આધાર કાર્ડ (Aadhar Card), પાન કાર્ડ (PAN Card), વોટર આઇડી કાર્ડ (Voter ID Card) અને પાસપોર્ટ (Passport) આ તમામ દરેક વ્યક્તિ માટે જરૂરી દસ્તાવેજો છે. આ દસ્તાવેજ સરકારી ઓળખ પત્ર તરીકે મહત્વના છે, આ સિવાય આ ડોક્યૂમેન્ટ્સ વગર તમે કોઈપણ મહત્વપૂર્ણ કામકાજ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે જો કોઇનું મૃત્યુ થઈ જાય તો આ દસ્તાવેજોનું શું કરવું જોઇએ, શું આ દસ્તાવેજ પોતાની રીતે બિન કાર્યરત બને છે કે જે નોમિની હોય તેણે જઈને કેન્સલ કરાવવા પડે છે. જો આવું ન હોય તો આ દસ્તાવેજોનું શું કરવું જોઇએ? આવો જાણીએ નિયમો...
આધાર કાર્ડ(Aadhar Card)
આધાર નંબર એ ઓળખ પત્ર અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. અલગ-અલગ જગ્યાએ જેમ કે એલપીજી સબસીડી (LPG Subsidy)નો લાભ મેળવવા માટે, સરકારી સ્કોલરશિપનો લાભ (Students Scholarship), ઈપીએફઓ ખાતું (EPFO Account) વગેરેમાં આધાર નંબર આપવું અનિવાર્ય છે. એવામાં આધાર સાથે જોડાયેલ સેવાઓનું ધ્યાન રાખતી ઓથોરિટી યુનિક આઇડેન્ટિફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની પાસે મૃતકના આધાર કાર્ડને રદ્દ કરાવવાની કોઇ પ્રક્રિયા નથી. પરંતુ જો કોઇ મૃતક વ્યક્તિએ સરકારી યોજનાનો લાભ લીધો હતો તો તેના પરીવારજનોએ તેની જાણકારી UIDAIને આપવી પડશે. કારણ કે તે આધાર સાથે જોડાયેલ છે.
ઈન્કમ ટેક્સ (Income Tax Return) સહિત અન્ય નાણાંકીય સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ હોવું જરૂરી છે. તે ઘણા એકાઉન્ટ્સ સાથે લિંક હોય છે, એવામાં જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો મૃતકના પરીવારે આવકવેરા વિભાગનો સંપર્ક કરી પાન કાર્ડને જમા કરાવવું જોઇએ. પરંતુ જમા કરતા પહેલા ધ્યાન રાખો કે મૃતકના તમામ ખાતાઓ બંધ થઇ ગયા હોય.
વોટર કાર્ડ મતદાન કરવા માટે મહત્વનું દસ્તાવેજ છે. જે દર્શાવે છે કે મતદાતાની યાદીમાં તમારું નામ સામેલ છે. જોકે મૃત્યુ બાદ વોટર આઇડી કાર્ડને રદ્દ કરાવી શકાય છે. મતદાર નોંધણી નિયમ, 1960 અનુસાર વોટર આઇડી કાર્ડ મૃત્યુ બાદ રદ્દ કરવાની જોગવાઈ છે. એક્સપર્ટ અનુસાર, જો કોઇ પરીવારમાં કોઇ સભ્યનું અવસાન થાય છે, તો પરીવારનો કોઇ વ્યક્તિ ચૂંટણી કાર્યાલયમાં જઇને ફોર્મ નંબર 7 ભરીને તેને રદ્દ કરાવી શકે છે.
" isDesktop="true" id="1116839" >
પાસપોર્ટ(Passport)
મૃત્યુ બાદ પાસપોર્ટ રદ્દ કરવાની કોઇ જોગવાઇ નથી. જોકે જ્યારે પાસપોર્ટની સમય મર્યાદા સમાપ્ત થઇ જાય છે, તો રિન્યૂ ન કરાવવાથી તે અમાન્ય ઠરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર