Home /News /entertainment /યુટ્યુબર અરમાન મલિકની બંને પ્રેગનેન્ટ પત્નીઓ જોરદાર બાખડી, હોટેલ રૂમમાં થયો હાઇ વોલ્ટેજ ડ્રામા
યુટ્યુબર અરમાન મલિકની બંને પ્રેગનેન્ટ પત્નીઓ જોરદાર બાખડી, હોટેલ રૂમમાં થયો હાઇ વોલ્ટેજ ડ્રામા
Photo : @armaan__malik9 Instagram
યુટ્યુબર અરમાન મલિક આજકાલ તેની બંને પત્ની અને પુત્ર સાથે વેડિંગ ફંક્શન એન્જોય કરી રહ્યો છે. જોકે લગ્નની ધૂમ વચ્ચે અરમાનની કાર ચોરાઈ ગઈ છે. અરમાને તેના બ્લોગમાં આ માહિતી આપી છે. આ સાથે લગ્ન દરમિયાન હોટલના રૂમમાં અરમાનની પત્નીઓ વચ્ચે ઝઘડો પણ જોવા મળ્યો છે. ઝઘડો કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી. પરંતુ પાયલ અને કૃતિકા વચ્ચે જોરદાર બોલાચાલી થતી જોવા રહી છે.
યુટ્યુબર અરમાન મલિક તેના બે લગ્નોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ અરમાન તેની બે પત્નીઓ કૃતિકા અને પાયલ સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. જો કે પાયલ અને કૃતિકા વચ્ચે ઘણો પ્રેમ છે, પરંતુ હોટલમાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. અરમાને તેનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે.
જેમાં બંને વચ્ચે કેટફાઇટ જોવા મળે છે. ઝઘડા વચ્ચે પાયલ રૂમ છોડીને બહાર નીકળી જાય છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરમાન મલિક થોડા દિવસો પહેલા તેની બંને પત્નીઓ એક સાથે પ્રેગનેન્ટ હોવાના સમાચાર શેર કરીને ચર્ચામાં આવ્યો હતો.
આ પછી, અરમાન અને બંને પત્નીઓને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે ફેન્સે પણ બંનેના આ પ્રેમથી ભરપૂર ઝઘડા પર કોમેન્ટ કરી છે.
ઘરમાં થઇ ચોરી
અરમાન મલિકના ઘરમાં પણ ઘણી સમસ્યાઓ આવી ગઇ છે. અરમાનની કાર ચોરાઈ ગઈ છે. અરમાનની પત્ની પાયલે બ્લોગમાં કાર ચોરાઈ હોવાની માહિતી આપી છે. પાયલે જણાવ્યું કે કાર ચોરાઈ ગઈ છે. જેના કારણે મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. હકીકતમાં, અરમાનનો આખો પરિવાર તેના સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે હોટલમાં રોકાયો હતો. અરમાનની કાર અહીંથી ચોરાઈ ગઈ છે. જણાવી દઈએ કે અરમાન મલિક તેની બંને પત્નીઓ સાથે દિલ્હીમાં રહે છે. અરમાનના પરિવારમાં ઘણો પ્રેમ છે.
અરમાન મલિક છેલ્લા કેટલાક દિવસોથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. અરમાને બે લગ્ન કર્યા છે. અરમાને તેની પહેલી પત્ની પાયલ મલિકની મિત્ર કૃતિકા સાથે લગ્ન કર્યા હતા. અરમાન અને પાયલ મલિકે વર્ષ 2011માં લવ મેરેજ કર્યા હતા.
પાયલને એક પુત્ર પણ છે. પાયલે તેના દીકરાની બર્થ ડે પાર્ટીમાં તેની મિત્ર કૃતિકાને પણ ઇનવાઇટ કરી હતી. અહીંથી જ કૃતિકા અને અરમાનની દોસ્તી થઈ હતી. થોડા દિવસો પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પછી અરમાને કૃતિકા સાથે લગ્ન પણ કર્યા. હવે કૃતિકા પણ મા બનવા જઈ રહી છે. અરમાનની બંને પત્નીઓ એકસાથે પ્રેગનેન્ટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર