શાહરૂખ ખાનની લાડલી સુહાના ટૂંક સમયમાં કરશે બોલીવુડમાં ડેબ્યૂ, ઝોયા અખ્તર કરશે લોન્ચ

સુહાના ખાન, શાહરૂખ ખાનની દીકરી

આ ફિલ્મ સિનેમાઘરમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ પહેલા સુહાના ખાને ‘ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લૂ (The Grey Part Of Blue)’ નામની એક શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી.

 • Share this:
  બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની પુત્રી સુહાના ખાન (Suhana Khan)નું હજુ સુધી બોલીવુડ ડેબ્યૂ થયું નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ સુપરસ્ટાર જેવી જ છે. સુહાના ખાનના ફેન્સ ઈચ્છે છે કે, તે ખૂબ જ જલ્દી બોલીવુડ ડેબ્યૂ કરે. સુહાના ખાનના ફેન્સની આ ઈચ્છા ખૂબ જ જલ્દી પૂરી થશે. ફેમસ ફિલ્મ નિર્દેશક ઝોયા અખ્તર સુહાનાને ખૂબ જ જલ્દી લોન્ચ કરશે.

  આ પણ વાંચો- મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો થયો પર્દાફાશ: ડિમાન્ડ પર હતા સ્ટાર્સના ન્યૂડ વિડીયો

  પિંકવિલાના રિપોર્ટ અનુસાર ઝોયા અખ્તર (Zoya Akhtar) ઈન્ટરનેશનલ કોમિક બુક આર્ચી (Archie) પર ફિલ્મ બનાવવા જઈ રહી છે. ઝોયા આ કોમિક બુકના ભારતીય રૂપાંતરણ પર કામ કરી રહી છે, જે માટે તેમની પહેલી પસંદ સુહાના ખાન છે. સુહાના ખાન અને તેના પિતા શાહરૂખ ખાન તરફથી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. આર્ચી કેટલાક મિત્રોના ગૃપની કહાની છે, જે એકસાથે ફરવા માટે નીકળે છે અને કેટલીક ગોલ્ડન મોમેન્ટ્સ બનાવે છે. આ શાનદાર વેન્ચરમાં ઝોયા બે સ્ટાર કિડ્સને લોન્ચ કરશે તેવી ચર્ચા કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો- Bell Bottom: જોવા મળ્યું ઇન્દિરા ગાંધીનું રિઅલ કેરેક્ટર, કોઇ જ તોડ નથી- ડિરેક્ટર

  આ ફિલ્મ સિનેમાઘરમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. આ પહેલા સુહાના ખાને ‘ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લૂ (The Grey Part Of Blue)’ નામની એક શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. સોશિયલ મીડિયા પર આ શોર્ટ ફિલ્મના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. લોકોને સુહાનના ખાનની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. 10 મિનિટની આ ફિલ્મનું નિર્દેશન થિયોડોર ગિમેનો (Theodore Gimeno)એ કર્યું હતું. આ શોર્ટ ફિલ્મમાં રોબિન ગોનેલા (Robin Gonella)એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

  આ પણ વાંચો- લીઝા હેડનથી માંડી નેહા ધૂપિયા સુધી, જ્યારે હસિનાઓએ શેર કરી 'બ્રેસ્ટફીડિંગ' PHOTOS અને મચી ગઇ બબાલ

  સુહાના ખાને એક્ટિંગની દુનિયામાં હજુ પગ મૂક્યો નથી. પણ તેણે લંડનમાં ‘રોમિયો અને જૂલિયટ’ નાટકમાં ભાગ લીધો હતો. તાજેતરમાં સુહાના ખાને તેની માતા ગૌરી ખાનની એક પેઈન્ટિંગ બનાવી હતી. સુહાના ખાને તેનું પેઈન્ટિંગનું ટેલેન્ટ ફેન્સને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો.
  First published: