Home /News /entertainment /ગૌહર ખાન અને ઝૈદ દરબાર ઉદયપુરમાં મનાવી રહ્યાં છે તેમનું Honeymoon, જુઓ PHOTOS

ગૌહર ખાન અને ઝૈદ દરબાર ઉદયપુરમાં મનાવી રહ્યાં છે તેમનું Honeymoon, જુઓ PHOTOS

ગૌહર ખાન અને ઝૈદ દરબાર

ઝૈદ દરબાર (Zaid Darbar) અને ગૌહર ખાન (Gauahar Khan)એ 25 ડિસેમ્બર 2020નાં લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ ગૌહર ખાન સીધા જ તેમની અપકમિંગ ફિલ્મની શૂટિંગ માટે લખનઉ ચાલી ગઇ હતી. હવે તક મળતાં જ આ જોડી ઉદયપુર પહોંચી છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં 'તાંડવ' (Tandav) વેબ સીરીઝમાં નજર આવી રહી છે. એક્ટ્રેસ ગૌહર ખાન હાલમાં તેનાં પતિ ઝૈદ દરબાર (Zaid Darbar)ની સાથે ઉદયપુરમાં તેનું હનીમૂન એન્જોય કરી રહી છે. નવી નવેલી દુલ્હન ગૌહર ખાન (Gauahar Khan) લગ્નનાં આગલા દિવસે જ કામ પરથી પરત આવી ગઇ હતી. પણ હવે તે શૂટિંગ અને પ્રમોશન બધુ જ પૂર્ણ કરી ઉદેપુરમાં રજાઓ ગાળી રહી છે. ગૌહરે તેનાં હનીમૂનની કેલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

ગૌહરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ફિલ્મ દોસ્તાનનાં ગીત 'જાને ક્યૂ' પર ડાન્સ કરતી નજર આવે છે. હમેશાની જેમ આ વખતે પણ ગૌહર ખુબજ સુંદર દેખાઇ રહી છે. ગૌહરની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'હું મારા પતિની સાથે ટ્રિપ પર છું. તે મને ખુબ ખુશી આપે છે. ઝૈદ દરબારની સાથે આ મારું પહેલું વેકેશન છે.'








View this post on Instagram






A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)






પહેલી વખત ઝૈદ દરબાર અને ગૌહર ખાન ઉદયપુર વેકેશન પર ગયા છે. ઝૈદે પણ તેનાં ઉદયપુર વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઝૈદે લખ્યુ છે કે, 'ફાઇનલી અમારો ટાઇમ,' જેનાં પર ફેન્સ ખુબજ પ્રેમ લુંટાવી રહ્યાં છે.








View this post on Instagram






A post shared by Zaid Darbar (@zaid_darbar)






જોકે, ઝૈદ અને ગૌહરનાં લગ્ન બાદ પહેલું વેકેશન છે. પણ લગ્નનાં થોડા દિવસ પહેલાં જ આ જોડી દુબઇમાં સાથે વેકેશન મનાવી પરત આવી છે.








View this post on Instagram






A post shared by Zaid Darbar (@zaid_darbar)













View this post on Instagram






A post shared by Zaid Darbar (@zaid_darbar)





આપને જણાવી દઇએ કે, ઝૈદ દરબાર અને ગૌહર ખાને 25 ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ ગૌહર ખાન સીધી તેની અપકમિંગ ફિલ્મની શૂટિંગ માટે લખનઉ ચાલી ગઇ હતી. આ દિવસોમાં તે ફિલ્મ 'તાંડવ' અંગે ચર્ચામાં છે. ગૌહરની વેબ સીરીઝ 'તાંડવ' 15 જાન્યુઆરીનાં અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઇ છે. જેમાં સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં છે.
First published:

Tags: Gauhar Khan, Zaid Darbar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો