કાયમ રહેવું પડશે. એટલું જ નહીં પ્રાઈમ ડે પર શોપિંગ કરવા માટે એમેઝોનની વેબસાઈટ અથવા એપ પર અગાઉથી જ તમારે બધી ઓફર્સ અંગે જાણકારી મેળવીને બજેટ બનાવી દેવું જોઈએ. કારણ કે પ્રાઈમ ડે ડિલ્સ ઝડપી આગળ વધે છે.

આ પણ વાંચો: કોવિડ સ્કોલરશીપ: HDFC બેંકની સ્કોલરશીપ કેવા વિદ્યાર્થીઓને મળી શકે? અરજી કેવી રીતે કરવી?

આ સેલમાં કેટલીક પ્રોડક્ટ્સને લાઇટિંગ ડિલ્સ માટે રાખવામાં આવે છે. આ પ્રોડક્ટ્સ સેલ દરમિયાન તેનો સ્ટોક પૂર્ણ થાય ત્યાં સુધી અથવા તો અમુક કલાકો સુધી જ રાખવામાં આવે છે. ત્યારે જો તમે પણ આ પ્રોડક્ટ્સને વધારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માંગો છો તો તમારે એમેઝોન એપ પર નોટિફિકેશન સેટ કરવાની રહેશે. જે તમને સેલ શરુ થવા પર નોટિફિકેશન આપીને જણાવશે. જેની મદદથી તમારા બજેટમાં આવતી બધી જ પ્રોડક્ટ્સ તમે ઝડપથી ખરીદી શકો છો.

પરંતુ આ દરમિયાન તમને જરૂર ન હોય તેવી વસ્તુઓ ન ખરીદવી જોઈએ, કારણ કે તેની પાછળ તમારા પૈસાનો વ્યય થઈ શકે છે અને બજેટ ખોરવાઈ શકે છે. ValueCurve Financial Solutionsના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનરના જણાવ્યા અનુસાર, 'કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષમાં તમે ખરીદી ન કરી શક્યા હોવાથી સેલ દરમિયાન આડેધડ ખરીદી ખરવાનું તાકવું જોઈએ.' શોપિંગ કરવા માટે સૌથી પહેલા તમારે એક લિસ્ટ બનાવવું જોઈએ અને તેમાંની દરેક વસ્તુ માટે એક બજેટ નક્કી કરો. જો શોપિંગ દરમિયાન તમે પસંદ કરેલી પ્રોડક્ટ તમારા બજેટ બહાર જાય છે, તો તમારે તેને ન ખરીદવી જોઈએ.

આ પણ વાંચો: 12.90 રૂપિયાના આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ! 1 લાખ રૂપિયાના બની ગયા 6 લાખ રૂપિયા!


MyMoneyMantraના મેનેજીંગ ડિરેક્ટર અને સંસ્થાપક રાજ ખોસલાનું કહેવું છે કે, 'મોટી ખરીદી કરતા પહેલા તમારે તમારા પરિવારના સદસ્યોની પણ સલાહ લેવી જોઈએ. કારણ કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને ટેક પ્રોડક્ટ્સની ખરીદી દરમિયાન ટીનેજર્સની સલાહ ખુબ જ ઉપયોગી નીવડી શકે છે.

પ્રોડક્ટ્સના ઓનલાઇન રેટ્સ અને ઓફલાઈન ડિસ્કાઉન્ટ્સ વચ્ચે તુલના કરો

ગત કેટલાક વર્ષોમાં પ્રાઈમ ડે અને ફેસ્ટિવલ ઓફર્સનું પ્રમાણ વધ્યું છે. જેને લઈને ઓફલાઈન સ્ટોર્સ પણ આ પગદંડીએ ચાલી રહ્યું છે અને તેમણે પણ મિડ-યર સેલ્સ, ફેસ્ટિવ ઓફર્સ, એન્ડ-ઓફ-સીઝન સેલ શરુ કાનરી દીધા છે.

આ પણ વાંચો: SBI, HDFC સહિત બેંકોની ખાસ ઑફર, છ મહિનાની FD કરીને કરો મોટી કમાણી

ખોસલાનું કહેવું છે કે, 'આ દરમિયાન ઓફલાઈન રિટેલર્સને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર મળતી વસ્તુઓ પર ઓફર્સ અને તેમની સાથે મેલ ખાતી કિંમતો પર પ્રોડક્ટ્સ વેચવા માટે મજબૂર કરવામાં આવે છે. જેથી ઓનલાઇન ખરીદી કરતા પહેલા રિસર્ચ કરો. સંભાવના છે કે તમને શો-રૂમમાંથી ખરીદી કરવા પર મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે.'

ખરીદી કરતા પહેલા ઓફર્સને ડિકોડ કરો

એમેઝોન જાહેરાત કરી રહ્યું છે કે, તે કપડાં પર 80 ટકા સુધી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પર 60-65 ટકા સુધી અને મોબાઇલ્સ તેમજ એક્સેસરીઝ પર 40 ટકાની છૂટ આપી રહ્યું છે. જોકે, આ ઓફર્સ માત્ર હાઈ-એન્ડ પર અથવા લિમિટેડ પ્રોડક્ટ્સ કે પછી ફ્લેશ સેલ દરમિયાન મળે છે. મોરજરીયાનું કહેવું છે કે, 'આવું ડિસ્કાઉન્ટ માત્ર ખરીદદારને આકર્ષિત કરવા માટે જાહેરાતોમાં સારી લાગે છે. જેથી તેઓ બજેટથી આગળ વધીને જથ્થાબંધ ખરીદી કરે છે, જેની જરૂર છે જ નહીં.'

આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો

વધુ છૂટ મેળવવા માટે કાર્ડ, રિવર્ડ પોઈન્ટ્સનો ઉપયોગ કરો

એમેઝોન પ્રાઈમ ડે સેલ દરમિયાન HDFC કાર્ડ ધરાવતા યુઝર્સને ડેબીટી અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ગત ઓફર્સ અનુસાર, પેમેન્ટ કરવા પર HDFC કાર્ડના ઉપયોગ પર વધુમાં વધુ 1500 રૂપિયાની છૂટ મળશે. એટલું જ નહીં Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડના યુઝર્સને ખરીદી કરવા પર 5 ટકા કેશબેક મળશે.

એમેઝોન સાથે ભાગીદારી કરતી બેંકો ક્રેડિટ કાર્ડ પર રૂ. 5000થી 10,000ની ખરીદી પર ઇન્સ્ટન્ટ કેશબેક આપી રહી છે. ખોસલાએ જણાવ્યું કે, “તમારે તે જ ખરીદી કરવી જોઈએ જે આવશ્યક હોય. ઈન્સ્ટન્ટ કેશબેકનો લાભ મેળવવા માટે તમારે વધારે ખર્ચ ન કરવો જોઈએ."

સાથે તમારે એ પણ તપાસવું જોઈએ કે શું તમે ઈ-કોમર્સ વેબસાઇટ પર ખરીદી કરતી વખતે વધારાના ફાયદા માટે ક્રેડિટ કાર્ડ્સ અથવા ડિસ્કાઉન્ટ કુપન્સ પરના રીવોર્ડ પોઇન્ટ્સને રિડિમ કરી શકો છો કે કેમ.

આ પણ વાંચો: આધારકાર્ડની ફ્રેન્ચાઇઝી લઈને ઘર બેઠા કરો મોટી કમાણી, જાણો આખી પ્રક્રિયા

શોપિંગ દરમિયાન zero-cost EMI સ્કીમ્સ તપાસો

એમેઝોન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, રેડીમેડ કપડાંની ખરીદી પર zero-cost EMI (સમાન માસિક હપ્તો) પ્રદાન કરે છે. પરંતુ, zero-cost EMI ફ્રી નથી. ખોસલાએ જણાવ્યું કે, “શરૂઆતમાં તમને લાગશે કે આ EMI પ્રોડક્ટને પોસાય તેમ છે, પરંતુ તેના પર 15-24 ટકા વ્યાજ ખર્ચ આવે છે. એક ડીલર દ્વારા આપવામાં આવતી 4-5 ટકા કેશ ડિસ્કાઉન્ટને છોડ્યા બાદ તમે zero-cost EMI ઉપલબ્ધ કરી શકો છો.”

દા.ત. તમે છ મહિના માટે 10,000 રૂપિયાની zero-cost EMI પર 60,000 રૂપિયાવાળી સ્માર્ટ ટીવી ખરીદી શકો છો, પરંતુ ડીલર પાસેથી મળતી રૂ. 4,000થી 5,000ની છૂટ તમારે ગુમાવવી પડે છે. ખોસલા કહે છે કે, “તમારે zero-cost EMI ફક્ત ત્યારે લેવી જોઈએ, જયારે તમે રોકડ ખરીદી કરવામાં અસમર્થ છો." ( HIRAL THANAWALA, Moneycontrol)
First published:

Tags: Amazon Prime sale, Emi, OFFER, Sale, અમેઝોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन