1 August World Wide Web Day જાણો ઇતિહાસ અને રસપ્રદ વાતો

પ્રતિકાત્મક તસવીર

World Wide Web Day Special : દુનિયાની પહેલી વેબસાઈટ CERN હતી જે લગભગ 6 ઓગસ્ટ 1991એ ઓનલાઈન થઈ હતી. માત્ર બર્નર્સ-લી અને તેમના સહિયોગીઓ પાસે બ્રાઉસર હતા અને એટલા માટે દુનિયા આ અંગે અજાણ હતી. આજે લગભગ 1.9 બિલિયન વેબસાઈટ ઓનલાઈન છે.

  • Share this:
    World Wide Web Day Special : પહેલી ઓગસ્ટે World Wide Web Day (www) હોય છે. વર્લ્ડ વાઈડ વેબ એટલે કે www. આની કલ્પના 1989માં જિનેવા સ્વિત્ઝર્લેન્ડમાં સર્ન લેબમાં થઈ હતી. જે વૈજ્ઞાનિકોને જ્ઞાન શેર કરવાની એક રીત હતી.

    આ શરું કેવી રીતે થયું
    Tim Berners-Le ટીમ બર્નર્સલીએ 1989માં World Wide Web(www)ની શોધ કરી હતી. તેમને વર્લ્ડ વાઈડ વેબના જનક કહેવામાં આવે છે. સર્ન લેબમાં કામ કરતા તેમણે hyperlinkનો ઉપયોગ કરતા દુનિયાભરના શોધકર્તાઓ વચ્ચે દસ્તાવેજોને શેર કરવા માટે એક નેક્સટી કમ્પ્યુટરનો ઉપયોદ કરીને wwwના કોડનો ઉપયોગ કર્યો હતો. આજે લગભગ 4.5 બિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

    પહેલી વેબસાઈટ
    દુનિયાની પહેલી વેબસાઈટ CERN હતી જે લગભગ 6 ઓગસ્ટ 1991એ ઓનલાઈન થઈ હતી. માત્ર બર્નર્સ-લી અને તેમના સહિયોગીઓ પાસે બ્રાઉસર હતા અને એટલા માટે દુનિયા આ અંગે અજાણ હતી. આજે લગભગ 1.9 બિલિયન વેબસાઈટ ઓનલાઈન છે.

    પહેલી ઈમેઝ
    બર્નર્સ-લીએ 1992માં ઇન્ટરનેટ ઉપર પહેલી ઇમેજ અપલોડ કરી હતી. જે Les Horribles Cernettesની હતી. જે પૈરોડી પોપ બેન્ડ હતું જેને સર્ન કર્મચારીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

    ઇન્ટરનેટ www નથી
    ઇન્ટનેટ નેટવર્કનું એક વિશાળ નેટવર્ક છે જે વિશ્વ સ્તર ઉપર લાખો કમ્પ્યુટર સાતે જોડાયેલું છે. www ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે સૌથી વ્યાપક રૂપમાં ઉપયોગ થનારી પ્રણાલી છે. વેબ માત્ર અનેક સેવાઓ પૈકી એક છે. જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

    પહેલો ઇમેઈલ
    પહેલો નેટવર્ક ઇમેલ કમ્પ્યુટર એન્જીનિયર રે ટોમલિંસન (Computer Engineer Ray Tomlinson) દ્વારા 1971માં મોકલવામાં આવી હતી. તેમણે પોતાને જ ઈમેઈલ કર્યો હતું જેમાં લખ્યું “QWERTYUIOP” હતું. આ એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર ઉપર કેબ્રિઝ, મૈસાચુસેટ્સની બાજુમાં રહેલા કમ્પ્યુટરમાં મોકલ્યો હતો.

    ડાર્ક વેબ
    તમારા દ્વારા શોધ કરવામાં આવેલી ક્વેરીઝ ઇન્ટનેટનો એક માત્ર નાનો હિસ્સો છે. જેને ‘Surface Web’ ના રુપમાં જાણવામાં આવે છે.
    Published by:ankit patel
    First published: