નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને કોરિયોગ્રાફર તથા યૂટ્યૂબર ધનશ્રી વર્મા (Dhanashree Verma) 22 ડિસેમ્બર, 2020ના રોજ લગ્નના બંધનથી બંધાઈ ગયા છે. નોંધનીય છે કે, ધનશ્રી વર્મા એક યૂટ્યૂબર અને કોરિયોગ્રાફરની સાથોસાથ ડૉક્ટર પણ છે. તેમાં કોઈ શક નથી કે ધનશ્રી જોરદાર ડાન્સ કરે છે. ધનશ્રી સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ડાન્સના વીડિયો શૅર કરતી રહે છે.
ધનશ્રી વર્માની યૂટ્યૂબ (YouTube) ચેનલ પણ છે, જ્યાં તે પોતાના ડાન્સના વીડિયોને શૅર કરતી રહે છે. યૂટ્યૂબ પર ધનશ્રીની ચેનલના 20 લાખથી વધુ સબ્સક્રાઇબર છે. આ દરમિયાન ધનશ્રીના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘દારૂ બદનામ’ ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી યુટ્યૂબ પર 73 લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. તમે પણ જુઓ ધનશ્રી વર્માના ડાન્સનો આ વાયરલ વીડિયો (Viral Video)...
નોંધનીય છે કે, ધનશ્રી વર્મા ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર પણ પોતાના ડાન્સના વીડિયોને શૅર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ધનશ્રીના લગભગ 25 લાખ ફોલોઅર્સ છે. બીજી તરફ યુજવેન્દ્ર ચહલ પોતાના ફની વીડિયોને કારણે સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલો રહે છે.
વિશેષમાં તેની પત્ની પોતાના ડાન્સના વીડિયોથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. ધનશ્રીની પોતાની ડાન્સ કંપની છે. બોલિવૂડ ટ્રેક (Bollywood Song Tracks) પર તે અનેકવાર ડાન્સ કરતી જોવા મળે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર