Home /News /entertainment /Video: યુટ્યુબર અરમાન મલિકની નવી 'ગર્લફ્રેન્ડે' ઘરમાં આવીને કર્યો તમાશો, બંને પ્રેગનેન્ટ પત્નીઓ થઇ ગઇ ધુંઆપુંઆ
Video: યુટ્યુબર અરમાન મલિકની નવી 'ગર્લફ્રેન્ડે' ઘરમાં આવીને કર્યો તમાશો, બંને પ્રેગનેન્ટ પત્નીઓ થઇ ગઇ ધુંઆપુંઆ
અરમાન સાથે એક ત્રીજી હસીના જોવા મળી
ફેમસ યુટ્યુબર અરમાન મલિક (YouTuber Armaan Malik) સાથે જોડાયેલો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અરમાનની નવી 'ગર્લફ્રેન્ડ'ને તેના ઘરે તમાશો કરતા જોઇ શકાય છે.
ફેમસ યુટ્યુબર અરમાન મલિક (YouTuber Armaan Malik) અવારનવાર કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. અરમાન મલિકની બંને પત્નીઓ હાલ પ્રેગનેન્ટ છે. હાલમાં જ કૃતિકા મલિક (Kritika Malik) અને પાયલ મલિક(Payal Malik)ના બેબી શાવરનું ફંક્શન રાખવામાં આવ્યું હતું.
યુટ્યુબરના ઘરે ગમે તે સમયે કિલકારીઓ ગૂંજી શકે છે. આ વચ્ચે ઇન્ટરનેટ પર અરમાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં અરમાન સાથે એક ત્રીજી હસીના જોવા મળી રહી છે.
હાલમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અરમાન મલિકની નવી 'ગર્લફ્રેન્ડ' તેના ઘરે પહોંચીને તમાશો કરતી જોવા મળે છે. એક યુવતી અચાનક અરમાનના ઘરે આવે છે અને યુટ્યુબરે તેને દગો આપ્યો હોવા વિશે વાત કરવાનું શરૂ કરે છે. અહીં આ દરમિયાન અરમાન પણ થોડો નર્વસ દેખાતો હતો.
" isDesktop="true" id="1349629" >
વીડિયોમાં યુવતી વારંવાર કહેતી સંભળાય છે કે અરમાન 4 દિવસથી ન તો તેનો ફોન ઉપાડી રહ્યો છે અને ન તો તેના કોઈ મેસેજનો જવાબ આપી રહ્યો છે. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે જ યુટ્યુબરની બંને પત્નીઓ પણ ત્યાં પહોંચી જાય છે. ઘરની અંદર આ નવી યુવતી તેના પતિ પર આ રીતે બૂમો પાડતી જોઈને પાયલ યુવતીને તેનો પરિચય પૂછે છે. તેના પર યુવતીએ દાવો કર્યો કે તે લગભગ અઢી વર્ષથી અરમાનને ડેટ કરી રહી છે. બંને જીમમાં મળ્યા હતા અને ત્યારથી તેઓ રિલેશનશિપમાં છે.
અહીં યુવતીને બધી પોલ ખોલતા જોઈને અરમાન પહેલા તો તેને ઓળખવાથી જ ઇનકાર કરી દે છે. જો કે, જ્યારે તે પૂરાવા આપવાની વાત કરે છે, ત્યારે અરમાન વાત ફેરવતો જોવા મળે છે. આ પછી બંને પત્નીઓ ગુસ્સે થઈ ગઈ. પાયલ અને કૃતિકા બંને યુટ્યુબર પર ભડકે છે. લગભગ 9 મિનિટના આ વીડિયોમાં ઉગ્ર દલીલો ચાલી રહી છે. જો કે, પાછળથી અરમાને ખુલાસો કર્યો કે આ વીડિયો તેના ફેન્સ માટે પ્લાન કરવામાં આવ્યો હતો. એટલે કે લગભગ 9 મિનિટ સુધી ચાલેલો આ હાઈવોલ્ટેજ ડ્રામા માત્ર એક પ્રેન્ક હતો.
જણાવી દઈએ કે અરમાને વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 2018 માં લગભગ 7 વર્ષ પછી, તેણે પાયલની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા સાથે લગ્ન કર્યા. આ મામલાને લઈને પાયલ મલિકે તેના એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે જે ક્ષણે તેને કૃતિકા અને અરમાનના રિલેશનશિપ વિશે ખબર પડી ત્યારે તે તેને છોડીને તેના પિયર ચાલી ગઈ હતી. જો કે, પછી તે અરમાનથી વધુ સમય દૂર રહી શકી નહીં અને બાદમાં તેણે કૃતિકાને પણ અપનાવી લીધી. આજે ત્રણેય ખુશીથી સાથે રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર