Zeroના નવા સોંગ 'હુસ્ન પરચમ'માં કેટરિનાની અદાઓ જોતા જ રહી જશો

Zeroના નવા સોંગ 'હુસ્ન પરચમ'માં કેટરિનાની અદાઓ જોતા જ રહી જશો
Zeroનુ નવું સોંગ 'હુસ્ન્ન પરચમ' નું સામે આવ્યું ધમાકેદાર ટીઝર

આનંદ એલ રાયની 'ઝીરો' માં શાહરુખ ખાન સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

  • Share this:
    બોલિવૂડ કિંગ ખાન તેની ખૂબ અપેક્ષિત ફિલ્મ 'ઝીરો' ના પ્રમોશનમાં જોર શોર સાથે વ્યસ્ત છે. તે જ સમયે, ફિલ્મનું નવુ સોંગ 'હુસ્ન્ન પરચમ' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કેટરીના કૈફ ખૂબ આકર્ષક દેખાઇ રહી છે. ત્યા કિંગ ખાને તેમના આ સોંગ ટીઝરમાં ખુબ જ ખાસ અંદાજ શેર કર્યો છે. જુઓ આ ધમાકેદાર ટીઝર.

    શાહરુખ ખાને પોતાના ટીઝરને ટ્વીટ કરતી વખતે કહ્યું, "આખા દેશમાં ચક્કાજામ લગાવવામાં આવશે, જ્યારે બબીતા કુમારીનું 'હુસ્ન્ન પરચમ લહેરાવાશે. 12 ડિસેમ્બરે, ફિલ્મનું શાનદાર સોંગ આવી રહ્યું છે. મિનિ-સ્કીર્ટ-ટોપ પહેરીને કેટરીના કૈફ, કર્લી હેરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ રીતે, કેટરિના કૈફનું ધમાકેદાર પ્રદર્શન આ સોંગ ચોક્કસપણે સુપર હીટ પુરવાર થશે. આ સોંગમાં કેટરીના કૈફની અદાઓ ઘાયલ કરશે.



    આનંદ એલ. રાય, ની આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા ખાસ અને મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.



    21મી ડિસેમ્બરે આ ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરુખ ખાન એક બૌને બઉઆ સિંહની ભૂમિકામાં જોવા મળશે.

     
    First published:December 11, 2018, 08:56 am