ગોવા રાજ્યની વિધાનસભા ચૂંટણી (Goa Assembly Elections) આવતા વર્ષે એટલે કે વર્ષ 2022માં યોજાવાની છે. લોકસભાની (Lok Sabha) દૃષ્ટિએ ખૂબ જ ઓછી મહત્ત્વ ધરાવતા ગોવા (Goa) પર પોતાનું રાજ સ્થાપિત કરવા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (Shiv Sena) તમામ પ્રયાસો કરી ચૂક્યું છે પણ તેમાં તેમને નિષ્ફળતા જ હાથ લાગી છે. મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય હોવા છતાં શિવસેના અને એનસીપીને ધારી સફળતા મળી નથી. આ ઉપરાંત ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ ગોવાની સત્તા પ્રાપ્ત કરવા માટે મોટાપાયે કેમ્પેન ચલાવ્યું હતું પણ અરવિંદ કેજરીવાલનું (Arvind Kejriwal) ગોવા જીતવાનું સપનું અધૂરું જ રહી ગયું હતું. હવે જ્યારે ચૂંટણીમાં ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા બેનર્જી (Mamata Banerjee) ગોવામાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.
રાજકીય પાર્ટીઓ ગોવા કેમ જીતવા માંગે છે?
લોકસભામાં ગોવાની માત્ર બે સીટો છે અને વિધાનસભાની રીતે સૌથી નાનું રાજ્ય છે તેથી લોકસભા અને રાજ્યસભામાં સંખ્યાબળ વધારવામાં આ રાજ્ય કોઈ પણ પાર્ટીને મદદરુપ થઈ શકે તેમ નથી. પરંતુ રાજ્ય બહારની પાર્ટીઓ કંઈક તો એવો ફાયદો જોઈ રહી છે તેથી તેઓ પોતાની પૂરી તાકાત ગોવાને જીતવામાં લગાવી દે છે. ભલે બીજી પાર્ટીઓ સત્તા પ્રાપ્ત કરવા માટે નસીબ અજમાવે હાલના સમયમાં બીજેપી અને કોંગ્રેસ- આ બે જ એવી પાર્ટી છે જેમની વચ્ચે સીધો સંઘર્ષ ચૂંટણીમાં જોવા મળે છે. રાજ્યની કેટલીક સ્થાનિક પાર્ટી જેમકે મહારાષ્ટ્રવાદી ગૌમંત્રક પાર્ટી (MGP) જેણે ગોવા પર બે દશક સુધી રાજ કર્યું પણ પાર્ટી તૂટી જતાં હવે રાજ્ય પર તેનું પહેલા જેવું પ્રભુત્વ નથી રહ્યું.
MGP મહદઅંશે નીચલા વર્ગ અને ગરીબ હિન્દુઓનું નેતૃત્વ કરે છે જેમને પોર્ટગીઝના રાજમાં અન્યાય થયો હતો. પરંતુ બાદમાં કોંગ્રેસ અને તેના થોડાક વર્ષ બાદ બીજેપી ખ્રિસ્તી, લઘુમતી સમુદાયોને અને હિન્દુ મતદારોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહ્યા. હાલમાં ગોવાનું રાજ મેળવવા માટેનું યુદ્ધ મુખ્યરીતે કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જ ચાલી રહ્યું છે.
શિવસેના અને એનસીપીને ગોવામાં થયા શું હાલ?
શિવસેનાને કોંકણમાં મજબૂત રાજકીય સમર્થન મળી રહ્યું છે અને આ વિસ્તાર ગોવાથી નજીક પણ આવેલો છે. કોંકણ અને ગોવામાં ભાષાની સામ્યતા પણ જોવા મળે છે છતાં શિવસેના એક પણ સીટ જીતી શક્યું નથી. બીજી તરફ એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર એક જ સીટ જીતી શક્યું છે.
હવે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી આ વર્ષની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. તેમણે વ્યૂહાત્મક રીતે પગલાં ભરવાનું શરૂ પણ કરી દીધું છે, જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા લુઇજિન્હો ફલેરિયાને પોતાના કેમ્પમાં ખેંચી લીધા છે અને તેમને આશા છે કે ગોવામાં સારી એવી સીટો જીતી શકશે. મમતા બેનર્જી ભલે ગોવા કે પંજાબની ચૂંટણીમાં ઝંપલાવે પણ તેમનું ધ્યેય તો દેશના વડાંપ્રધાન બનવાનું છે. તેમના મતે ગોવામાં ચૂંટણી લડવી સરળ છે કારણ કે ભૌગોલિક રીતે રાજ્ય નાનું છે અને ભાષાની પણ કોઈ અડચણ નથી નડતી કારણ કે મોટાભાગના લોકો અંગ્રેજી અને હિન્દી બોલી અને સમજી શકે છે. પણ જો TMC પોતાની બધી મહેનત ચૂંટણીમાં લગાવી દેશે તો શક્યતા છે કે પાર્ટી કોંગ્રેસની વોટબેન્કમાં ગાબડું પાડશે, જેના કારણે બીજેપીને જ લાભ થવાનો છે.
નોંધનીય બાબત છે કે અનેક સાનુકૂળતા હોવા છતાં ગોવામાં સ્થાન મજબૂત કરવું બહારની પાર્ટીઓ માટે દેખાય છે એટલું સરળ તો નથી જ. બીજેપીએ ગોવાના સૌથી લોકપ્રિય નેતા મનોહર પારિકરને (Manohar Parrikar) ગુમાવી દીધા છે, તેથી તેમને ચૂંટણીમાં તેમની ખોટ અનુભવાશે. બીજી તરફ, કોંગ્રેસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતની (Digambar Kamat) આગેવાનીમાં ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે ગોવા રાજ્યના મતદારો એવી પાર્ટી પર વિશ્વાસ નહીં મૂકી શકે જે તેમના સળગતા પ્રશ્નો વિશે ઓછી માહિતગાર હોય. પરંતુ શરૂઆત કરવા માટે ગોવા સારો વિકલ્પ છે તેથી જ તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગોવામાં પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
(સુજાતા આનંદન વરિષ્ઠ પત્રકાર છે અને સમ્રાટઃ હાઉ ધ શિવસેના ચેન્જ્ડ મુંબઈ ફોરએવર પુસ્તકની લેખિકા છે. લેખમાં રજૂ થયેલા વિચારો તેમનાં અંગત છે અને ન્યૂઝ18 તેની સાથે સહમત હોય તેવું જરૂરી નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર