Home /News /entertainment /ZEE-SONY OTT platform: ઝી-સોનીએ મીલાવ્યાં હાથ, નેટફ્લિક્સ-ઍમેઝોનને આપશે ટક્કર

ZEE-SONY OTT platform: ઝી-સોનીએ મીલાવ્યાં હાથ, નેટફ્લિક્સ-ઍમેઝોનને આપશે ટક્કર

ઝી-સોનીએ મીલાવ્યાં હાથ, નેટફ્લિક્સ-ઍમેઝોનને આપશે ટક્કર

ZEEL-SPNI મર્જર: Sony રિયલિટી શો, સ્પોર્ટ્સ, ક્રાઈમ, થ્રિલર અને કૉમેડી જૉનરમાં મજબૂત છે, જ્યારે Zeeએ ફિક્શન શોમાં મહારથ હાંસલ કર્યું છે એટલે પ્રોગ્રામિંગ મામલે એક મજબૂત નેટવર્ક ઊભું થશે.

ZEEL-SPNI મર્જર: Sony રિયલિટી શો, સ્પોર્ટ્સ, ક્રાઈમ, થ્રિલર અને કૉમેડી જૉનરમાં મજબૂત છે, જ્યારે Zeeએ ફિક્શન શોમાં મહારથ હાંસલ કર્યું છે એટલે પ્રોગ્રામિંગ મામલે એક મજબૂત નેટવર્ક ઊભું થશે.

તાજેતરમાં ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (ZEEL) અને સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા (SPNI)ના મર્જરની જાહેરાત કરવામાં આવી છે. આ મર્જર બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રે અત્યંત મહત્વનું સાબિત થવાનું છે. ZEEL-SONY મર્જર બાદ બનેલી નવી કંપનીમાં 11,605.94 રુપિયાનું રોકાણ થવાનું છે. આ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર (MD) અને CEO પુનિત ગોએન્કા હશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ પાસે કંપનીનો 47.07% હિસ્સો રહેશે જ્યારે સોની પિક્ચર્સ પાસે 52.93% હિસ્સો રહેશે.

ZEEL-SONY મર્જરથી બનેલી કંપની મીડિયા પાવરહાઉસ બની ગઈ છે કેમકે તે ઘણી બધી સબસિડીયરી કંપનીને પોતાના હસ્તક લેશે જેમાં ઓટીટી પ્લૅટફૉર્મ્સ ZEE5 અને SonyLIVનો પણ સમાવેશ થાય છે. આ બંને પ્લૅટફૉર્મ્સની સંયુક્ત વિડીયો સ્ટ્રીમિંગ સર્વિસ ભારતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર બાદ બીજા નંબરની હશે. આ ડીલથી કંપનીની તાકાત ફાઈનાન્શિયલી અને કન્ટેન્ટ મામલે પણ વધી જશે. એટલે તે નેટફ્લિક્સ અને ઍમેઝોન પ્રાઈમ વિડીયો જેવા મોટા ઇન્ટરનેશનલ ખેલાડીઓ, કે જેનું ભારતમાં રોકાણ વધી રહ્યું છે તેને ટક્કર આપી શકશે.

આ પણ વાંચો-લવ સ્કૂલ ફેઇમ જગનૂર અનેજાનું નિધન, વધુ એક ટીવી એક્ટરનું 40ની વયે હાર્ટએટેકથી નિધન

SPNI અને ZEELનું મર્જર અંગે કહેવું છે કે, તેઓ બંને કંપનીના લિનિયર નેટવર્ક્સ, ડિજિટલ ઍસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાયબ્રેરીને જોડી નાખશે. ‘વિલય બાદની કંપની ભારતમાં સાર્વજનિક રીતે લિસ્ટ થયેલી કંપની હશે અને ગ્રાહકોને ટીવીથી ડિજિટલ યુગના ભવિષ્ય તરફ દોરી જશે.’

એડલવેઇસ સિક્યોરીટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અબનીશ રોયનું કહેવું છે કે, ‘સ્ટાર ઇન્ડિયાના 24% માર્કેટ શેરની સરખામણીમાં SPNI-ZEEL 27%-28% માર્કેટ શેર સાથે ભારતનું સૌથી મોટું મીડિયા નેટવર્ક બન્યું છે. આ સંયુક્ત કંપની હવે નેટફ્લિક્સ જેવા ઓટીટી બિઝનેસ સાથે હરીફાઈમાં ઉતરી શકશે.’
સૌથી મહત્વનું એ છે કે Sony-Zeeની કન્ટેન્ટ લાયબ્રેરી વૈવિધ્યસભર બનશે. Sony સ્પોર્ટ્સ કન્ટેન્ટમાં આગળ છે, તો Zee રિજનલ પ્રોગ્રામમાં તેનો ફાળો આપશે. એલરા કૅપિટલના રિસર્ચ એનાલિસ્ટ કરણ તૌરાનીનું કહેવું છે કે, ‘સોનીએ સ્પોર્ટ્સ, મેઈનસ્ટ્રીમ જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ તેમજ ‘સ્કૅમ 1992’ જેવા વેબ શોથી નોંધનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સોની પાસે રિજનલ કન્ટેન્ટ નથી, જે ઝી પાસે છે એટલે આ એક આદર્શ જોડી છે.’

રોયના જણાવ્યા મુજબ, ‘ઓટીટી પ્લૅટફૉર્મના સંદર્ભમાં વાત કરીએ તો સોની રિયલિટી શો, સ્પોર્ટ્સ, ક્રાઈમ, થ્રિલર અને કૉમેડી જૉનરમાં મજબૂત છે, જ્યારે ઝીએ ફિક્શન શોમાં મહારથ હાંસલ કર્યું છે એટલે પ્રોગ્રામિંગ મામલે એક મજબૂત નેટવર્ક ઊભું થશે.’

આ પણ વાંચો-રાજ કુન્દ્રાને બચાવવાં શિલ્પાનાં બોડીગાર્ડે કારની આગળ દોડીને ભીડ ભેગી થતી અટકાવી, VIDEO જોઇ લોકોએ કરી સલામ

એક રિપોર્ટ મુજબ ZEE5ની પંજાબી, તમિલ, તેલુગુ અને બંગાળી ભાષામાં વધુ કન્ટેન્ટ ક્રિએટ કરવાની યોજના છે. ઝીફાઈવના મનીષ કાલરા કહે છે, ‘આશરે 50% વ્યૂઅર્સ રીજનલ કન્ટેન્ટના છે એટલે ZEE5નું ફોકસ વાસ્તવિક અને ઓરિજનલ વાર્તાઓ પર હશે. આ માટે 30થી 40% ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.’

નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે આ બંને પ્લૅટફૉર્મનું મૂવી કેટલોગ અત્યંત મજબૂત છે જેનો ઉપયોગ તેઓ ટીવી ચેનલ તેમજ ઓટીટી પ્લૅટફૉર્મ પર કરી શકશે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Amazon prime, Entertainment news, Netflix, Sony TV, ZEE

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો