મુંબઈ: કોરોના સામે 18 મહિના સુધી લડત આપ્યા બાદ કોરોનાને કારણે એકપણ મૃત્યુ નહીં

કોરોના કેસ

ભારતમાં સપ્ટેમ્બર 2020 (September 2020) માં કોરોના વાયરસની પહેલી લહેર આવી હતી. ઓક્ટોબરના એન્ડ સુધીમાં સમગ્ર દેશમાં 1.18 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

 • Share this:
  મુંબઈમાં 17 માર્ચ 2020ના રોજ કોવિડ-19ના કારણે પહેલું મૃત્યુ નોંધાયું હતું. મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોનાને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. મુંબઈમાં કોરોના (Covid-19)ને કારણે 16 હજાર 180 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં છેલ્લા 19 મહિનામાં કોરોનાને કારણે થયેલ કુલ મૃત્યુની સંખ્યામાં 4 ટકા સંખ્યા મુંબઈની છે. પરંતુ માર્ચ 2020 બાદ પહેલી વાર 17 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈમાં કોરોનાને કારણે એકપણ મૃત્યું થયું નથી. મુંબઈએ આ પ્રાપ્તિ કેવી રીતે મેળવી તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

  ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર આવી તે પહેલાથી જ મુંબઈ સંક્રમણ સામે લડી રહ્યું હતું. વર્ષ 2020માં 30 જૂન સુધીમાં મુંબઈમાં 4,554 લોકોના મૃત્યુ થયા હતા. આ આંકડો દેશમાં થયેલ કુલ મૃત્યુથી 25 ટકા વધુ છે. જૂન 2020માં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુનો આંકડો 136 છે.

  આ પણ વાંચો-દક્ષિણ આફ્રિકાએ રશિયાની સ્પૂતનિક-V વેક્સીનને ન આપી મંજૂરી, HIV ફેલાવાનો ડર

  કોરોનાને કારણે મુંબઈમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. મે 2020માં કોરોનાને કારણે થયેલ મૃત્યુનો આંકડો 1,000ને પાર પહોંચી ગયો હતો. જુલાઈ 2020માં અંદાજિત 5,000 લોકોના મૃત્યુ થયા હતા. જયારે ઓક્ટોબર 2020 સુધીમાં કોરોનાને કારણે થયેલ મૃત્યુનો આંકડો 10,000ને પાર કરી ગયો હતો. તો જૂન 2021માં આ આંકડો 15,000થી વધુ હતો.  ભારતમાં સપ્ટેમ્બર 2020 માં કોરોના વાયરસની પહેલી લહેર આવી હતી. ઓક્ટોબરના એન્ડ સુધીમાં સમગ્ર દેશમાં 1.18 લાખ લોકોના મૃત્યુ થયા હતા.

  આ પણ વાંચો-ચીનમાં ચાલે છે અસલી Squid Game, એવી રીતે વેચાય છે કેદીઓનાં લીવર અને કિડની

  મુંબઈમાં એપ્રિલ 2021માં કોરોનાને કારણે 1,479 લોકોના મૃત્યુ થયા હતા. મે 2021માં કોરોનાને કારણે 1,700થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. કોરોનાને કારણે જૂન 2021માં 625 લોકોના, જુલાઈમાં 438 લોકોના, ઓગસ્ટમાં 77 લોકોના મૃત્યુ થયા. તો સપ્ટેમ્બરમાં મૃત્યુનો આંકડો વધીને 126 થઈ ગયો હતો.  હાલમાં મુંબઈમાં કોરોનાના 5,030 એક્ટીવ કેસ છે અને રિકવરી રેટ 97 ટકા છે. કેસ ડબલિંગ રેટ 1,214 દિવસ છે. 10થી 16 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વૃદ્ધિ થવાનો રેટ 0.06% છે.

  જોકે, હવે ભારતમાં કોવિડ-19ના કેસ અને કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મુંબઈ હવે અપવાદ રહ્યું નથી.
  Published by:Margi Pandya
  First published: