Home /News /explained /ચોમાસામાં જરૂર લેવી જોઈએ આ 3 વીમા પોલિસી, રાખો આટલી કાળજી

ચોમાસામાં જરૂર લેવી જોઈએ આ 3 વીમા પોલિસી, રાખો આટલી કાળજી

ચોમાસામાં જરૂર લેવી જોઈએ આ 3 વીમા પોલિસી

પૂર, વાવાઝોડા સહિતની કુદરતી અફતોથી થયેલા નુકસાનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. એક તરફ કોરોના મહામારી છે, તો બીજી તરફ ચોમાસું. જેથી આપણે વીમા કવચ (Insurance) બાબતે વિચારીએ તે જરૂરી છે.

  મુંબઈ: ચોમાસાના સત્તાવાર પ્રારંભ પહેલા જ tauktae અને યસ જેવા વાવઝોડાએ ક્રમશઃ પશ્ચિમ અને પૂર્વ તટ પર ટકરાઈને ચોમાસાના આગમનના સંકેતો આપ્યા હતા. હવે ચોમાસા (Monsoon 2021)નો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે. દેશના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ત્યારે પૂર, વાવાઝોડા સહિતની કુદરતી અફતોથી થયેલા નુકસાનમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. એક તરફ કોરોના મહામારી છે, તો બીજી તરફ ચોમાસું. જેથી આપણે વીમા કવચ (Insurance) બાબતે વિચારીએ તે જરૂરી છે.

  વાહન અને મકાનનો વીમો

  લોકડાઉન, મેડિકલ ઈમરજન્સી (Medical Emergency) અને આવક બંધ થવા સહિતની બાબતોએ લોકોને આર્થિક ખેંચમાં મૂકી દીધા છે. પરંતુ ઈન્શ્યોરન્સ પોલિસી (Insurance Policy)ની ફરીથી સમીક્ષા કરવાની જરૂર ઊભી થઇ છે. જો તમે વીમા કવચ ન લીધું હોય કે, જૂની ઈન્શ્યોરન્સ પોલિસીને રીન્યુ કરી ન હોય તો અત્યારે જ તે કરી લેવું જોઈએ.

  Tata AIG General Insuranceના કન્ઝ્યુમર બિઝનેસના પ્રેસિડેન્ટ પરાગ વેદનું કહેવું છે કે, ચોમાસામાં તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો તે જોવાની સાથે તમારું ઘર અને વાહન પણ સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આરોગ્ય, મકાન અને વાહન વીમો (Vehicle Insurance) ચોમાસાના કારણે થતા નુકસાનથી સુરક્ષિત રાખે છે.

  આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

  કોરોના રસી લીધા બાદ ઓફિસેથી કામ કરવાનું ચલણ ફરી શરૂ થઈ રહ્યું છે. લોકો ઓફિસે કે કોઈ અન્ય સ્થળે આવવા જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાના બદલે પોતાનું વાહન ખરીદવા લાગ્યા છે. જેથી તમારે પણ ખૂબ ધ્યાન રાખીને વાહન વીમા કવચ લેવું જઈએ.

  જે બી બોડા ઇન્શ્યુરન્સ એન્ડ રિન્સ્યોરન્સ બ્રોકર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર સરોજ કાંતા સત્પતિએ જણાવ્યું કે, "પારંપરિક વાહન વીમા પોલિસી પુરના કારણે એન્જીન કે અન્ય પાર્ટ્સને થયેલા નુકસાનનું વળતર આપે છે. પણ જો કાર પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ ગઈ હોય અને તમે ચાલુ કરવાનો પ્રયાસ કરો ત્યારે એન્જીનને થતા નુકસાનને કવર કરવામાં આવતું નથી. આવી સ્થિતિથી બચવા માટે નવી કાર ખરીદતી વખતે એન્જિન પ્રોટેક્શન રાઇડરની સાથે ઝીરો-ડેપ્રિસીએશન મોટર વીમા પોલિસી ખરીદો."

  રહેજા QBE જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઈઓ પંકજ અરોરાએ કહ્યું કે, પાણી ભરેલા વિસ્તારમાં વાહન ચલાવવું પડે તો એન્જીનમાં પાણી ભરાય નહીં, તે માટે ધીમી ગતિએ વાહન ચલાવો. કોઈ વાહન પાણીમાં ડૂબી જવાના કિસ્સામાં અંદરના ભાગોમાં પાણીની આવ-જા ન થાય તે માટે એન્જિનને સતત ક્રેંક કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આનાથી વાહનના એન્જિનને ઓછામાં ઓછું નુકસાન થશે.

  આ પણ વાંચો: જો તમારી પાસે SBIનું આ એકાઉન્ટ છે તો ફ્રીમાં મળશે બે લાખનો વીમો, જાણો કેવી રીતે લાભ ઉઠાવશો?

  તેમણે પણ મોટર વીમા પોલિસી ખરીદતી વખતે એન્જિન પ્રોટેકટ એડ-ઓન રાઇડર ખરીદવાની સલાહ આપી હતી. આ સુવિધા ખાસ કરીને પાણી ભરાવા અને ઓઇલના લિકેજને કારણે થતા નુકસાનને આવરી લે છે.

  મકાન માટે પોલિસી લેતી વખતે ઘરમાં રહેલી મૂલ્યવાન વસ્તુઓને પણ આવરી લેવાનું વિચારવું જોઈએ. પરાગ વેદનું કહેવું છે કે, મકાનના વિમાને વધારવા માટે પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક સાધનોના કવર તેમજ ઘરેણાં અને મોંઘી વસ્તુઓના એડ ઓન ઉમેરી શકાય.

  વ્યાપક આરોગ્ય વીમા પોલિસી ખરીદો

  ચોમાસામાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે. ચોમાસા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય રોગો પણ વકરે છે. ત્યારે ચોક્કસ રોગ માટે ખાસ કવર પણ ઉપલબ્ધ હોય છે. જેથી આપણે વ્યાપક આરોગ્ય વીમા (Health Insurance) પર ધ્યાન આપવું જોઈએ. ઓપ્ટિમા મની મેનેજર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર પંકજ મથપાલના મત મુજબ આવી પોલીસી ખરીદવી હિતાવહ છે. આ ઉપરાંત વિમાની રકમ વધારવા માટે તેમે ટોપ અપ પોલિસી ખરીદી શકો છો. સ્ટેન્ડઅલોન વ્યક્તિગત વીમા પોલિસી ટોટલ ડિસેબલિટીમાં લાભ આપે છે, જેથી તે પણ ખરીદવી જોઈએ.

  આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

  પોલિસી સુરક્ષિત જગ્યાએ રાખો

  તમે ખરીદેલા વીમા કવર્સ વિશે તમારા પરિવારને જાણ કરો. Digi-Locker એકાઉન્ટ જેવી ઇન્શ્યોરન્સ રીપોઝટરી સર્વિસ જેવી સુવિધા તમારી પોલિસી રાખવા માટે સારું છે. જેનાથી તેને સરળતાથી ટ્રેક કરી શકાય છે. આ ઉપરાંત પરિવારના બધા જ સભ્યોને ખ્યાલ રહે તેમ ઘરે પોલિસીની નકલ પણ રાખો.

  કઈ બાબતની કાળજી રાખવી?

  ચોમાસામાં જર્જરિત ઇમારતની નજીક અથવા ઝાડની નીચે કાર પાર્ક ન કરવી જોઈએ. વીમા કવર નુકસાનનું વળતર આપી શકે છે, પરંતુ તે તમારા વાહનને સંપૂર્ણરીતે બદલી આપશે નહીં. નુકશાનના પુરાવા ભેગા કરવાનું ભૂલશો નહીં.

  આ પણ વાંચો: આવક માટે ફ્રીલાન્સિંગ કરો છો? અહીં જાણો તમારે ક્યારે અને કેટલો આવકવેરો ભરવો પડશે

  કાંતા સત્પતિએ કહ્યું કે, ઘરમાં પાણી ભરાઈ ગયું હોય તેવી સ્થિતિમાં મોબાઇલથી પાણીના સ્તર અને તેનાથી થતા નુકસાનના ફોટોગ્રાફ્સ અને વિડીયો લઇ લો. આવું કરવું ફરજિયાત નથી. પણ તે વીમાનો ક્લેમ ફાઇલ કરતી વખતે નુકશાન સાબિત કરવામાં મદદ કરે છે. (NIKHIL WALAVALKAR- Moneycontrol)
  First published:

  Tags: Car Insurance, Health insurance, Insurance, Monsoon 2021, ચોમાસુ

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો