Home /News /explained /50 years of 1971 war: ભારતીય સેનાની જીતમાં હથિયારો ઉપરાંત ‘સાઈકલ’નું યોગદાન પણ રહ્યું, જાણો કઈ રીતે

50 years of 1971 war: ભારતીય સેનાની જીતમાં હથિયારો ઉપરાંત ‘સાઈકલ’નું યોગદાન પણ રહ્યું, જાણો કઈ રીતે

1971ના ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેનાએ બાંગ્લાદેશમાં પોતાના સાથીઓ સુધી ખાસ સંદેશો પહોંચાડવાનો હતો.

50 years of 1971 war: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં (Indo-Pak war 1971) ભારતીય સેનાએ બાંગ્લાદેશમાં પોતાના સાથીઓ સુધી ખાસ સંદેશો પહોંચાડવા માટે સાઈકલનો ઉપયોગ કર્યો હતો.

નવી દિલ્હી. આ સાંભળવામાં અને વાંચવામાં ભલે અજીબ લાગે, પરંતુ એ વાત સાચી છે કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ (1971 war)માં વિમાનો અને મોટા હથિયારોની સાથે ભારતીય સેના (Indian Army)એ સાઈકલનો પણ ઉપયોગ કર્યો હતો. આ સાઈકલ સેના પોતાની સાથે લઈને ગઈ હતી. આ સાઈકલની મદદથી જ એક ખાસ સંદેશ બાંગ્લાદેશ (Bangladesh)માં દૂર બેઠેલા પોતાના સાથીઓને મોકલવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે સેના આ યુદ્ધ હથિયારો સાથે સાઈકલનો ઉપયોગ કરીને જીતી હતી. નોંધનીય છે કે મુક્તિ વાહિનીની મદદ માટે સેના બાંગ્લાદેશમાં અંદર સુધી ઘૂસી ગઈ હતી. અને યુદ્ધના અંતે ભારતીય સેનાને પાકિસ્તાની સેના (Pakistani Army)ના 93 હજાર સૈનિકોને આત્મસમર્પણ કરવામાં સફળતા મળી હતી.

સાઇકલ પર કેપ્ટન નિર્ભય ખાસ સંદેશ લઈને ગયા હતા

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અન્ય એક હીરો કર્નલ રિટાયર્ડ એસએમ કુંજરૂ કહે છે, ‘અમને અચાનક આદેશ મળ્યો કે બાંગ્લાદેશ જઈને ત્યાં પહેલેથી જ લડી રહેલી ભારતીય સેનાની મદદ કરવાની છે. 11 ડિસેમ્બરની બપોરે 2 પેરા ગ્રૂપ બટાલિયનના પેરા કમાન્ડો પ્લેનમાંથી કૂદી પડ્યા અને બાંગ્લાદેશની અંદર ઢાકાથી થોડે દૂર પહેલા ઉતરી ગયા.’

તેમણે જણાવ્યું કે, ‘દુશ્મનના પ્રદેશમાં આવી રીતે ઉતરતા પહેલા ઘણી તૈયારીઓ કરવી પડે છે અને ઘણો બધો સામાન પણ સાથે લઈ જવો પડે છે. કારણ કે અમે દુશ્મનના પ્રદેશમાં જઈ રહ્યા છીએ, જ્યાં ન તો કોઈ અમારી મદદ કરવાનું છે, કે ન તો અમે ત્યાં પહેલાથી કોઈને ઓળખીએ છીએ.’

એટલા માટે પેરા કમાન્ડો હથિયારો સાથે આવી નાની સાઇકલ પણ લઈને જાય છે, જે લઈ જતી વખતે નાની પણ થઈ જાય છે અને દુશ્મનના વિસ્તારમાં પહોંચતા જ એસેમ્બલ પણ થઈ જાય છે. જ્યારે અમે દુશ્મનના પ્રદેશમાં પહોંચ્યા ત્યારે એક મોકો એવો આવ્યો જ્યારે અમે વાયરલેસનો ઉપયોગ પણ કરી શકતા ન હતા.

અને એક મેસેજને ફોરવર્ડ લાઇન પર હાજર અમારા સાથીઓ સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી હતું. ત્યારબાદ સાઈકલની મદદથી કેપ્ટન નિર્ભય શર્મા સંદેશો લઈને આગળ સુધી ગયા. આ એ જ નિર્ભય શર્મા હતા જે પાક સેનાના લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીના નામે આત્મસમર્પણ પત્ર લઈને ગયા હતા.’

આ પણ વાંચો: Vijay Diwas 2021: આજે વિજય દિવસની 50મી વર્ષગાંઠ, જ્યારે ભારતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ, વાંચો વિજયગાથા

બાદમાં કેપ્ટન શર્મા લેફ્ટનન્ટ જનરલના હોદ્દા સુધી પહોંચ્યા હતા. નિવૃત્ત થયા પછી તેઓ પહેલા અરુણાચલ પ્રદેશ અને પછી મિઝોરમના રાજ્યપાલ પણ રહ્યા. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના સભ્ય પણ હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે જનરલ શર્માએ કાશ્મીર અને ઉત્તર-પૂર્વમાં આતંકવાદ વિરુદ્ધ ઘણું કામ કર્યું. તેમની બહાદુરી માટે તેમને PVSM, UYSM, AVSM અને VSM પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા.
First published:

Tags: 1971 war, India Army, ભારત