Home /News /explained /2 વર્ષથી ઘરમાં રહેતા બાળકોની ઈમ્યૂનિટી પડી નબળી, બહાર નીકળવાથી પડી રહ્યાં છે બીમાર, આ રીતે રાખો સંભાળ
2 વર્ષથી ઘરમાં રહેતા બાળકોની ઈમ્યૂનિટી પડી નબળી, બહાર નીકળવાથી પડી રહ્યાં છે બીમાર, આ રીતે રાખો સંભાળ
બાળકોની ઇમ્યુનિટી ઘટી રહી છે
Child Immunity Down: છેલ્લા બે વર્ષથી બાળકો ઘરોમાં બંધ હતા, તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી અને હવે જ્યારે બધા એકસાથે બહાર આવ્યા છે, ત્યારે તેઓ રોગપ્રતિકારક શક્તિના અભાવે બીમાર પડી રહ્યા છે.
કોવિડના કારણે છેલ્લા બે વર્ષથી બાળકો ઘરોમાં કેદ હતા. બહારની આબોહવા અને વાતાવરણ સાથે તેમનો સંપર્ક નહિવત હતો, જેના કારણે તમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી હતી. જેના પરિણામે જ્યારે બાળકોએ બે વર્ષ પછી ઘર છોડીને શાળાએ જવાનું શરૂ કર્યું છે, ત્યારે તેઓ બહારના વાતાવરણનો સામનો કરી શકતા નથી અને વધુ માંદા પડે છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વખતે ત્રણથી ચાર ગણા બાળકો બીમાર પડતાં સારવાર માટે હોસ્પિટલે પહોંચી રહ્યાં છે. દેશમાં કાળઝાળ ગરમીએ તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. ડોક્ટરોનું કહેવું છે કે આ વખતે હવામાન બાળકો માટે ઘણું ખતરનાક સાબિત થઈ રહ્યું છે.
મણિપાલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સક ડૉ.વિકાસ તનેજાએ જણાવ્યું કે આ વખતે બાળકો વધુ બીમાર પડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં આ દિવસોમાં 4થી 5 બાળકો સારવાર માટે આવતા હતા, તો હવે આ સંખ્યા 30 થી 40 સુધી પહોંચી રહી છે. ઘણા બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તેથી તેમને દાખલ કરવાની ફરજ પડે છે. તેમણે કહ્યું કે રોગ સામે રક્ષણ માટેની રોગપ્રતિકારક શક્તિ એક્સપોઝરથી આવે છે અને કંઈક ખાવા-પીવાથી નહીં. છેલ્લા બે વર્ષથી બાળકો ઘરોમાં બંધ હતા, તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી અને હવે જ્યારે બધા એકસાથે બહાર આવ્યા છે, ત્યારે તેઓ રોગપ્રતિકારક શક્તિના અભાવે બીમાર પડી રહ્યા છે.
4 ગણા વાયરલ ઈન્ફેક્શનના કેસ
ડૉક્ટરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. કેટલાક બાળકો વાયરલ તાવ, ખાંસી-શરદી સાથે શ્વાસ લેવામાં તકલીફના કારણે દવાખાને પહોંચી રહ્યા છે. આવા બાળકોને એડમિટ કરવા પડે છે. કેટલાક બાળકો એલર્જીના કારણે બીમાર પડી રહ્યા છે, આવા બાળકોને તાવ નથી, પરંતુ એલર્જીના કારણે તેઓ ખાંસી અને શરદીથી પીડાઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ટીબી અને ટાઈફોઈડના કેસમાં પણ વધારો થયો છે. તાવ અને લૂઝ મોશન થઈ રહ્યા છે. ચાર-પાંચ દિવસ પછી પણ તાવ ઓછો થઈ રહ્યો નથી. તેમનામાં ટાઈફોઈડ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ વખતે ટીબીના કેટલાક કેસ પણ આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
ચિલ્ડ્રન્સ સ્પેશિયલાઇઝ્ડ રેઇનબો હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ.અનામિકા દુબેએ જણાવ્યું હતું કે, મુખ્ય ત્રણ પ્રકારની સમસ્યાઓ છે. અતિશય ગરમી અને ડ્રાય હીટ. જે બાળકો લાંબા સમય પછી બહાર આવી રહ્યા છે તેઓ આ ગરમીનો શિકાર બની રહ્યા છે. બીજું કારણ તાપમાનમાં ફેરફાર છે. દિલ્હીમાં ગરમી 42 ડિગ્રીએ પહોંચી ગઈ છે, ધૂળની ભરમાર છે, ઘરની બહાર નીકળતા બાળકોને એલર્જી અને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રીજું કારણ હાઇડ્રેશન છે. બાળકો વધારે પાણી પીતા નથી, જેના કારણે તેઓ ડીહાઈડ્રેશનનો શિકાર બની રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, કેટલાક બાળકોને પેટમાં દુખાવો, ઉલ્ટી અને લૂઝ મોશન થઈ રહ્યા છે. રાત્રે અચાનક આવી સમસ્યા થતા બાળકનું શરીર ડીહાઈડ્રેશનનો શિકાર બને છે. આવા બાળકોને તરત જ એડમિટ કરવા પડે છે. આવનારા તમામ બાળકોના પ્રોટોકોલ મુજબ કોવિડની તપાસ પણ કરવામાં આવી રહી છે. મારી ઓપીડીમાં દરરોજ બાળકો કોવિડ પોઝિટિવ સામે રહ્યા છે, પરંતુ કોવિડને કારણે તેમને કોઈ તકલીફ થઈ રહી નથી. બીજી તરફ ડૉ.વિકાસ તનેજાનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી જે પણ બાળકો એડમિટ લઈ રહ્યા છે, તમામના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમનામાં બહુ ઓછા પોઝિટિવ જોવા મળ્યા છે. હું જે પણ લોકોને મળ્યો છું, તેમનામાં ખૂબ જ સામાન્ય લક્ષણો છે. કોવિડને લઈને ગભરાવાની જરૂર નથી.
ધર્મશિલા નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર ગૌરવ જૈનના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં આ પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. બાળકોને શક્ય તેટલું પ્રવાહી આપો, પછી ભલે તે સાદુ પાણી હોય, છાશ હોય, નારિયેળનું પાણી હોય કે જ્યુસ હોય. આવા સમયે બાળકો હોય કે વૃદ્ધ, દરેક વ્યક્તિએ તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. સામાન્ય ખોરાક ખાઓ, તળેલા અને મસાલેદાર ભોજનનો ત્યાગ કરો. આ સમયે હળવા અને સુતરાઉ કપડાં પહેરો, ઘરની બહાર નીકળતી વખતે માથા પર ટોપી પહેરો. બહારથી આવ્યા પછી તરત જ એસી કે પંખામાં ન બેસો, સામાન્ય થયા પછી એસી ચલાવો જો તમે બહાર જાઓ છો, તો તમારી સાથે પાણી લો, જો શક્ય હોય તો ગ્લુકોઝનો ઉપયોગ કરો ખોરાકમાં મોસમી ફળો અને લીલા શાકભાજીનો ઉપયોગ કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર