કોરોના મહામારી (Covid Pandemic)ને રોકવા માટે રસીકરણ (Vaccination) જ અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ છે. આવી સ્થિતિમાં રસીકરણથી થતી અસર અંગે અનેક અભ્યાસ થઇ રહ્યા છે. ત્યારે લગભગ 94 ટકા કેન્સર પીડિતો (Cancer Patients)એ કોવિડ -19 mRNA રસીનો બીજો ડોઝ મેળવ્યાના ત્રણથી ચાર અઠવાડિયા પછી સારી રોગપ્રતિકારક શક્તિ (Antibodies)નો વિકાસ થયો હોવાનું મૂળ ભારતીય સંશોધકો દ્વારા થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.
આ સ્ટડી જર્નલ કેન્સર સેલમાં પ્રકાશિત થઈ હતી. જેમાં 131 દર્દીઓ પર અભ્યાસ થયો હતો. જેમાં 94 ટકા દર્દીઓએ કોરોના વાયરસ સામે એન્ટીબોડી ડેવલપ કરી હોવાનું અને 7 જોખમી દર્દીઓમાં તે ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતે સાન એન્ટોનિયો ખાતેની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટરના સંશોધક ડિમ્પી પી. શાહે જણાવ્યું હતું કે, અમને તે દર્દીઓમાં વાયરસ સામે કોઈ એન્ટિબોડીઝ મળી શક્યા નથી.
વધુ જોખમ ધરાવતા સમુહોમાં રસીકરણના 6 મહિનાની અંદર રિટક્સીમૈબ નામની સારવાર પ્રાપ્ત કરનાર દર્દીઓમાં કોઈ એન્ટીબોડી વિકસિત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, રિટક્સીમૈબ નામની મોનોક્લોનલ એન્ટિબોડીનો ઉપયોગ હિમેટોલોજિકલ કેન્સર અને ઓટોઈમ્યુન રોગોમાં થાય છે. કેમોથેરાપી લેનાર દર્દીઓએ એન્ટીબોડી રિસ્પોન્સ ડેવલપ કર્યું હતું. અલબત સામાન્ય લોકોની સરખામણીએ તે મ્યુટ હતું. ડિમ્પી શાહના મત મુજબ કોરોના સામે રક્ષણમાં આ બાબત કઈ રીતે સંબંધિત છે તે હજુ સુધી અમે જાણતાં નથી.
આ અભ્યાસમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ અને અન્ય મ્યુટેન્ટનો અભ્યાસ થયો નહોતો. આ સિવાય ટીમે કેન્સરના દર્દીઓમાં ઇન્ફેક્શન ફાઇટિંગ T સેલ્સ અને B સેલ્સના રિસ્પોન્સનું પણ પૃથક્કરણ કર્યું નહોતું.
જીનેવા યુનિવર્સિટી હોસ્પિટલના પંકિલ કે શાહે જણાવ્યું હતું કે, જે લોકોને સોલિડ ટ્યુમર હોય તેની સરખામણીમાં માયલોમા અને હોજકિન લીંફોમા જેવી હેમટોલોજીકલ તકલીફ ધરાવતા લોકોમાં રસીકરણને રિસ્પોન્સ અપવાની શકયતા ઓછી હતી.
" isDesktop="true" id="1111324" >
નોંધનીય છે કે, અધ્યયનમાં દર્દીઓની સરેરાશ વય 63 હતી. મોટાભાગના એટલે કે 106 દર્દીઓને સોલિડ કેન્સર હતું. જ્યારે 25ને હિમેટોલોજિકલ મલિનિએન્સી હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર