એકવાર ફરીથી 'ઝિંદગી ન મિલેગી દોબારા'ની મસ્તી અને મેજીક જોવા મળશે. આ વાત ફિલ્મના હીરો રહેલા અભય દેઓલ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે રિતીક રોશન અને ફરહાન અખ્તર સહિત ફિલ્મના બધા જ કલાકારો સિક્વલ માટે તૈયાર છે.
ઘણાં વખતથી ચર્ચા હતી કે ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ઝિંદગી ન મિલેગી દોબારા'ની સિક્વલ આવી શકે છે. અભય દેઓલે આ અંગે કહ્યું કે, 'આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેની સિક્વલની વાતો થઈ રહી છે. મને આશા છે કે ઝોયા અખ્તર આ ફિલ્મની સિક્વલ બનાવશે.'
ફરહાન અખ્તર આ અંગે ઘણો ખુશ છે અને મે તેમને કહ્યું છે. પરંતુ ઝોયા પાસે જ્યારે પણ સમય હશે ત્યારે તે જરૂર કોઈ વાર્તા લઈને આવશે. અમારી તરફથી નિશ્ચિંત થઈ શકો છો અમે અમારી તરફથી તૈયાર છીએ. પરંતુ ઝોયાને હા કહેવાનું છે. આ માટે કાંઈ લખવાનું મન થઈ રહ્યું છે.
અત્યારે ઝોયા અખ્તર પોતાની આવનારી ફિલ્મ 'ગલી બોય'ની શૂંટિગમાં બિઝી છે. આશા છે કે તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ પુરૂ કરીને 'ઝિંદગી ન મિલેગી દોબારા' વિશે પોતાના વિચાર રજૂ કરે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર