ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય ક્રિકેટ ટીમનાં દિગ્ગજ ખેલાડીમાંથી એક યુવરાજ સિંહે 9 જૂનનાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ શનિવારે યુવરાજ સિંહે તેની રિટાયરમેન્ટ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ક્રિકેટ જગતની જાણીતી હસ્તિઓની સાથે બોલિવૂડ કલાકાર અને બિઝનેસ જગતનાં લોકો પણ હતાં. યુવરાજે આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે એક તસવીર ખુબજ ચર્ચામાં છે આ તસવીરમાં યુવરાજ કિમ શર્મા સાથે નજર આવે છે.
જી હાં અન્ય એક તસવીરમાં યુવરાજ કીમ અને તેની પત્ની હેઝલ કીંચ સાથે નજર આવે છે. એક સમયે યુવરાજ અને કિમ એકબીજાને ડેટ કરતાં હતાં તે તેની એક્સ ગર્લફ્રેન્ડ હતી. આ તસવીરમાં યુવરાજ તેની પત્ની અને એક્સ ગર્લફ્રેન્ડની સાથે નજર આવે છે.
સોશિયલ મીડિયા પર આ તસવીર ખુબજ વાયરલ થઇ રહી છે. યુવરાજ એક તરફ પત્ની હેઝલનાં ખભે હાથ મુકીને ઉભો છે તો બીજો હાથ એક્સ ગર્લફ્રેન્ડનાં ખભા પર છે. આ ફોટોમાં ત્રણેય ખુબજ હળવાશભર્યા મૂડમાં છે. બ્રેકઅપ બાદ પણ યુવરાજ અને કિમ ઘણાં સારા મિત્રો છે તે આ તસવીર પરથી જાણી શકાય છે.