સંજીવની ગાડીના જીવનમાં એક દિવસ

SANJEEVANI GAADI

 • Share this:
  જાન્યુઆરી 2020થી અત્યાર સુધીના સમયમાં વિશ્વ કેવી રીતે બદલાઇ ગયું તેની તરફ પાછી વળીને નજર કરીએ તો ખ્યાલ આવશે કે મારા અંગે કોઇ વ્યક્તિ વિચારી પણ ન કરી શકે. એક દેશમાંથી બીજા દેશમાં વાઇરસનો ફેલાવો, ઘરોમાં ઘૂસણખોરીના કારણે લોકો પાસે જવાબ કરતાં મોટી સંખ્યામાં પ્રશ્નો જોવા મળી રહ્યાં છે. નસીબજોગ, આ કંઇક તેવી બાબત છે જેમાં હું આપની મદદ કરી શકું છું.

  મારા વર્તમાન માર્ગ પર, મે સમગ્ર દેશમાં 5 r the vaccineજિલ્લાઓની મુલાકાત લીધી છે જે કેટલીક રસપ્રદ વાતચીત તરફ દોરી ગયું છે. પ્રત્યેક દિવસ, હું જેમ-જેમ ગામડાંઓનો પ્રવાસ કરું તેમ તેમ સમુદાયના અસંખ્ય લોકો સાથે વાતચીત કરવાનો આનંદ ઉઠાવું છું. મારો પ્રવાસ મને શહેરી અને ગ્રામીણ એમ બંને ક્ષેત્રોમાં લઇ જાય છે જે મને વિવિધ પ્રકારના લોકો સાથે વાતચીત કરવાની તક પૂરી પાડે છે. આ અલગ-અલગ પ્રકારના લોકોમાં જુદી-જુદી ઉંમર, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ અને જાતિ ધરાવતાં લોકોનો સમાવેશ થાય છે. મહામારીના અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કે હોવાથી જ્યારે રસી ઉપલબ્ધ છે ત્યારે સંજીવની ગાડી તરીકે મારી ફરજ અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. ઉદાહરણ તરીકે, ઇંદોરમાં મારી છેલ્લી મુલાકાત વખતે મને રસી અંગે અનેક સવાલો પૂછવામાં આવ્યાં હતાં. સૌથી સામાન્ય પ્રશ્ન તે હોય છે કે, "જો રસી લઇ લઇશું તો કોવિડ-19 ઇન્ફેક્શન થશે?" કેટલાક લોકો મને પૂછે છે "રસી મળશે?" હું હંમેશા તેની ખાતરી કરું છું કે દરેક વ્યક્તિના પ્રશ્નોનો જવાબ આપવા માટે હું પૂરતાં પ્રમાણમાં માહિતીપ્રદ પત્રિકાઓ, સંદેશાઓ અને ટીમ ધરાવું. કેટલીક વખત તો નાના બાળકો મારી પાસે દોડતાં-દોડતાં આવે છે અને તેમના પરિવારને મારા આવ્યાં અંગેની જાણકારી આપે છે. "ગાડી આવી ગઇ!". મારી પહોંચ મહત્તમ બનાવવા માટે સાક્ષરતાના અવરોધ વગર દરેક વ્યક્તિને મારા સંદેશાઓ પહોંચે તે માટે સમાવેશી અભિગમ અપનાવવો મહત્ત્વપૂર્ણ છે. તેના માટે, મારી પાસે રસીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, કોવિડ-19 સુસંગત વર્તણૂક કેવી રીતે અનુસરવી જેવા મહત્ત્વપૂર્ણ બિંદુઓ ઉપર "કેવી રીતે" વિષયના વીડિયો ધરાવતાં દૃશ્ય-શ્રાવ્ય સ્ક્રીન પ્રોજેક્ટર છે. આ રીતે લોકોને જ્યારે જરૂર હોય ત્યારે તેઓ દૃશ્ય માર્ગદર્શન તરીકે મારો ઉપયોગ કરી શકે છે. કેટલાક લોકો મારા વીડિયો જોઇને પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવે છે જે જાગૃતિ ફેલાવવા માટે માહિતીના વિવિધપૂર્ણ સ્વરૂપોનો ઉપયોગ કરવાના લાભો દર્શાવે છે. સકારાત્મક પ્રતિભાવો એટલે વધારે લોકો કોવિડ-19 સુસંગત વર્તણૂંકનું આચરણ કરી રહ્યાં છે, જેના કારણે તેમના સમુદાયો રહેવા માટેનું સલામત સ્થાન બનશે.

  SANJEEVANI GAADI


  મારા કાર્યમાં રસી સામે લોકોના ખચકાટ ઉકેલવાનો પણ સમાવેશ થાય છે. અફવાઓ અને ગેરમાન્યતાઓએ લોકોને રસી લેવા આગળ આવવા સામે ડરાવી દીધા છે, પરંતુ આ લોકો સાથે વાતચીત કરવા માટે હું સૌથી વધારે આતુર છું. ઉપર ઉલ્લેખ કરેલા પ્રશ્નોથી વિરુદ્ધ કેટલીક વખત લોકો એવું પણ કહે છે કે "રસી લીધા પછી પણ લોકો મરી રહ્યાં છું, તો મારે શા માટે જોખમ લેવું જોઇએ?" અને "કોઇ બાહ્ય પદાર્થ મારા શરીરમાં જાય તેમાં હું વિશ્વાસ ધરાવતો નથી." આ તેવા લોકો છે જે કોવિડ-19થી સીધી રીતે પ્રભાવિત થયા છે અને/અથવા જડ માન્યતા ધરાવે છે જે આધૂનિક વિજ્ઞાને રજૂ કરેલા ખ્યાલોની વિરુદ્ધ છે. આ તેવા ગામડાંઓ છે જ્યાં હું સંભવતઃ વર્ષોથી ચાલી આવતી ગેરમાન્યતાઓને દૂર કરવા માટે વધારે સમય વિતાવું છું. પોતાના અને પરિવારના રક્ષણ અને સંક્રમણની સાંકળ તોડવા માટે રસી લેવાના મહત્ત્વ ઉપર ભાર મૂકીને મને ધીરે ધીરે લોકો રસી લેવાના લાભોનું સમર્થન કરતી વૈજ્ઞાનિક હકીકતો અને પુરાવા જાણીને પોતાનો અભિગમ બદલે ત્યારે આનંદ થાય છે. હું અન્ય વ્યક્તિઓ અંગે પણ વાત કરું છું જેઓ મારા દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના કારણે રસી માટે પોતાની નોંધણી કરાવી છે, જેઓ પહેલાં રસી માટે આનાકાની કરતાં હતાં.

  વધુમાં, સંખ્યામાં પણ શક્તિ જોવા મળે છે. આ વિચાર અનુસરીને મે મારી મુલાકાત દરમિયાન સરપંચ, ગ્રામ પંચાયત જેવા ગામના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ કરીને હું વિશાળ જનસમૂહ સુધી પહોંચી શકું છું અને કોવિડ-19 સુસંગત વર્તણૂંક અને રસી સામે ખચકાટ દૂર કરવા તેમનું સમર્થન મેળવી શકું છું. તેઓ પણ મારા વિશે સકારાત્મક સંદેશ ફેલાવે છે. આ અવાર-નવાર અન્ય ગામડાંઓમાં અગ્રણી લોકો સુધી પહોંચે છે જેઓ ત્યારબાદ મને તેમના સમુદાયમાં આવકારે છે. જુદા-જુદા રાજ્યોમાં પ્રવાસ કરવાની તક મળી હોવાના કારણે મને પ્રાપ્ત થયેલા અનુભવો હું મારી ટીમ સાથે વહેચું છું જે પસંદગીના જિલ્લાઓમાં લક્ષિત સમર્થન પૂરું પાડવા તેમને સક્ષમ બનાવે છે. રસી વિરોધી વિચારો ક્યાથી ઉદભવે છે તેની સમજણ મેળવીને અને લાભાર્થીઓને જરૂરી સહાયતા પૂરી પાડીને, હું સંજીવની ગાડી સમાજના લોકોમાં જ્ઞાનનું સ્તર, તેમના વલણો અને વ્યવહારમાં સુધારો કરીને સંક્રમણની શ્રૃંખલા તોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવું છું. વર્તમાન, સંબંધિત માહિતીથી વાકેફ હોવાના કારણે હું એક વિશ્વસનીય શ્રોત તરીકે જોવામાં આવું છું. આજના વાતાવરણમાં કોવિડ-19થી લોકોને સંક્રમિત થવાનું જોખમ ઘટાડીને ખૂબ જ મદદ કરી શકે છે. આગામી થોડા મહિનાઓમાં, મારો લક્ષ્યાંક 32,00,000 વ્યક્તિઓનો સંપર્ક કરવાનો અને તેઓ સલામતી અનુભવે તે માટે જરૂરી જ્ઞાન-આધારિત સહાયતા પૂરી પાડવાનો છે.

  ઇન્દોર, ગુટુંર, દક્ષિણ કન્નડ, નાશિક અને અમૃતસરના પસંદગીના ગામડાંઓમાં હું ખૂબ જ જલ્દી તમારી મુલાકાત લઇશ.

  તારા રઘુનાથ,

  કોર્ડિનેટર, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ,

  યુનાઇટેડ વે મુંબઈ
  Published by:Margi Pandya
  First published: