Home /News /entertainment /VIDEO: નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

VIDEO: નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

zwigato

શરુઆતી અનુમાન અનુસાર, નંદિતા દાસના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઝ્વિગાટોની ખૂબ ધીમી શરુઆત થઈ છે. પહેલા દિવસે ફિલ્મની કમાણી ફક્ત 0.40 કરોડ થઈ શકી છે.

Zwigato box office collection: કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટો (Zwigato)એ આખરે 17 માર્ચ, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં એન્ટ્રી મારી છે. એક ડિલીવરી બૉયના જીવન પર આધારિત હ્દયસ્પર્શી આ કહાનીમાં કોમેડિયન કપિલ શર્મા મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. કિસ કિસકો પ્યાર કરું અને ફિરંગી જેવી ફિલ્મો બાદ કપિલની આ ત્રીજી ફિલ્મ છે. જો કે, આ ફિલ્મ દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી છે. કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટોને લઈને સામે આવેલા પ્રથમ દિવસના કલેક્શનના આંકડા એવું કહી રહ્યા છે કે, આ ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી શકી નથી.
" isDesktop="true" id="1356931" >

શરુઆતી અનુમાન અનુસાર, નંદિતા દાસના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઝ્વિગાટોની ખૂબ ધીમી શરુઆત થઈ છે. પહેલા દિવસે ફિલ્મની કમાણી ફક્ત 0.40 કરોડ થઈ શકી છે. જો કે, ઓપનિંગ ડેના હિસાબે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જો કે, કપિલ શર્માના નવા અવતાર અને તેને નવા ઝોનરમાં જોવા માટે દર્શકો આવનારા દિવસોમાં સેનેમાઘરોમાં પહોંચવાની આશા છે.

આ પણ વાંચો: સન ઑફ બિહારના નામથી લોકપ્રિય બનેલા પત્રકાર મનીષ કશ્યપે પોલીસ સ્ટેશનમાં આવી આત્મસમર્પણ કર્યું

નંદિતા દાસ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કપિલ શર્મા દ્વારા એક ફુડ ડિલીવરી બોયના સંઘર્ષ અને સમસ્યાઓને બતાવાની કહાની છે. તે દર્શાવે છે કે, ફુડ ડિલીવરી એપ્સની વધતી માગ અને મોટા શહેરોમાં રહેવાનો ખર્ચા હકીકતમાં આ લોકોને કેવી રીતે પ્રભાવિત કરે છે, જે સામાજિક સ્તર પર સૌથી નીચે છે, પણ તેમ છતાં પણ ઘણા પ્રયાસો કરે છે. કહાની ભુવનેશ્વરની છે, જેમાં માનસ (કપિલ) અને તેની પત્ની પ્રતિમા (શાહના ગોસ્વામી) પર ફોકસ છે. કપિલ, જે મોટા ભાગે કોમેડી માટે વખણાય છે, આ વખતે પોતાની છબીથી કંઈક અલગ જ ભૂમિકામાં દેખાઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, રિલીઝ બાદ કપિલ શર્માની ફિલ્મને ઓડિયંસનો સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. જો કે, ઘણા લોકોનું માનવું છે કે, આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી જોઈતી હતી.
First published:

Tags: Bollywood Film, Kapil Sharma

विज्ञापन