Home /News /entertainment /VIDEO: સાથે સુવા બનાવ્યો નવો બેડરુમ, અરમાનની બંને પત્નીએ વીડિયો શેર કરી બતાવ્યું ઘર

VIDEO: સાથે સુવા બનાવ્યો નવો બેડરુમ, અરમાનની બંને પત્નીએ વીડિયો શેર કરી બતાવ્યું ઘર

નવા મહેમાનની કરી રહ્યા છે તૈયારી

પાયલ મલિક અને કૃતિકા મલિક પતિ અરમાન મલિકની જેમ યુટ્યુબર છે. બંને પતિની જેમ વીડિયો બનાવે છે. હાલમાં જ તેમણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નવા ઘરનો નવો બેડરૂમ બતાવતી જોવા મળી રહી છે.

મુંબઈઃ યુટ્યુબર અને વીડિયો ક્રિએટર અરમાન મલિક અને તેની પત્ની પાયલ મલિક તેમજ કૃતિકા મલિક છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. કૃતિકા અને પાયલ આ બંને પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. પાયલ અને કૃતિકા એકસાથે ગર્ભવતી હોવાને કારણે ટ્રોલ થઈ રહી છે. આ દરમિયાન તેની ઈન્સ્ટા રીલ, વીડિયો અને યુટ્યુબ વીડિયો પણ ખૂબ જોવામાં આવી રહ્યા છે. પાયલ અને કૃતિકાએ તાજેતરમાં અરમાન મલિકની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ તેમના નવા ઘરની ઝલક બતાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે એક મોટો કસ્ટમાઈઝ્ડ પલંગ પણ બતાવ્યો, જે લોકોને અટ્રેક્ટ કરી રહ્યો છે.

વીડિયોમાં પાયલ મલિક અને કૃતિકા મલિક જણાવે છે કે તે પોતાની પ્રેગ્નન્સીને લગતા કેટલાક ટેસ્ટ અને સ્કેન કરાવવા ડૉક્ટર પાસે ગઈ હતી. કૃતિકા તેની દવા પણ બતાવે છે. આ પછી, કૃતિકા અને પાયલ તેમના ઘરની ખૂબ જ હલકી ઝલક બતાવીને આખું ઘર બતાવવાની ના પાડી દે છે. પરંતુ તેણી તેની સૌથી પ્રિય અને ખાસ જગ્યા બતાવે છે.

આ પણ વાંચોઃ ડ્રગ્સ કાંડમાંથી છૂટયા બાદ હવે શાહરુખનો દીકરો શરૂ કરશે દારૂની બ્રાન્ડ

પાયલ મલિક અને કૃતિકા મલિકની ખાસ જગ્યા તેમનો મોટો બેડરૂમ છે. આ બેડરૂમમાં ઘણો મોટો પલંગ છે. પાયલ કહે છે કે તેણીએ આ પલંગ કસ્ટમાઇઝ કર્યો છે જેથી તેનો આખો પરિવાર એટલે કે તે, કૃતિકા, અરમાન અને તેમનો પુત્ર આવી શકે. તેણીએ પલંગની બાજુના અરીસા પરનો પ્રકાશ પણ બતાવ્યો.

કૃતિકા મલિક કહે છે, “આ માસ્ટર પલંગને અમે સ્પેશ્યલી બોલાવીને બનાવડાવ્યો છે. જેથી અમે બધા લોકો સાથે સુઈ શકીએ. પહેલા ઘરમાં એવું થતુ હતું કે, અમારે અહીં-તહીં એમ સુવુ પડતું હતું. કારણકે પલંગ નાના હતા." ત્યારબાદ તેણી જણાવે છે કે તેણીને ગાદલું પણ સ્પેશ્યલ બોલાવીને બનાવડાવ્યુ છે. જેનાથી તમામ લોકો આવી શકે. પાયલ તેને વિસ્તારથી બતાવતા જણાવે છે કે ખૂબ જ જલ્દી તેમનો પરિવાર મોટો થવાનો છે, તેથી આ પલંગ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ શું કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ છે? વધેલા પેટને જોઈને ફરી અટકળોના વમળમાં ફ્સાઈ

" isDesktop="true" id="1300640" >

પાયલ-કૃતિકા આવનારા બાળકો માટે તૈયારી કરી રહી છે


આ વીડિયો જોયા બાદ કહી શકાય કે પાયલ અને કૃતિકાએ આવનારા બેબીઝની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે નવું ઘર લીધું છે અને આખા પરિવાર માટે એક મોટો પલંગ બનાવ્યો છે.
First published:

Tags: Armaan malik, Entertainment news, મનોરંજન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો