Home /News /entertainment /Zeenat Aman: બે વાર પ્રેમ, ત્રણ લગ્ન; પહેલા પતિએ જડબું તોડી નાખ્યું અને ત્રીજાએ બળાત્કાર કર્યો! જાણો આ અભિનેત્રીની દર્દનાક દાસ્તાન
Zeenat Aman: બે વાર પ્રેમ, ત્રણ લગ્ન; પહેલા પતિએ જડબું તોડી નાખ્યું અને ત્રીજાએ બળાત્કાર કર્યો! જાણો આ અભિનેત્રીની દર્દનાક દાસ્તાન
ઝીનત અમાન - ફાઇલ તસવીર
Zeenat Aman: પીઢ અભિનેત્રી ઝીનત અમાને બે દાયકાથી બોલિવૂડ પર રાજ કર્યું છે. તેઓ બોલિવૂડમાં પોતાની બોલ્ડ ઈમેજ માટે ફેમસ રહી છે. તેમણે 'સત્યમ શિવમ સુંદરમ', 'હરે રામા હરે કૃષ્ણ', 'કુરબાની', 'ધુંડ', 'ડોન' અને 'યાદો કી બારાત' ફિલ્મોમાં અદભૂત અભિનય કર્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, બોલિવૂડની આ સુંદર અભિનેત્રીનું લગ્ન જીવન ખૂબ જ દુઃખદ રહ્યું છે. આવો જાણીએ...
નવી દિલ્હીઃ બોલિવૂડની પીઢ અભિનેત્રી ઝીનત અમાન તેના સમયની સૌથી બોલ્ડ અને સ્પષ્ટવક્તા અભિનેત્રી રહી છે. જ્યાં તેણે પોતાની માદક સુંદરતા અને ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારે તે તેના અંગત જીવનમાં ક્યારેય ખુશ નથી. તેઓ માત્ર શ્રેષ્ઠ ફિલ્મો માટે જ નહીં પરંતુ વિવાદાસ્પદ અંગત જીવન માટે પણ જાણીતા છે.
ઉલ્લેખનીય છે કે, ઝીનતે અભિનેતા સંજય ખાન સાથે પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જો કે, ઝીનતે આ લગ્નમાં ઘણું ગુમાવ્યું હતું. તેની સુંદરતા સાથે તેણે કારકિર્દી પણ ગુમાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝીનત-સંજયના લગ્ન 1978માં થયા હતા. બંનેએ ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. તે દિવસોમાં ઝીનત સફળતાના શિખરે હતી. જ્યારે સંજય ખાન પહેલેથી જ પરિણીત હતો અને ત્રણ બાળકોનો પિતા હતો. ઝીનત તેને દિલથી પ્રેમ કરતી હતી.
સંજય ખાને લગાવ્યો આરોપ!
તે સમયે ઝીનતે પોતાની સુંદરતાથી આખી ઈન્ડસ્ટ્રીને દિવાની બનાવી દીધી હતી અને તે પોતે સંજયની ફેન બની ગઈ હતી. પરંતુ આ પ્રેમે તેને તોડી નાંખી હતી. કારણ કે સંજય ખાન તેને વારંવાર મારતો હતો. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સંજયે ઝીનત પર ડિરેક્ટર સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો. જ્યારે ઝીનતને આ વાતની ખબર પડી ત્યારે તે લોનાવલામાં શૂટિંગ કરી રહી હતી. સંજયનું આ નિવેદન સાંભળીને તે શૂટિંગ છોડીને મુંબઈ પરત આવી ગઈ હતી. જ્યારે તે મુંબઈ પહોંચી ત્યારે તેને ખબર પડી કે સંજય તેની પહેલી પત્ની અને મિત્રો સાથે તાજ હોટેલમાં પાર્ટી કરી રહ્યો હતો. ઝીનત ગુસ્સામાં ત્યાં પહોંચી ગઈ. ઝીનતને ત્યાં આ રીતે જોઈને સંજય ખાન સહિત દરેકને આશ્ચર્ય થયું.
સંજયે ઝીનતને હોટલના રૂમમાં બોલાવી જ્યાં પહેલેથી જ તેની પહેલી પત્ની ત્યાં હાજર હતી. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર દલીલો થવા લાગી. સંજય એટલો ગુસ્સે થયો કે, તેણે ઝીનતને બેરહેમીથી મારવાનું શરૂ કરી દીધું. રૂમની બહાર પણ ચીસોના અવાજો સંભળાતા હતા. પરંતુ કોઈએ તેમને બચાવવાનું જોખમ લીધું ન હતું. બાદમાં હોટેલ સ્ટાફ લોહીથી લથપથ ઝીનતને હોસ્પિટલ લઈ ગયો હતો. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે, ઝીનતની આંખમાં પણ ઘણી ઈજાઓ થઈ છે અને તેનું જડબું પણ તૂટી ગયું છે. અકસ્માત બાદ ઝીનતની ઘણાં દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી.
ઝીનતના બીજા અને ત્રીજા લગ્ન
સંજય ખાન સાથે છૂટાછેડા થયા પછી ઝીનતે ફરીથી અભિનેતા અને નિર્માતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે. મઝહર હવે આ દુનિયામાં નથી. મઝહરના મૃત્યુ પછી ઝીનત અમાને અમન ખન્ના ઉર્ફે સરફરાઝ ઝફર અહસાન સાથે લગ્ન કર્યા. આ લગ્ન 2012માં થયા હતા. સરફરાઝ વ્યવસાયે રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતો. આ લગ્ન એટલા માટે પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા કારણ કે તે દિવસોમાં ઝીનત 59 વર્ષની હતી જ્યારે સરફરાઝ 33 વર્ષનો હતો. જો કે, આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. આ લગ્ન તોડતી વખતે ઝીનતે સરફરાઝ પર બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ઝીનતની એફઆઈઆર બાદ સરફરાઝની પણ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને તે ઘણાં દિવસો સુધી જેલમાં રહ્યો હતો.
દેવ આનંદ સાથે નામ જોડાયું હતું
ઉલ્લેખનીય છે કે, જ્યારે ઝીનત સફળતાના શિખરે હતી. ત્યારે તેનું નામ એક્ટર દેવ આનંદ સાથે પણ જોડાયું હતું. જો કે, તે પહેલેથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હતો. તેથી તે ક્યારેય આ સંબંધને ખુલ્લેઆમ સ્વીકારી શક્યો નહીં. આ પછી ઝીનતનું નામ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન સાથે પણ જોડાયું હતું.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર