‘કુમકુમ ભાગ્ય’ના ઝીશાન ખાન અને રેહના પંડિતે કરી રિલેશનશિપ જાહેર, વાયરલ થયો લિપલૉક ફોટો

(Photo @theonlyzeeshankhan/instagram)

ટીવી એક્ટર ઝીશાન ખાને (Zeeshan Khan) ‘કુમકુમ ભાગ્ય’ની કો-સ્ટાર રેહના પંડિત (Reyhna Pandit) સાથે પોતાની રિલેશનશિપની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લિપલૉક ફોટો મૂકીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.

 • Share this:
  મુંબઈ. ટીવી એક્ટર ઝીશાન ખાને (Zeeshan Khan) ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ની કો-સ્ટાર રેહના પંડિત (Reyhna Pandit) સાથે પોતાની રિલેશનશિપની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ઝીશાને ગઈ કાલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેડી લવ સાથેનો લિપલૉક ફોટો મૂકીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. ઝીશાને ઇન્સ્ટાગ્રામ પર રેહનાને કિસ કરતો એક ફોટો મૂકીને પોતાની રિલેશનશિપની ઓફિશ્યલ જાહેરાત કરી છે. ઝીશાને આ ફોટો સાથે રોમેન્ટિક નોટ પણ લખી છે.

  આ પણ વાંચો: કરણ મહેરાએ નિશા રાવલ પર મૂક્યો અફેરનો આરોપ, કહ્યું- ‘મેં એને માફ કરી દીધી હતી’

  ઝીશાન ખાને લખ્યું કે, ‘મારી સૌથી સારી મિત્રથી મારી આ પણ વાંચો:જિંદગીનો પ્રેમ બનવા માટે, મારી ખુશીથી મારા મનની શાંતિ બનવા માટે! જેની મેં કામના કરી હતી, તું એ બધું જ છો અને એથી પણ વધુ! એ દરેક ક્ષણ જે હું તારી સાથે વિતાવું છું, એ દરેક શ્વાસ જે હું અંદર લઉં છું. તારી મોજૂદગી જ મારા દિલને પ્રેમથી ભરી દે છે. આવું વર્ણન ફક્ત પરીકથાઓમાં જ જોવા મળે છે. અને હા હું જાણું છું કે આવા લોકો પોતાના પર શંકા કરે છે. તેઓ માને છે કે આ પ્રકારનો પ્રેમ સાચો ન હોઈ શકે. જે લોકોને એમ લાગે છે કે આવું અમારી સાથે ન થઈ શકે તેઓ જ સામાન્ય રીતે સાચા પ્રેમ પર ભરોસો નથી કરતા.’

  (Photo @theonlyzeeshankhan/instagram)


  ઝીશાન આગળ લખે છે કે, ‘હું ઈચ્છું છે કે દરેક વ્યક્તિ મારા પ્રેમને અનુભવે, કેમકે કંઈક જાદૂઈ થાય એ પરીકથાથી ઓછું નથી. હું આખી દુનિયાને કહેવા માગું છું કે તું મારી છો. આઈ લવ યુ બેબી બન્સ.’

  આ પણ વાંચો: કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

  રેહનાએ કોઈ સોશ્યલ મીડિયા પોસ્ટ શેર નથી કરી પણ તેણે ઝીશાનની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં સુંદર મેસેજ લખ્યો છે કે, ‘શાઈ. હું અભિભૂત થઈ ગઈ છું. આઈ લવ યુ જાન બેબી. થેન્ક્યુ તારા હોવા માટે અને મને હંમેશા પ્રેમ આપવા માટે.’ રેહના અને ઝીશાન, બંનેના ફેન્સ આ પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

  ‘કુમકુમ ભાગ્ય’ એક્ટર ઝીશાન ખાન છેલ્લે ‘બિગ બોસ ઓટીટી’માં જોવા મળ્યો છે. તો રેહના પંડિત ‘જમાઈ રાજા’, ‘કુમકુમ ભાગ્ય’, ‘રાત્રી કે યાત્રી’ જેવા શોને કારણે ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલાં જ રેહનાએ ઝીશાન ખાન, નિયા શર્મા સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Nirali Dave
  First published: