Home /News /entertainment /70ના દાયકાની સુપર બોલ્ડ એક્ટ્રેસ સાથે અભિષેક બચ્ચનની સુવાની હતી ઈચ્છા, એક્ટ્રેસે કહ્યુ કે...

70ના દાયકાની સુપર બોલ્ડ એક્ટ્રેસ સાથે અભિષેક બચ્ચનની સુવાની હતી ઈચ્છા, એક્ટ્રેસે કહ્યુ કે...

ફાઇલ ફોટો

70ના દાયકાની સુપર બોલ્ડ અભિનેત્રી ઝીનત અમાનનો આજે જન્મ દિવસ છે. તેણી આજે પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે ઝીનત સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો સામે આવી છે.

  મુંબઈઃ 70ના દાયકાની સુંદર અભિનેત્રી ઝીનત અમાન આજે પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહી છે. ઝીનતનું નામ લેતા જ એક ગ્લેમરસ છબી આંખો સામે આવી જાય છે. ઝીનત એક એવી અભિનેત્રી હતી, જેને બોલિવૂડની ટ્રેન્ડ સેટર માનવામાં આવે છે. તેણીના આવ્યા પહેલા મોટાભાગની એક્ટ્રેસ ભારતીય રુપમાં જ જોવા મળતી હતી. પરંતુ, બોલ્ડનેસથઈ તેણીએ પોતાની એક ગ્લેમરસ એક્ટ્રેસ તરીકે પોતાની છબી ઉભી કરી હતી. ઝીનતે ફિલ્મો દ્વારા ઘણું નામ કમાવ્યુ હતું. ઝીનત એટલી પોપ્યુલર અને ગ્લેમરસ હતી કે, બિગ-બીના દીકરાએ તેણીની સાથે સુવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

  હકીકતમાં અભિષેક બચ્ચને 70ના દાયકાની આ એક્ટ્રેસને પોતાની ફર્સ્ટ ક્રશ જણાવી હતી. અભિષેકના જણાવ્યા અનુસાર 5 વર્ષની ઉંમરથી તે ઝીનત અમાન સાથે સુવાની ઈચ્છા ધરાવતા હતાં. પરંતુ તેની આ ઈચ્છા અધુરી જ રહી ગઈ. હકીકતમાં અભિષેક બચ્ચન હાલમાં જ અજય દેવગણ અને સંજય દત્ત સાથેના એક ચેટ શો 'યારો કી બારાત'માં પહોંચ્યા હતા, જેને સાજિદ ખાન હોસ્ટ કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના નાનપણનો એક કિસ્સો શેર કર્યો હતો.

  આ પણ વાંચોઃ Sushmita Sen Birthday: સુષ્મિતાએ કેમ લગ્ન પહેલા જ બાળકોનો લીધો નિર્ણય? કારણ જાણીને થઈ જશો હેરાન

  અભિષેકના જણાવ્યા અનુસાર, આ એ સમયની વાત છે જ્યારે તે ફક્ત 5 વર્ષનો હતો અને તે તેના પિતા અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મના શૂટ માટે હિમાચલ પ્રદેશ પહોંચ્યો હતો. ઝીનત પણ તે ફિલ્મની એક્ટ્રેસ હતી. તે ઝીનત સાથે તે સમયે સેટ પર ખૂબ રમતો હતો. એક દિવસ તે ડિનર બાદ ઝીનત પોતાના રુમમાં જવા લાગી તો અભિષેકતે ખૂબ જ નાદાની સાથે પુછ્યુ કે તમારી સાથે કોણ સુઈ રહ્યુ છે?

  જ્યારે અભિષેકને ખબર પડી કે ઝીનત એકલી જ સુવા જઈ રહી છે તો તેણે ફરી એક સવાલ કરી દીધો હતો. અભિષેકે પુછ્યુ, "શું હું તમારી સાથે સુઈ શકું છુ?" ઝીનતે આ આ વાત પર મજાક કરતા કહ્યુ, "થોડો મોટો થઈ જા પછી."

  આ પણ વાંચોઃ 'પાપા કી કાર્બન કૉપી..' નાના પાટેકરના દીકરાને જોઈને તમે પણ વિચાર કરવા થઈ જશો મજબૂર, હુબહુ દેખાય છે

  ઝીનત અમાનનો જન્મમ 19 નવેમ્બરે, 1951ના મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. ઝીનતે પોતાના બાળપણમાં ઘણો ઉતાર-ચઢાવ જોયો હતો. પરિવારમાં ઝઘડા, માતા-પિતાના તલાક, પિતાનું નિધન, માતાના બીજા લગ્ન... આ તમામ કારણોસર તે ખૂબ જ પરેશાન રહેતી હતી. તેણીનો અભ્યાસ પણ અધુરો રહી ગયો હતો. તેણીએ પોતાનું કરિયર મેગેઝિનમાં એક લેખત તરીકે કરિયરની શરુઆત કરી હતી.

  ત્યારબાદ ઝીનત અમાન મોડલિંગ તરફ આગળ વધી હતી. આત્મવિશ્વાસ અને સુંદરતાના કારણે તેણીએ મિસ ઈન્ડિયા અને મિસ એશિયા પેસિફિક ઈન્ટરનેશનલનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ તેણીએ બોલિવૂડમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. તેણીની શરુઆતની બે ફિલ્મો ફ્લોપ રહી હતી. ત્યારબાદ દેવાનંદની ફિલ્મ 'હરે રામ હરે કૃષ્ણા'થી તેણીની કિસ્મત બદલાઈ ગઈ હતી.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Bollywood actress, Entertainment news, બોલીવુડ, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन