VIDEO: સેન્ટા ક્લોઝ બની મુંબઇનાં રસ્તા પર ફરી સલમાનની હિરોઇન, કેમેરા જોઇને દાઢી-મૂછ કાઢ્યા

બોલિવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન

સલમાન ખાનની હિરોઇન તરીકે કેટરિના કૈફની હમશકલ તરીકે તેને લોકો ઓળખે છે. તે સાન્ટાક્લોઝ બની મુંબઇનાં બાન્દ્રા વિસ્તારનાં રસ્તા પર ફરતી નજર આવી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં સલમાન ખાનની હિરોઇન અને કેટરિના કૈફની લૂક અ લાઇક તરીકે જાણીતી એક્ટ્રેસ ઝરીન ખાન (Zareen Khan) હાલમાં જ મુંબઇનાં બાન્દ્રા વિસ્તારનાં રસ્તા પર સેન્ટાક્લોઝ બનીને ફરતી નજર આવી હતી. હવે ક્રિસમસને ગણતરીનાં દિવસ બાકી છે. ત્યારે ઝરીન ખાન સેન્ટા ક્લોઝ બનીને મુંબઇનાં રસ્તા પર ફરતી નજર આવી છે. જેનો વીડિયો વૂમ્પલાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નજર આવે છે. ઝરીન કેમેરામેનને જોવે છે અને તેનાં ચહેરા પરથી દાઢી મૂંછ હટાવે છે.

    ઝરીન ખાન (Zareen Khan Video) આ વીડિયોમાં ઘણી જ ક્યૂટ દેખાય છે. તેનાં વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જોત જોતામાં આ વીડિયોને 23,000થી વધુ વ્યૂઝ મળી ગયા છે.








    View this post on Instagram






    A post shared by Voompla (@voompla)






    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઝરીન ખાન સલમાન ખાનની સાથે વર્ષ 2010માં આવેલી ફિલ્મ 'વીર' માં નજર આવી હતકી. આ ઉપરાંત ઝરીન ખાને હોરર ફિલ્મ '1921'માં નજર આવી હતી. પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ રહી ન હતી. વર્ષ 2017માં તે 'અક્સર 2'માં નજર આવી હતી. જે પણ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી હતી નહીં. બોલિવૂડની સાથે સાથે ઝરીન ખાને તેલુગૂ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે તે ગિપ્પી ગ્રેવાલની સાથે પંજાબી ફિલ્મ 'ડાકા'માં નજર આવી હતી.
    Published by:Margi Pandya
    First published: