Home /News /entertainment /યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે કેવી રીતે થઇ પ્રેગનેન્ટ? ટ્રોલ થયા બાદ જણાવ્યું રહસ્ય

યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે કેવી રીતે થઇ પ્રેગનેન્ટ? ટ્રોલ થયા બાદ જણાવ્યું રહસ્ય

અરમાન મલિક અને તેની પત્નીઓએ પ્રેગ્નેન્સી પર થઈ રહેલા ટ્રોલિંગ પર ખુલીને વાત કરી

અરમાન મલિકની બે પત્નીઓ એકસાથે પ્રેગનેન્ટ હોવાના સમાચારે લોકોના હોશ ઉડાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ અરમાન અને તેની પત્નીઓને પૂછ્યું કે તેઓએ આ કેવી રીતે કર્યું? એક જ સમયે બે પત્નીઓ કેવી રીતે પ્રેગનેન્ટ થઈ? હવે એક ઈન્ટરવ્યુમાં અરમાન મલિક અને તેની પત્નીઓએ પ્રેગ્નેન્સી પર થઈ રહેલા ટ્રોલિંગ પર ખુલીને વાત કરી અને જણાવ્યું કે આખરે હકીકત શું છે.

વધુ જુઓ ...
જ્યારથી ફેમસ યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે પ્રેગનેન્ટ થઈ છે ત્યારથી તેઓ સતત ચર્ચા છે. અરમાન મલિકે પત્નીની પ્રેગ્નન્સીના સમાચાર શેર કરતા જ તેને શુભેચ્છા આપવાને બદલે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. દરેકના મનમાં પ્રશ્ન છે કે આ કેવી રીતે શક્ય છે? હવે અરમાન પોતે અને તેની પત્નીઓએ આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે.

અરમાનની બંને પત્નીઓ એકસાથે કેવી રીતે પ્રેગ્નન્ટ થઈ?


હકીકતમાં, અરમાન મલિકની બે પત્નીઓ એકસાથે પ્રેગનેન્ટ હોવાના સમાચારે લોકોના હોશ ઉડાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ અરમાન અને તેની પત્નીઓને પૂછ્યું કે તેઓએ આ કેવી રીતે કર્યું? એક જ સમયે બે પત્નીઓ કેવી રીતે પ્રેગનેન્ટ થઈ?

આ પણ વાંચો :  ભોજપુરી ઉર્ફી જાવેદની હૉટનેસ સામે રિયલ ઉર્ફી પણ પડે ફિક્કી, કર્વી ફિગર જોઇને ચુકી જશો ધબકારો

હવે એક ઈન્ટરવ્યુમાં અરમાન મલિક અને તેની પત્નીઓએ પ્રેગ્નેન્સી પર થઈ રહેલા ટ્રોલિંગ પર ખુલીને વાત કરી અને જણાવ્યું કે આખરે હકીકત શું છે.

અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે કહ્યું- અમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે તેનો કોઈ વાંધો નથી, પરંતુ લોકોને ખબર નથી કે અમે કેવી રીતે પ્રેગ્નન્ટ થઈ ગયા. અમે અમારા બેબી બમ્પની તસવીરો શેર કરી છે, તેથી તે એક મોટા સમાચાર બની ગયા છે કે કેવી રીતે તે બંને એક સાથે પ્રેગનેન્ટ થઈ. તેની પાછળ એક કહાની છે કે કેવી રીતે અમે બંને એકસાથે પ્રેગ્નન્ટ થયા.

આ પણ વાંચો :  Video: ઉર્ફીએ પાતળી દોરી પર ટકેલી બ્રાલેટમાં બતાવ્યો હુસ્નનો જલવો, વાયરલ વીડિયોએ ભરશિયાળામાં કરાવ્યો ગરમીનો અહેસાસ

કૃતિકાએ આગળ કહ્યું – પાયલ કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકતી ન હતી, કારણ કે પાયલ પાસે માત્ર એક ફેલોપિયન ટ્યુબ છે, અન્ય મહિલાઓને બે ફેલોપિયન ટ્યુબ હોય છે. એટલા માટે ડોક્ટરે પાયલને કહ્યું કે તમારે IVF ટ્રાય કરવો પડશે. પરંતુ IVFમાં પાયલનું પહેલું પરિણામ નિષ્ફળ ગયું. જ્યારે પાયલનો IVF નિષ્ફળ ગયો, ત્યારે મારો બે-ત્રણ દિવસ પછી પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પછી અમે પાયલનો IVF ફરીથી કરાવ્યો. પાયલની IVF પ્રેગનેન્સીનું રિઝલ્ટ બીજી વખત પોઝિટિવ આવ્યું. આ રીતે અમે બંને પ્રેગનેન્ટ બની ગયા. અમારા બંનેની પ્રેગ્નન્સીમાં લગભગ 1 મહિનાનો તફાવત છે.


ટ્રોલિંગ પર અરમાન મલિકે શું કહ્યું?


બંને પત્નીઓ પ્રેગ્નન્ટ થઇ ત્યારે થયેલી ટ્રોલિંગ પર અરમાન મલિકે કહ્યું- જે લોકો નાના વિચારો ધરાવે છે તેઓ હંમેશા નાની જ કોમેન્ટ કરે છે. તે લોકો કહે છે કે તે બે પત્નીઓ સાથે એક જ ઘરમાં છે અને એક જ બેડ પર છે. આ બાબતો જાણવા માટે અમારો વ્લોગ જુઓ. મારો પરિવાર છે, હું એક ફોટો પોસ્ટ કરુ કે 10, તમે કહેનારા કોણ છો? લોકો શું કહે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી.
First published:

Tags: Pregnancy, Pregnant-women, Youtuber

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો