ભારતીય સેના (Indian Army)ની બહાદુરી આખી દુનિયામાં ખ્યાતનામ છે. ઇતિહાસમાં અનેક કિસ્સા એવા છે, જેમાં ભારતીય સેનાની કાર્યવાહીએ વિશ્વને અચંબામાં મૂકી દીધુ હોય. ખાસ કરીને હવાલદાર અબ્દુલ હમિદ (Abdul Hamid)ની વાત. અબ્દુલ હમીદે પાકિસ્તાન સામેના 1965ના યુદ્ધ (1965 India Pakistan War) સમયે દાખવેલી બહાદુરીના કિસ્સા આજે પણ લોકમુખે ચર્ચાય છે. તે યુદ્ધમાં શહીદ થયા પહેલા અબ્દુલ હમિદે પાકિસ્તાનની સાત પેટન ટેંકોને નષ્ટ કરી દીધી હતી અને લડાઈની દિશા બદલાઈ ગઈ હતી.
1965ના યુદ્ધમાં તેમની વીરતા બદલ તેમને મરણોપરાંત પરમ વીર ચક્ર (Param Vir Chakra)થી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં જ તેમના પુત્ર અલી હસન(ઉવ. 65)નું કોરોના સંક્રમણના કારણે નિધન થયું હતું.
1962ના યુદ્ધમાં લીધો હતો ભાગ
ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના ધામુપુર ખાતે 1 જુલાઈ 1933ના રોજ અબ્દુલ હમીદનો જન્મ થયો હતો. તેમના પિતા વ્યવસાયે દરજી હતા. સેનામાં જોડાતા પહેલા હમિદ તેમના પિતાને કામમાં મદદ કરતા હતા. હમિદ 20 વર્ષની ઉંમરે વારાણસી ખાતે સેનામાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ નિસારાબાદ ગ્રીનેડીયર્સ રેજીમેન્ટ સેન્ટરમાં તાલીમ બાદ તેમને 1955માં 4 ગ્રીનેડીયર્સમાં તૈનાત કરવામાં આવ્યા હતા.1965માં ભારત-ચીન યુદ્ધ વખતે તેમણે થંગ લાથી 7 માઉન્ટેન બ્રિગેડ, 4 માઉન્ટેન ડિવિઝન તરફથી ભાગ લીધો હતો.
યુદ્ધ વિરામ બાદ તેમને અંબાલામાં કંપની ક્વાર્ટર માસ્ટર હવાલદાર તરીકે જવાબદારી અપાવમાં આવી હતી. 8 સપ્ટેમ્બર 1965ના રોજ જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારે હમીદ પંજાબના તરનતારન જિલ્લામાં કેમકરણ સેકટર ખાતે તૈનાત હતા. આ વિસ્તારમાં અસલ ઉત્તડ ગામમાં પાકિસ્તાને અમેરિકાની પેટન ટેંકોથી હુમલો કર્યો હતો.
પહેલા પાકિસ્તાનનો હાથ ઉપર હતો
તે સમયે ભારતીય સૈનિકો પાસે ટેન્ક કે મોટા હથિયાર નહોતા. સૈનિકોને થ્રિ નોટ થ્રિ અને લાઈટ મશીન ગન અપાઈ હતી. જેનાથી તેઓને પાકિસ્તાનની પેટન ટેંકો સામે લડવાનું હતું. કોઈ પણ એન્ટી ટેન્ક ડિટૈચમેન્ટ કમાન્ડર વગર હમીદને એ ટેંકો સામે લડવાની જવાબદારી સોંપાઈ હતી. તેમણે પોતાની જીપમાં બેસી ગનથી પેટન ટેંકોને એક પછી એક નષ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી સાથી સૈનિકોની હિંમત વધી અને પાકિસ્તાની સેનાની હિંમત તુટી ગઈ હતી.
પ્રથમ દિવસે બે ટેન્ક નષ્ટ કરી
પ્રથમ દિવસના અંત સુધીમાં હમીદે પાકિસ્તાનની બે ટેન્કોનો ખાત્મો બોલાવી દીધો હતો અને ચાર ટેન્કોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ હમીદે સેનાના એન્જીનીયરોને બોલાવી આ વિસ્તારમાં એન્ટી ટેન્ક માઇન્સ મૂકવાનું કહ્યું હતું. બીજા દિવસે સવારે હમીદ ફરીથી તેમની બંદૂક લઈને બહાર આવ્યા હતા. આ સમયે ભારતીય સેના પાકિસ્તાન એરફોર્સના સાબ્રે જેટના હુમલાનો સામનો કરી રહી હતી. દિવસના અંત સુધીમાં હમીદે વધુ બે ટેંકોને ધ્વસ્ત કરી દીધી હતી.
ત્રીજા દિવસે સવારે પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો હતો. જેનાથી સૈનિકો વધુ એક વખત દબાણમાં આવી ગયા હતા. એક કલાકમાં જ પાકિસ્તાની સેના ઘૂસણખોરી કરવામાં સફળ થઈ ગઈ હતી. હમીદે 6 ટેન્ક પોતાની ટુકડી તરફ આવતા જોયા હતા. આ વખતે તેઓ તુરંત જીપમાં બેઠા અને ટેંકો નષ્ટ કરવા નીકળી પડ્યા હતા. સામેની તરફથી ફાયરિંગ થતું હતું. અલબત્ત, તે સમયે ઉગેલા કપાસના પાકનો તેમનો ફાયદો મળ્યો હતો. જેથી હમિદે હરોળના ટેન્કને નષ્ટ કર્યા બાદ પોતાની જગ્યા બદલી અન્ય બે ટેંકોનો ખાત્મો બોલાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પાકિસ્તાની સૈનિકોએ હમિદની પોઝિશન જાણી લઈ ફાયરિંગ કર્યું હતું. વધુ એક ટેન્ક પર હુમલો કરતી વખતે હમિદ પર ગોળો પડવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
" isDesktop="true" id="1109950" >
આ આખા યુદ્ધમાં પાકિસ્તાનના કુલ 97 ટેન્ક નષ્ટ થઈ ગયા અથવા બેકાર થઈ ગયા હતા. પાકિસ્તાની સેનાએ ખેમકરણ સુધી પરત આવવાની હિંમત કરી નહોતી. આ યુદ્ધમાં હમિદ બીજા દિવસનો સૂરજ ન જોઈ શક્યા. તેમની બહાદુરી બદલ તેમને પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર