Home /News /explained /કોણ છે ધનકુબેર પિતાના આલીશાન ઘરમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરનાર રાજકુમારી લતીફા?

કોણ છે ધનકુબેર પિતાના આલીશાન ઘરમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરનાર રાજકુમારી લતીફા?

દુબઈની રાજકુમારી લતીફાના ભાગી છૂટવાના પ્રયાસ અંગે આંતરાષ્ટ્રીય ખળભળાટ મચી જવા પામ્યો છે

દુબઈની રાજકુમારી લતીફાના ભાગી છૂટવાના પ્રયાસ અંગે આંતરાષ્ટ્રીય ખળભળાટ મચી જવા પામ્યો છે

    નવી દિલ્હી. દુબઇની રાજકુમારી લતીફા (Princess Latifa)ના ભાગી છૂટવાના પ્રયાસ અંગે આંતરાષ્ટ્રીય ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે તેમના વિશે જાણવામાં લોકોની ઉત્સુકતા વધી છે. લતીફા દુબઈ (Dubai)ના ધનકુબેર શાસક શેખ મોહમ્મદ અલ મખ્તૌમ (Mohammed bin Rashid Al Maktoum)ની દીકરી છે. બે મહિના પહેલા તેનો વિડિયો વાઇરલ (Viral Video) થયો હતો. જેમાં તે કેદ હોવાના સંકેતો આપ્યા હતાં. તેના પિતાએ તેને વિલાને જેલમાં બદલીને કેદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યાં કોઈ ચિકિત્સાની સુવિધા પણ નથી. આ વિવાદ થયા બાદ લતિફા જીવતી હોવાના પૂરા પાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

    વિડિયોના કારણે થયો વિવાદ

    લતીફાનો શંકાસ્પદ વિડિયો ફેબ્રુઆરી મહિનામાં સામે આવ્યો હતો. આ વિડીયો બાથરૂમમાં છૂપાઈને ઉતારાયો હોવાનું ફલિત થતું હતું. બીબીસી પેનોરમાએ આ વિડીયો જાહેર કર્યો હતો. તેનું કહેવું હતું કે, આ વિડીયો અલગ અલગ મહિનામાં કટકે કટકે બનાવવામાં આવ્યો છે. કોઈ ગુના કે ટ્રાયલ વગર જ તેને કેદમાં રાખવામાં આવી હોવાનું વિડીયોમાં લતીફા તેના મિત્રોને કહેતી નજરે પડે છે.

    માનવધિકાર આયોગ સામે રજૂઆત

    સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવઅધિકાર આયુક્ત માર્ટા હુરતાડોએ પોતાનો અવાજ ઉઠાવતા કહ્યું છે કે દુબઈને તેની રાજકુમારી જીવંત હોવાનો પુરાવો આપવો પડશે. પરંતુ હજી સુધી રાજકુમારીના નવા ફોટા આપવામાં આવ્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાજકુમારી અસ્વસ્થ છે અને પરિવાર તેમની દેખભાળ કરી રહ્યો છે. ત્યારથી ફ્રી લતીફા કેમ્પેન ચાલી રહ્યું છે.

    લતીફાનું ભાગવાનું કારણ શું?

    ઉલ્લેનીય છે કે, વર્ષ 2018 ની રાજકુમારી દુબઈથી ભાગી હતી, પરંતુ તે ભારતની દરિયાઇ સરહદમાં પકડાઈ હતી. ત્યારથી તે ગુમ છે. ભોગવિલાસ વચ્ચે રહેતી રાજકુમારીએ પોતાના દેશમાંથી ભાગવાની ફરજ શું કામ પડી? આની પાછળ ખુદ રાજકુમારીના પિતા એટલે કે, શેખ મોહમ્મદનો હાથ હતો
    લતીફાના પિતા રૂઆબદાર વ્યક્તિ છે. એંસીના દાયકામાં જન્મેલી રાજકુમારી લતીફાનું પૂરું નામ લતિફા બિન્ટ મોહમ્મદ અલ-મખ્તૌમ છે. તે દુબઈના શાસક શેખ મુહમ્મદની પુત્રી છે. આ તે વ્યક્તિ છે જેણે દુબઇની સુરત બદલી હતી.

    આ પણ વાંચો, ટોપ 5 ઓટોમેટિક કાર જેને 10 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો, જાણો પ્રાઇઝ અને ફીચર્સ

    અગાઉ પણ કર્યો હતો ભાગવાનો પ્રયાસ

    દુબઇ પ્રવાસીઓ માટે સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે, પરંતુ ત્યાં મહિલાઓની સ્થિતિ વધુ ખરાબ છે. લતીફાને પણ એવું જ લાગ્યું હતું. મહેલની રાજકુમારી હોવા છતાં તેની જિંદગી કોઈ કેદીથી ઓછી નથી. તેથી તેણે મહેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. લતીફાએ પહેલી વાર આ પ્રકારનો પ્રયાસ કર્યો ત્યારે તે માત્ર 16 વર્ષની હતી. જો કે, તેણીને ત્યારબાદ ત્રણ વર્ષ સુધી મહેલમાં કેદ કરવામાં આવી હતી.

    ગોવા સરહદથી પકડાઈ હતી

    ત્યાર બાદ લતિફાએ વધુ એક વખત ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ફેબ્રુઆરી 2018માં તે ઓમાનની સીમા પાર કરી નૌકા દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતી વખતે ભારતના ગોવા કિનારે પહોંચી હતી. જ્યાં તેને ભારત અને યુએઈના દળોએ પકડી પાડી હતી અને રાજકુમારીને દુબઈ પરત મોકલી દેવાઈ હતી. ગાર્ડિયનના એક અહેવાલ મુજબ, લતીફાની ભારતથી ફ્લોરિડા જવાની અને ત્યાં રાજકીય આશ્રય લેવાની યોજના હતી. પરંતુ તે થઈ શક્યું નહીં.

    આ પણ વાંચો, પ્રોપર્ટી ડીલરે ઝેર ખાઈને કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇડ નોટમાં લખી આ વાત

    એવું પણ નથી કે લતિફા જ એકમાત્ર રાજકુમારી છે, જેણે ભાગવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉ દુબઈના આ શાસકની બીજી પુત્રીએ પણ ભાગવાનો પ્રયાસ કરી ચૂકી છે. જોકે આ વાત થોડી જૂની છે. લતીફાની મોટી રાજકુમારી શમસાએ 2000માં બ્રિટનની સુરી એસ્ટેટમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. થોડા અઠવાડિયા પછી 19 વર્ષીય શમસાને કેમ્બ્રિજથી પકડી લેવામાં આવી હતી અને ફરીથી દુબઈ લાવવામાં આવી હતી.

    પત્નીએ શેખ મોહમ્મદ પર આરોપ લગાવ્યો

    શેખ મોહમ્મદ સામે ઇંગ્લેન્ડ અને વેલ્સની અદાલતોમાં ઘણા કેસો ચાલી રહ્યા છે. આ કેસ તેની પત્ની હયા બિંટ દ્વારા થયા છે. તેમણે બે બાળકો સાથે બ્રિટનમાં શરણ લીધું છે. તેણે શેખ સામે અનેક ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાંથી કેટલાક આરોપો સાબિત પણ થયા છે. બીજી તરફ શેખ મોહમ્મદ કહે છે કે કોર્ટનો મામલો ફક્ત એકતરફી છે. તેમનો મત લેવાયો જ નથી.

    ઈન્ડિયન એક્સપ્રેસએ તેના એક રિપોર્ટમાં ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલમાં ટાંકીને જણાવ્યું હતું કે, શેખ સામેના કેસની યુએઈ પર કોઈ અસર નહીં પડે. કારણ કે ત્યાં શાહી પરિવારના ખાનગી જીવન વિશે વાત કરવાનો મનાઈ છે.
    First published:

    Tags: Dubai, Explained, UAE, Viral news, World news, વાયરલ વીડિયો

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો