Home /News /explained /9/11નાં હુમલાને આજે થયા 20 વર્ષ પૂર્ણ, જાણો હુમલાની તમામ વિગત
9/11નાં હુમલાને આજે થયા 20 વર્ષ પૂર્ણ, જાણો હુમલાની તમામ વિગત
(File photo: Reuters)
9/11 Twin Tower Attack: અમેરિકા માટે માત્ર આ દર વર્ષે આવતી એનિવર્સરી હોઈ શકે છે. અનેક લોકો માટે આ એક ખૂબ જ દર્દભર્યું છે. એવું દુખ કે જે ક્યારેય ભૂલાવી ન શકાય. મને હજુ પણ એવું લાગે છે, કે જાણે આ દુર્ઘટના હમણા જ થઈ હોય.
અમેરિકામાં 11 સપ્ટેમ્બરના (9/11 Twin Tower Attack) રોજ થયેલ હુમલાને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. અફઘાનિસ્તાનમાં તાલીબાન (Afghanistan-Taliban)રાજને કારણે અમેરિકાએ પોતાની સેના પરત બોલાવી લીધી છે. આ હુમલો ખૂબ જ ઘાતક હતો. 19 અલ કાયદા આતંકવાદીઓએ ખૂબ જ ભયાનક અને ક્રૂર હુમલો કર્યો હતો. તેમણે વિમાન હાઈજેક કરી લીધા હતા. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકો પરત આવી ગયા છે. અમેરિકા પર રાજનૈતિક સંકટ ઊભું થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન આ બાબતને અહીં જ સમાપ્ત કરવા ઈચ્છે છે, તેઓ નથી ઈચ્છતા કે આવનારા રાષ્ટ્રપતિ સુધી આ મુદ્દો પહોંચે.
ઉલ્લેખનીય છે કે, ટ્વિન ટાવર પર ખૂબ જ ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 3 હજાર લોકોના મૃત્યુ થયા છે. આ સ્થળ પર મૃત્યુ પામેલા લોકોના સગા સંબંધીઓ પ્રાર્થના કરશે. આ કાર્યક્રમ સવારે 8:30એ શરૂ થયો છે, જે 4 કલાક ચાલશે. આ દરમિયાન 6 સેકન્ડનું મૌન રાખવામાં આવશે. જે જગ્યાએ પહેલા ટ્વિન ટાવર હતા, તે સ્થળ પર હવે પાણીના બે પૂલ છે.
વિમાનોની મદદથી ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને બંને ટાવરને ખતમ કરી દીધા હતા. ત્યારબાદ પેન્ટાગનમાં હુમલો કરવામાં આવ્યો અને ફ્લાઈટ 93 (Flight 93) ક્રેશ થઈ હતી.
37 વર્ષીય મોનિકા આઈકન મર્ફીના પતિ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. તેણે AFPને જણાવ્યું કે અમેરિકા માટે માત્ર આ દર વર્ષે આવતી એનિવર્સરી હોઈ શકે છે. અનેક લોકો માટે આ એક ખૂબ જ દર્દભર્યું છે. એવું દુખ કે જે ક્યારેય ભૂલાવી ન શકાય. મને હજુ પણ એવું લાગે છે, કે જાણે આ દુર્ઘટના હમણા જ થઈ હોય.
અલ કાયદાના સંસ્થાપક ઓસામા બિન લાદેનને મારી નાખવામાં આવ્યો છે. ટ્વિન ટાવર્સની જગ્યા મેનહટ્ટન ઉપર વિશાળ સ્કાય સ્ક્રેપરે લઈ લીધી છે. બે સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં અમેરિકાના સૈનિકો ‘હંમેશા માટે યુદ્ધ સમાપ્ત કરીને’ કાબૂલ એરપોર્ટ પરથી પરત આવી ગયા છે.
જે તાલીબાનોએ લાદેનને શરણ આપી હતી, તે તાલીબાનો અફઘાનિસ્તાન પર શાસન કરી રહ્યા છે. 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ખાલિદ શેખ મોહમ્મદ અને અન્ય 4 આરોપીઓ 9 વર્ષ બાદ પણ ગ્વાંતાનામો બે માં આ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
હુમલો કેવી રીતે કરવામાં આવ્યો, તે અંગેની માહિતી પ્રાપ્ત થઈ નથી. ગયા સપ્તાહે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને FBIને આ તપાસ અંગેના દસ્તાવેજ 6 મહિનામાં જાહેર કરવાના આદેશ આપ્યા હતા.
ગ્રાઉન્ડ ઝીરોમાં સમગ્ર વિશ્વના 2,753 લોકોના મૃત્યુ થયા છે. પેન્ટાગોનમાં અમેરિકા સુરક્ષા વિભાગના મુખ્યાલયમાં વિમાન ટકરાયું હતું. આ દુર્ઘટનામાં 184 લોકોના મૃત્યું થયા છે. ત્રીજા હુમલામાં વિમાન યાત્રીઓ આંતકી સાથે લડ્યા હતા. આ વિમાન નિશ્ચિત સ્થળ પર પહોંચ્યા પહેલા યૂનાઈટેડ 93ને નીચે ઉતારવામાં આવ્યું અને પેન્સિલ્વેનિયાના શેંક્સવિલેના એક મેદાનમાં ક્રેશ થઈ ગયું. આતંકીઓએ વોશિંગ્ટનને ટાર્ગેટ કર્યું હતું.
વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન ‘શનિવારે આ પ્રત્યેક સ્થાન પર રોકાશે અને જીવ ગુમાવેલા લોકોને યાદ અને તેમને સમ્માનિત કરશે.’
રાષ્ટ્રપતિએ આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ બનાવવાની યોજના બનાવી હતી. આ આત્મઘાતી હુમલામાં 13 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા હતા.
ફ્રૈંક સિલ્લરના ફાયર ફાઈટર સ્ટીફનનું વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં મૃત્યું થયું છે. તેમણે જણાવ્યું કે, આ દિવસ મૃતકોના પરિજનોની યાદોને હંમેશા જીવંત રાખવા માટે છે. અમેરિકા પર્લ હાર્બરને ક્યારેય ભૂલ્યું નથી અને 9/11ના હુમલાને હંમેશા યાદ રાખશે.