Home /News /explained /

મોબાઈલ અને સૂર્યપ્રકાશ વગર ગુફામાં વિતાવ્યા 40 દિવસ, સંશોધકોના અનોખા પ્રયોગના ચોંકાવનારા પરિણામો

મોબાઈલ અને સૂર્યપ્રકાશ વગર ગુફામાં વિતાવ્યા 40 દિવસ, સંશોધકોના અનોખા પ્રયોગના ચોંકાવનારા પરિણામો

સ્વયંમ સેવકોની તસવીર

આ 15 સ્વયંસેવકોમાં 8 પુરુષો અને 7 મહિલાએ 40 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સની લોમ્બ્રીવ્સ ગુફામાં એકલા રહેવાનો પ્રયોગ કર્યો હતો. તેમની પાસે ન તો મોબાઈલ હતો, ન તો સૂર્યપ્રકાશ.

શું કોઈ ઘડિયાળ, મોબાઈલ ફોન (mobile) અથવા સૂર્યપ્રકાશ (sun light) વગર જીવનશૈલીની (life style) કલ્પના કરી શકે? સૂર્યપ્રકાશ જીવન સાથે જોડાયેલું પાસું છે. આવી સ્થિતિમાં ફ્રાન્સના 15 સ્વયંસેવકોની ટીમ દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ 15 સ્વયંસેવકોમાં 8 પુરુષો અને 7 મહિલાએ 40 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સની (Southwest France) લોમ્બ્રીવ્સ ગુફામાં (Lombrews Cave) એકલા રહેવાનો પ્રયોગ કર્યો હતો. તેમની પાસે ન તો મોબાઈલ હતો, ન તો સૂર્યપ્રકાશ.

હ્યુમન એડેપ્શન ઈન્સ્ટિટ્યૂટની આગેવાની હેઠળ ડીપ ટાઇમ નામનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેકટની કિંમત 1.4 મિલિયન ડોલર છે. જેમાં મૂળ ધ્યેય માણસને આઇસોલેટ કરી મર્યાદાઓની તપાસનો હતો.

આ પ્રોજેકટ શનિવારે પૂરો થયો. ભાગ લેનારાઓ તેમની આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે વિશેષ ચશ્મા પહેરીને ગુફામાંથી બહાર આવ્યા હતા. હ્યુમન એડેપ્શન ઇન્સ્ટિટ્યૂટના ફ્રેન્ચ અને સ્વિસ સંશોધકો દ્વારા આ પ્રોજેક્ટ પર નજર રાખવામાં આવી હતી. એકંદરે આ પ્રયોગ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કેવી રીતે માણસ જાત અટકી શકે અને તેમનું વર્તન કઈ રીતે હોઈ શકે તે જોવાનો હતો.

આ પણ વાંચોઃ-વાપીનો યુવક અને મહારાષ્ટ્રની મહિલા બાઈક ઉપર કરી રહ્યા હતા 'આવું' કામ, પોલીસે રંગેહાથે પકડ્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

તેઓએ ગુફામાં પ્રોજેકટ દરમિયાન દરેક સ્વયંસેવકની નજીકથી નિરીક્ષણ કર્યું હતું. આ જૂથને ગુફામાં પ્રકાશ, ઘડિયાળ, પાણી અને વધુની કોઈ મૂળભૂત સુવિધાઓ આપાઈ નહોતી. ગુફામાં મોકલ્યા પહેલા તેઓના મગજની વિગતો એકત્ર કરવામાં આવી હતી. પ્રયોગની પાછળનો વિચાર આઇસોલેશનમાં પાયાની સુવિધા વગર અનુકૂળ વાતાવરણ બનાવી શકે કે કેમ તેમ તપાસવાનો હતો.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ સંશોધનમાં ચોંકાવનારા તારણો મળ્યા હતા. સંશોધનકારોએ નિરીક્ષણ કર્યું કે જૂથ પાસે ઘડિયાળો ન હોવાના કારણે તેમણે ટાઈમ ઓફ સેન્સ ગુમાવી હતી. એકંદરે સમયનું ભાન ગુમાવ્યું હતું. પરિણામે ખાવા, સુવા અને અન્ય રોજિંદા કાર્યોને અસર થઈ હતી.

પ્રયોગમાં ભાગ લેનાર તંબુમાં રહેતા હતા. પ્રકાશની જરૂરિયાતને પહોંચી વળવા પેડલ બાઇકનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી હતી. તેઓએ 140 ફૂટના કુવામાંથી પાણી મેળવ્યું હતું.

પ્રોજેક્ટ ડિરેક્ટર ક્રિશ્ચિયન ક્લોટહોએ પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, આખો અનુભવ 'રિયલ સપ્રાઇઝ'નો હતો. જ્યારે સ્વયંસેવકો જેમ બને તેમ જલ્દી બહાર નીકળવા માંગતા હતા. અલબત્ત આ પ્રયોગમાં કામ કરવા માટે ઘણો સમય મળ્યો હોવામુ પણ સંશોધકનું કહેવું છે. પ્રથમ વખત જીવનમાં અનોખો અનુભવ થયો હતો.આ પ્રયોગ ખૂબ વિશિષ્ટ બન્યો હતો. સેન્સર્સ દ્વારા સ્વયંસેવકોની સુવાની રીત, સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને રચનાત્મક કાર્યો પર નિયમિત નજર રાખવામાં આવતી હતી. આ પ્રયોગ પરથી ફલિત થયું હતું કે માણસજાત ગમે તેવા સંજોગોમાં પોતાની અનુકૂળતા મુજબ સર્વાઇવ થવાનો રસ્તો કાઢી લેશે.
First published:

Tags: France, અભ્યાસ, ભારત

આગામી સમાચાર