Home /News /explained /

Biggest Nuclear explosion: આ પરમાણુ વિસ્ફોટ જે હિરોશિમા-નાગાસાકી કરતાં પણ ખતરનાક હતા!

Biggest Nuclear explosion: આ પરમાણુ વિસ્ફોટ જે હિરોશિમા-નાગાસાકી કરતાં પણ ખતરનાક હતા!

વિશ્વના સૌથી શક્તિશાળી વિસ્ફોટોમાંથી મોટાભાગના વિસ્ફોટ રશિયા (ત્યારે સોવિયત સંઘ) દ્વારા કરવામાં આવ્યા હતા.

5 Biggest Nuclear Explosion: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)માં પરમાણુ હથિયારો પણ ચર્ચામાં છે. આવો જાણીએ એ પાંચ પરમાણુ હથિયારોના વિસ્ફોટ વિશે જે હિરોશિમા-નાગાસાકી (Hiroshima-Nagasaki) વિસ્ફોટો કરતાં અનેક ગણા વધુ શક્તિશાળી હતા.

વધુ જુઓ ...
  5 Biggest Nuclear Explosion in History: રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) પર હુમલો કર્યો છે. યુદ્ધ ચાલી રહ્યું છે. વચ્ચે-વચ્ચે પરમાણુ હથિયારોના ઉપયોગની વાતો થઈ રહી છે. ભય એ પણ છે કે ક્યાંક આ ખતરનાક હથિયારોના ઉપયોગથી આ યુદ્ધ ખતમ ન થઈ જાય. કારણ કે રશિયા અને અમેરિકાએ એક સમયમાં પરમાણુ બોમ્બના વિસ્ફોટ અને પરીક્ષણો કર્યા છે. વિશ્વના સૌથી શક્તિશાળી વિસ્ફોટોમાંથી મોટાભાગના વિસ્ફોટ રશિયા (ત્યારે સોવિયત સંઘ) દ્વારા કરવામાં આવ્યા હતા. આવો જાણીએ એ પાંચ પરમાણુ હથિયારોના વિસ્ફોટ (5 Biggest Nuclear Explosion) વિશે જે હિરોશિમા-નાગાસાકી (Hiroshima-Nagasaki) વિસ્ફોટો કરતાં અનેક ગણા વધુ શક્તિશાળી હતા.

  1. સાર બોમ્બા (Tsar Bomba)

  30 ઓક્ટોબર 1961માં સોવિયત સંઘે (Soviet Union) આર્કટિક સર્કલની ઉત્તરે આવેલા નોવાયા ઝેમલયા (Novaya Zemlaya) ટાપુઓ પર સૌથી મોટા પરમાણુ હથિયારનો વિસ્ફોટ કરાવ્યો હતો. આ એક પરીક્ષણ હતું. આ વિસ્ફોટ 50 મેગાટનનો હતો. તેથી જ તેને સાર બોમ્બા (Tsar Bomba) કહેવામાં આવે છે. તે હિરોશિમા પર ફેંકવામાં આવેલા 15 કિલોટન પરમાણુ બોમ્બ કરતાં 3,300 ગણો વધુ શક્તિશાળી હતો. સોવિયત યુનિયન દ્વારા બનાવવામાં આવેલ હાઇડ્રોજન બોમ્બ RDS-220ને બિગ ઇવાન અથવા વાન્યા કહેવામાં આવે છે. પણ સાર બોમ્બાનો અર્થ છે બોમ્બનો રાજા. તેના વિસ્ફોટને કારણે આકાશમાં જે અગનગોળો રચાયો હતો તેનો વ્યાસ 9.7 કિલોમીટર હતો. એટલો મોટો કે તે સેકન્ડોમાં આખા શહેરને બાળીને રાખ કરી શકે.

  આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં ‘બંકર’ પણ ચર્ચામાં, જાણો કેટલા સુરક્ષિત હોય છે, કેવી રીતે બને છે

  2. ટેસ્ટ 219 (Test 219)

  24 ડિસેમ્બર 1962માં સોવિયત સંઘે ક્રિસમસની પૂર્વસંધ્યાએ ફરીથી નોવાયા ઝેમલયા પરમાણુ વિસ્ફોટ કર્યો. નોવાયા ઝેમલયામાં આર્ક્ટિક સર્કલમાં બીજા નંબરનું સૌથી મોટું ગ્લેશિયર કોમ્પ્લેક્સ છે. આ જાણકારી ગયા વર્ષે Nature જર્નલમાં પ્રકાશિત થઈ હતી. આ બોમ્બ 24.2 મેગાટન વિસ્ફોટવાળો હતો. તે વિશ્વનો બીજો સૌથી શક્તિશાળી પરમાણુ હથિયાર વિસ્ફોટ હતો. તે હિરોશિમા પર પડેલા બોમ્બ કરતાં 1600 ગણો વધુ શક્તિશાળી હતો. તેને પ્લેનમાંથી ફેંકવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 1963માં જમીનની ઉપર પરમાણુ વિસ્ફોટ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જમીન અથવા પાણીની નીચે વિસ્ફોટ કરવા માટે જ આંતરરાષ્ટ્રીય પરવાનગી આપવામાં આવી હતી.

  3. ટેસ્ટ 147 (Test 147)

  5 ઓગસ્ટ 1962ના સોવિયત સંઘે નોવાયા ઝેમલયામાં 21.1 મેગાટનની તાકાતવાળો પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી એટમ બોમ્બ વિસ્ફોટ. તેને કોઈ નામ આપવામાં આવ્યું ન હતું. બસ ટેસ્ટ નંબર 147 જ તેનું નામ છે. તે હિરોશિમા પર પડેલા બોમ્બ કરતાં 1400 ગણો વધુ શક્તિશાળી હતો. તેને પણ રશિયાએ આર્કટિક ક્ષેત્રમાં જ કર્યો હતો.

  આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ જેને કહ્યો Black Hole એ નીકળ્યો Vampire Star, આસપાસના તારાને જ ગળી રહ્યો છે!

  4. ટેસ્ટ 173 (Test 173)

  25 સપ્ટેમ્બર 1962માં સોવિયત સંઘે 19.1 મેગાટન પાવરનો અણુ બોમ્બ વિસ્ફોટ કરાવ્યો. ફરીથી એ જ જગ્યા નોવાયા ઝેમલયા. હિરોશિમા કરતાં 1270 ગણો વધુ શક્તિશાળી. આ વિસ્ફોટના થોડા અઠવાડિયા પછી ક્યુબન મિસાઇલ કટોકટી (Cuban Missile Crisis) શરૂ થઈ. જેના કારણે સોવિયત સંઘ અને અમેરિકા પરમાણુ યુદ્ધની નજીક આવી ગયા હતા. ક્યુબાની કટોકટી દરમિયાન રશિયાએ ક્યુબામાં પરમાણુ મિસાઇલો તૈનાત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ કેનેડીએ આ મિસાઈલોના સ્થળોએ હુમલો કરવાની યોજના તૈયાર કરી હતી. નૌકાદળને કહ્યું કે પરમાણુ શસ્ત્રો આવવાનો રસ્તો રોકે. ત્યારબાદ સોવિયત સંઘે હાર સ્વીકારી. તેમણે કહ્યું કે જો અમેરિકા તુર્કીથી મિસાઈલ હટાવે તો અમે તેને ક્યુબાથી હટાવી લઈએ છીએ. પછી આમ જ બન્યું.

  5. કેસલ બ્રાવો (Castle Bravo)

  1 માર્ચ 1954ના અમેરિકાએ માર્શલ આઇલેન્ડ્સના બિકીની એટોલ પર 15 મેગાટોનનો અણુ બોમ્બ વિસ્ફોટ કર્યો. તેને નામ આપવામાં આવ્યું કેસલ બ્રાવો (Castle Bravo). તેને હવામાં ફેંકવાને બદલે જમીન પર ફોડવામાં આવ્યો. તે પરમાણુ બોમ્બ વિસ્ફોટની યાદીમાં વિશ્વનો પાંચમો સૌથી શક્તિશાળી એટમ વિસ્ફોટ હતો. વિસ્ફોટ ધાર્યા કરતાં અઢી ગણો વધુ શક્તિશાળી નીકળ્યો. પરમાણુ રેડિએશન 18,310 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયા. જેના કારણે માર્શલ આઇલેન્ડ્સ, યુએસ આર્મી ઓફિસર્સ અને જાપાની માછલી પકડનારા જહાજના લોકો ભયાનક રેડિયેશનનો શિકાર બન્યા. તેમાંથી ઘણાને કેન્સર થયું. આ પછી આખી દુનિયામાં પરમાણુ વિસ્ફોટનો વિરોધ થવા લાગ્યો. અમેરિકાએ તમામ અસરગ્રસ્ત લોકોને વળતર આપ્યું અને સારવાર કરાવી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Bomb, Explained, History, Know about, Nuclear weapon, Russia ukraine crisis, Russia ukraine war

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन