Home /News /entertainment /‘દંગલ’ ફેમ ઝાયરા વસીમે બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત PHOTO શેર કર્યો, ફેન્સે લખ્યું- ‘માશાલ્લાહ’

‘દંગલ’ ફેમ ઝાયરા વસીમે બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત PHOTO શેર કર્યો, ફેન્સે લખ્યું- ‘માશાલ્લાહ’

ઝાયરા વસીમે (Zaira Wasim) ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યાની જાહેરાત કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક પણ ફોટો પોસ્ટ કર્યો ન હતો. પૂર્વ એક્ટ્રેસનો ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં તે બુરખામાં દેખાય છે.

ઝાયરા વસીમે (Zaira Wasim) ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડ્યાની જાહેરાત કર્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક પણ ફોટો પોસ્ટ કર્યો ન હતો. પૂર્વ એક્ટ્રેસનો ફોટો ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં તે બુરખામાં દેખાય છે.

નવી દિલ્હી. ‘દંગલ’ (Dangal) અને ‘સિક્રેટ સુપરસ્ટાર’ (Secret Superstar) જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ઝાયરા વસીમે (Zaira Wasim) બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. ઝાયરાએ કહ્યું હતું કે, તે એક્ટિંગ કરિયર છોડી રહી છે કેમકે એ તેની ધાર્મિક માન્યતા અને આસ્થાથી મેળ નથી ખાતું. ત્યારબાદ ઝાયરાએ બધા જ ફોટો સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ડિલીટ કરી નાખ્યા હતા.

લેટેસ્ટ ફોટોમાં ઝાયરા વસીમ એક પુલ પર ફરતી જોવા મળી છે. ઝાયરાએ બુરખો પહેર્યો છે અને તેની પીઠ કેમેરા તરફ છે. ફોટોમાં તેનો ચહેરો નથી દેખાતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘ઓક્ટોબરનો તપતો સૂરજ.’ પૂર્વ એક્ટ્રેસના આ ફોટો પર અત્યારસુધી 1 લાખથી વધુ લાઈક આવી ચૂકી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઝાયરાએ નવેમ્બર 2020માં ચાહકોને પણ વિનંતી કરી હતી કે, તેઓ એના ફોટોઝ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાખે. કેમકે, તે પોતાના જીવનનો નવો તબક્કો શરુ કરી રહી છે. ઝાયરાએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર છાપ છોડી છે અને નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. 2019માં ઝાયરાએ ફેસબુક પર લાંબી પોસ્ટ મૂકી હતી અને તેને દરેક જગ્યાએ શેર કરી હતી.








View this post on Instagram






A post shared by Zaira Wasim (@zairawasim_)





A post shared by Zaira Wasim (@zairawasim_)


ઝાયરા વસીમે લખ્યું હતું કે, ‘પાંચ વર્ષ પહેલાં મેં એક નિર્ણય લીધો હતો. જેનાથી મારું જીવન હંમેશા માટે બદલી ગયું. મેં જેવા બોલિવુડમાં પગ માંડ્યા, મારા પોપ્યુલર થવાના દરવાજા ખૂલી ગયા, હું લોકોની નજરોમાં આવવા લાગી. મને સફળતાના પ્રતિક તરીકે રજૂ કરવામાં આવી અને યુવાનોની રોલ મોડેલ તરીકે દેખાડવામાં આવી. જોકે, મેં આવું કંઈપણ કરવાનો કે બનવાનો પ્રયત્ન કર્યો ન હતો, ખાસ તો સફળતા અને નિષ્ફળતાના વિચારો અંગે, જે મેં સમજવાનું હજુ તો શરુ જ કર્યું હતું.’ ઝાયરાએ કહ્યું હતું કે ફિલ્મ ક્ષેત્રે તેણે પાંચ વર્ષ પૂરા કર્યા છે પણ તે પોતાની આ ઓળખ કે કામથી ખુશ નથી.








View this post on Instagram






A post shared by Zaira Wasim (@zairawasim_)






ઉલ્લેખનીય છે કે, ઝાયરા છેલ્લે પ્રિયંકા ચોપરા સાથે ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મમાં જોવા મળી હતી. ત્રણ પણ મહત્વની ફિલ્મો કર્યા બાદ તે એક અદભુત અદાકારા તરીકે સ્થાપિત થઈ હતી એટલે તેના બોલિવુડ છોડવા અંગે ચાહકો અત્યંત નિરાશ થયા હતા.
First published:

Tags: Bollywood News in Gujarati, Dangal, Zaira Wasim

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો