Home /News /explained /Explained: દુશ્મનો સામે બ્રહ્માસ્ત્ર સમાન છે Hypersonic Missile, જાણો શા માટે તેને વિકસાવવામાં લાગી છે હોડ?

Explained: દુશ્મનો સામે બ્રહ્માસ્ત્ર સમાન છે Hypersonic Missile, જાણો શા માટે તેને વિકસાવવામાં લાગી છે હોડ?

Hypersonic Missile: વિશ્વમાં શસ્ત્રો વિકસાવવાની હરીફાઈમાં હાઇપરસોનિક મિસાઈલ મોખરે, જાણો મિસાઈલ વિશે બધું જ

Hypersonic Missile: વિશ્વમાં શસ્ત્રો વિકસાવવાની હરીફાઈમાં હાઇપરસોનિક મિસાઈલ મોખરે, જાણો મિસાઈલ વિશે બધું જ

વિશ્વમાં શસ્ત્રો વિકસાવવાની હરીફાઈમાં હાઇપરસોનિક મિસાઈલે (Hypersonic Missile) સ્થાન લઈ ચૂકી છે. ઉત્તર કોરિયાએ (North Korea) નવી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ઉત્તર કોરિયાના ઉત્તર જાગાંગ પ્રાંતમાંથી છોડવામાં આવી હતી. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી કેસીએનએના અહેવાલમાં તેને હાઇપરસોનિક મિસાઇલ તરીકે વર્ણવવામાં આવી છે. આ સાથે જ ઉત્તર કોરિયા હવે રશિયા (Russia), ચીન (China) અને અમેરિકા (USA) જેવી મોટી શક્તિઓની યાદીમાં જોડાયું છે.
કિમ જોંગ ઉને (Kim Jong Un) પોતાના ભાષણોમાં અમેરિકા સામે પડકાર તરીકે તેમના પરમાણુ કાર્યક્રમને મજબૂત કરવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે હવે હાઇપરસોનિક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું છે. ત્યારે ઉત્તર કોરિયાએ કરેલા પરીક્ષણ બાદ લોકોમાં હાઈપરસોનિક મિસાઈલ અંગે જાણવાની ઈચ્છા વધી છે.

હાઈપરસોનિક મિસાઈલ એટલે શું?

હાઈપરસોનિક મિસાઇલની ઝડપ (Hypersonic Missile Speed) અવાજની ગતિ (3,836 માઇલ પ્રતિ કલાક) કરતા 5 ગણી વધુ હોય છે. રશિયાના Kh-47M2 Kinzhal જેવી કેટલીક મિસાઈલ તેના કરતા પણ બમણી ઝડપ પણ પકડી શકે છે.

સામાન્ય મિસાઇલો બેલિસ્ટિક ટ્રાફિકને અનુસરે છે. એટલે કે તેમને સરળતાથી ટ્રેક કરી શકાય છે. તેનાથી વિરોધીઓને હુમલો કરવાની તૈયારી અને સામનો કરવાની તક મળે છે. જ્યારે હાઇપરસોનિક મિસાઈલ કોઈ ચોક્કસ માર્ગ પર ચાલતી નથી. તેની સ્પીડ ખૂબ વધુ હોવાથી તેને આંતરી શકાતી નથી. જેથી એર ડિફેન્સ સિસ્ટમ્સ તેને રોકી શકે નહીં.

હાઇપરસોનિક ક્રુઝ મિસાઈલ અને હાઈપરસોનિક ગ્લાઈડ વ્હીકલ એમ બે પ્રકારની હાઈપરસોનિક મિસાઈલ હોય છે.

CNBCને સિનિયર એન્જિનિયર અને રેન્ડ સંશોધક રિચ મૂરે જણાવ્યું હતું કે, હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો સ્ક્રેમજેટ નામની અદ્યતન પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના ટાર્ગેટ સુધી પહોંચે છે. આ મિસાઈલ ખૂબ જ ઝડપી હોય છે. મિસાઈલ લોન્ચ થયાથી ત્રાટકે ત્યાં સુધીમાં તમારી પાસે છ મિનિટ હોય છે.
હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલો 100,000 ફૂટ સુધીની ઊંચાઈએ જ્યારે હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ 100,000 ફૂટથી ઉપર ઉડી શકે છે. હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલને રોકેટની ટોચ પર મૂકી લોન્ચ કરવામાં આવે છે.

હાઇપરસોનિક મિસાઈલના ફાયદા (Advantages of a hypersonic missile)

આવી મિસાઈલના કારણે હુમલો કરવાની ક્ષમતા વધે છે. વિમાન વાહક જહાજ જેવા ટાર્ગેટને તે સરળતાથી નષ્ટ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે, હાલ આ પ્રકારની મિસાઈલોને રોકવા કોઈ વિશ્વસનીય પદ્ધતિ નથી. તે અણધારી હોવાથી તેને રોકી શકાતી નથી.

હાઇપરસોનિક મિસાઇલો વિકસાવવા મથામણ કરતા દેશો

partyardmilitary.comના અહેવાલ મુજબ અમેરિકા અદ્યતન હાઇપરસોનિક સિસ્ટમ્સની સિરીઝ વિકસાવી રહ્યું છે. તેણે બે સિસ્ટમ હાઇપરસોનિક કન્ઝ્યુઅલ સ્ટ્રાઇક વેપન ($928 મિલિયન) અને AGM-183A એર-લોન્ચ રેપિડ રિસ્પોન્સ વેપન ($480 મિલિયન)ના વિકાસ માટે Lockheed Martinને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

આ પણ વાંચો, બ્રહ્માંડની શરૂઆતથી જ અસ્તિત્વમાં હતી Dark Energy: સ્ટડી

ચીન પણ હાઇપરસોનિક મિસાઈલ વિકસાવવા માટે પ્રયાસ કરે છે. તે બેલેસ્ટિક મિસાઇલથી લોન્ચ થતી હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ ડીએફ-17નું નિર્માણ કરશે. બીજી તરફ રશિયાએ જુલાઈ મહિનામાં તેની નવી ઝિરકોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. આ મિસાઇલ યુદ્ધજહાજ એડમિરલ ગોર્શકોવમાંથી છોડવામાં આવી હતી. આ મિસાઇલે બેરેન્ટ્સ સમુદ્રના દરિયાકાંઠે 350 કિલોમીટર (લગભગ 217 માઇલ)થી વધુ દૂરના લક્ષ્યને સફળતાપૂર્વક વીંધ્યું હતું. આ બાબતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ઝિરકોન મિસાઇલ અવાજની ગતિ કરતાં નવ ગણી ઝડપે ઉડાન ભરવા સક્ષમ હશે અને તેની રેન્જ 1,000 કિલોમીટર હશે.

આ પણ વાંચો, Climate Changeથી બચવા પશુ પંખીઓના અંગોમાં થઈ રહ્યા છે પરિવર્તનો! અહી વાંચો ચોંકાવનારો અહેવાલ

ઉલ્લેખનીય છે કે, 2011થી UK અને ફ્રાન્સ પણ હાર્પૂન અને એક્સોસેટના સ્થાને હાઇપરસોનિક મિસાઈલ લાવવા સાથે મળી પ્રયત્નો કરી રહ્યા છે.

આવી જ રીતે ભારતમાં (India) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા સ્વદેશી હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલને વિકસાવવામાં આવી છે. ભારતે 2020માં તેની પ્રથમ હાઇપરસોનિક મિસાઇલ ડેમોસ્ટ્રેટરનું પરીક્ષણ કર્યું હતું.
First published:

Tags: DRDO, Explained, Hypersonic Missile, Kim Jong UN, North korea

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો