Home /News /explained /

EXPLAINED: જાણો, શું છે કોરોનાના ડેલ્ટા, કપ્પા, લેમ્બડા અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ?

EXPLAINED: જાણો, શું છે કોરોનાના ડેલ્ટા, કપ્પા, લેમ્બડા અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

બીજી લહેરની ગતિ હવે મંદ પડી છે, પરંતુ આ વચ્ચે કેરળ (Kerala) અને મહારાષ્ટ્ર (Maharashtra)  જેવા રાજ્યોમાં ફરી કોરોનાના નવે કેસોએ બધાની ચિંતા વધારી છે. ઘણા એક્સપર્ટ તેને ત્રીજી લહેરનના (third Wave Of Coronavirus) સંકેત માની રહ્યા છે

વધુ જુઓ ...
  ભારતમાં કોરોનાની (Coronavirus Second Wave) બીજી લહેરની ગતિ હવે મંદ પડી છે, પરંતુ આ વચ્ચે કેરળ (Kerala) અને મહારાષ્ટ્ર (Maharashtra)  જેવા રાજ્યોમાં ફરી કોરોનાના નવે કેસોએ બધાની ચિંતા વધારી છે. ઘણા એક્સપર્ટ તેને ત્રીજી લહેરનના (third Wave Of Coronavirus) સંકેત માની રહ્યા છે. આ વચ્ચે ભારતમાં કોરોનાના વધુ એક વેરિએન્ટે (Variant) પણ લોકોની ચિંતા વધારી દીધી છે. આ છે કોરોનાનો કપ્પા વેરિએન્ટ (Kampa Variant). શુક્રવારે તેના બે કેસ ઉત્તર પ્રદેશમાં મળ્યા હતા. આ વેરિએન્ટ કેટલો ખતરનાક છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. ભારતમાં આ સમયે સૌથી વધુ ડેલ્ટા વેરિએન્ટના કેસ સામે આવી રહ્યા છે.

  હાલ ભારતમાં કોરોનાના જે ચાર વેરિએન્ટની ચર્ચા છે તે છે – ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, કપ્પા અને લેમ્બડા. આવો વિગતવાર જાણીએ કે કોરોનાના આ અલગ અલગ વેરિએન્ટ્સ કેટલા ખતરનાક છે ને આવનારા દિવસોમાં શું તે ભીજી લહેરનું કારણ બનશે?

  ડેલ્ટા

  ભારતમાં કોરોનાની બીજી ખતરનાક લહેર આ જ વેરિએન્ટના કારણે આવી હતી, પહેલી વખત ભારતમાં જ આ વેરિએન્ટ મળ્યો હતો. તેનાથી જ ભારતમાં કોરોના દરમિયાન સૌથી વધુ મોત થયા છે. એક અભ્યાસ અનુસાર જો ડેલ્ટા વેરિએન્ટની સરખામણી ચીનના વુહાનમાં મળેલા ઓરિજનલ સ્ટ્રેન સાથે કરવામાં આવે તો તેની સામે વેક્સિન 8 ગણી ઓછી અસરકારક છે. ડેલ્ટા વેરિએન્ટનું સંક્રમણ ઘણી ઝડપથી ફેલાય છે. સાથે જ દર્દીઓમાં કોરોનાના લક્ષણો પણ ગંભીર હોય છે. આ સમયે બ્રિટેન અને ઇઝરાયલમાં આ જ વેરિએન્ટના કારણે કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આંકડાઓ અનુસાર ઇઝરાયલમાં કોરોનાના 90 ટકા કેસ આ જ વેરિએન્ટના છે. જ્યારે ત્યાં 50 ટકા લોકોએ વેક્સિન લગાવી લીધી છે.

  આ પણ વાંચો : ડાંગ : આ શક્તિવર્ઘક ઔષધિની ખેતી કરી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા, 1200-1400 રૂ. કિલોનો ભાવ

  ડેલ્ટા પ્લસ

  કોરોનાનો આ નવો વેરિએન્ટ ડેલ્ટા(B.1.617.2)માં જ મ્યૂટેશન બાદ જોવા મળ્યો છે. તેમાં તે જાણવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે કે કઇ રીતે વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના ઘણા કેસો સામે આવી રહ્યા છે. અમુક એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેર આ જ વેરિએન્ટથી આવી શકે છે. ત ભારત સિવાય યૂકે, પોર્ટુગલ, સ્વીત્ઝરલેન્ડ, પોલેન્ડ, જાપાન, નેપાળ, ચીન અને રશિયા સહિતના દેશોમાં જોવા મળ્યો છે. ડેલ્ટા પ્લસના દર્દીઓના પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, ઉલ્ટી અને સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યા સર્જાય છે.

  કપ્પા વેરિએન્ટ

  કપ્પા વેરિએન્ટને B.1.167.1 પણ કહેવામાં આવે છે. તે સૌથી પહેલા ઓક્ટોબર 2020માં મળ્યો હતો. WHOએ આ વેરિએન્ટને હજુ સુધી વેરિએન્ટ ઓફ કન્સર્ન કહ્યો નથી. જણાવી દઇએ કે લખનૌના કિંગ જોર્જ મેડિકલ કોલેજે 109 સેમ્પલ્સનું જીનોમ સિક્વેસિંગ કરી હતી. આ દરમિયાન અમુક સેમ્પલમાં કપ્પા વેરિએન્ટ દેખાયો. વાયરસના કપ્પા સ્વરૂપ વિશે પૂછવામાં આવતા મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે પીટીઆઇ ભાષાને જણાવ્યું કે, કપ્પા સ્વરૂપ કોઇ નવી વાત નથી. પહેલા પણ આ વેરિએન્ટના ઘણા કેસો સામે આવી ચૂક્યા છે. તેથી ગભરાવાની કોઇ વાત નથી. તે કોરોના વાયરસનું એક સામાન્ય સ્વરૂપ છે અને તેની સારવાર સંભવ છે.

  આ પણ વાંચો : સુરત : દારૂ સંતાડવાનું ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળવા લાગી, 827 બોટલ સંતાડી હતી

  લેમ્બડા

  કોરોનાના લેમ્બડા વેરિએન્ટને હાલ વેરિએન્ટ ઓફ ઇન્ટ્રેસ્ટની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં સાર્સ સીઓવી-2ના લેમ્બડા વરિએન્ટનો કોઇ કેસ સામે આવ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક સવાલના જવાબમાં જણાવ્યું કે, ઇન્ડિયન સાર્સ-સીઓવી-2 જીનોમિક્સ કંસોર્ટિયમ સ્વરૂપ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે 14 જૂને WHO દ્વારા ઓળખવામાં આવેલ લેમ્બડા વાયરસનું સાતમું સંક્રમણ હતું અને 25 દેશોમાં તે જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે લેમ્બડાના અમુક કેસો કેનેડામાં પણ મળ્યા છે.
  First published:

  Tags: COVID-19, Variant, Who, કોરોનાવાયરસ, ભારત, રસીકરણ

  આગામી સમાચાર