Home /News /explained /7th પે કમિશન- 1 જુલાઈથી થઈ રહ્યો છે મોટો ફેરફાર, મોંઘવારી ભથ્થામાં થશે વધારો

7th પે કમિશન- 1 જુલાઈથી થઈ રહ્યો છે મોટો ફેરફાર, મોંઘવારી ભથ્થામાં થશે વધારો

7th Pay Commission

1 જુલાઈ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈંડેક્સના ડેટા રિલીઝ અનુસાર જાન્યુઆરી 2021થી જૂન સુધીમાં ડીએમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

    કેન્દ્ર સરકાર દ્વારા દેશના 52 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ 7th પે કમિશનનું મેટ્રિક્સ કેવી રીતે બદલવામાં આવશે તેની ગણના કરવામાં આવી રહી છે. 1 જુલાઈ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈંડેક્સના ડેટા રિલીઝ અનુસાર જાન્યુઆરી 2021થી જૂન સુધીમાં ડીએમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

    પગારમાં કેટલો વધારો થશે- કેન્દ્ર સરકારે ડિઅરનેસ અલાઉન્સ અંગે કરેલ ઘોષણા અનુસાર કેન્દ્ર કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. જાન્યુઆરીથી જૂન 2020 સુધીમાં ડીએમાં 3 ટકાનો વધારો થયો છે. જુલાઈથી ડિસેમ્બર 2020 સુધીમાં 4 ટકાનો અને જાન્યુઆરીથી જૂન 2021 સુધીમાં 4 ટકાનો વધારો શામેલ છે.

    વેતન ગણના- સાતમા પગાર પંચ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીના વેતનનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવે છે. 1- મૂળ વેતન, 2- ભથ્થા, અને 3-કપાત. નેટ સીટીસીમાં 7માં સીપીસી ફિટમેન્ટ ફેક્ટર અને દરેક ભથ્થાને ગણીને મૂળ વેતનનો યોગ છે. નેટ સીટીસી અને ડિડક્ટિબલ જેમ કે, પીએફ. ગ્રેચ્યુઈટી વગેરેમાં અંતર છે.

    પીએફ અને ગ્રેચ્યુઈટીમાં બદલાવ- કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં બદલાવને કારણે તેમના માસિક પીએફ, ગ્રેચ્યુઈટી અને યોગદાન પર પણ અસર થઈ શકે છે. સીજીએસના પીએફ અને ગ્રેચ્યુઈટીની ગણના મૂળ વેતન પ્લસ ડીએના આધાર પર કરવામાં આવે છે. 1 જુલાઈ 2021માં ડીએમાં વધારો થશે, જેની કર્મચારીઓની માસિક પીએફ અને ગ્રેચ્યુઈટી પર પણ અસર વર્તાશે. અસર થવાને કારણે પીએફ અને ગ્રેચ્યુઈટી જેવા નિવૃત્તિને લગતા ફંડમાં વધારો થશે.

    નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓને થશે ફાયદો- કોરોના વાયરસના કારણે સરકારે ડીએ પર રોક લગાવી હતી. ડીએ વધવાથી ડીઆરમાં પણ વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાને કારણે નિવૃત્ત કર્મચારીઓને પણ ડિઅરનેસ રિલીફનો પણ લાભ આપવામાં આવશે.
    First published:

    Tags: 7th pay commission, Dearness allowance, Gujarati news, News in Gujarati, કેન્દ્ર સરકાર