મુંબઈ. નોરા ફતેહી (Nora Fatehi) બોલિવૂડ (Bollywood) ઇન્ડસ્ટ્રીની સૌથી શાનદાર ડાન્સર માનવામાં આવે છે. અનેકવાર અભિનેત્રી પોતાના ડાન્સના માધ્યમથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી જોવા મળી છે. પોતાની સુંદરતાની સાથે જ ડાન્સના દમ પર નોરા ફતેહીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન ઊભું કરી દીધું છે. આ દરમિયાન યૂટ્યૂબ (Youtube) પર એક વીડિયોમાં ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં કેટલીક સુંદર યુવતીઓ ‘ઓ સાકી સાકી’ (O Saki Saki) સોન્ગ પર જોરદાર ડાન્સ કરી રહી છે. સાડી પહેરીને પાણીમાં ભીંજાતા-ભીંજાતા આ યુવતીઓ ખૂબ જ બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ ડાન્સ વીડિયોને યૂઝર્સની વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયો એન્જેલા ચૌધરી નામની ચેનલ પરથી યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં પણ એન્જેલા ચૌધરી બે અન્ય યુવતીઓ સાથે જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકોને પનણ આ ડાન્સ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
YouTube પર ઓ સાકી સાકીને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતમાં નોરા ફતેહીનો અંદાજ જોઈને દરેક વ્યક્તિ તેને ફોલો કરવા લાગે છે. લોકોને આ ગીત ખૂબ પસંદ આવ્યું કે બે વર્ષ બાદ પણ હજુ પણ કોઈ ગીત સાંભળે છે તો તેની સાથે ઝૂમવા લાગે છે. અનેક યુવા પણ ગીતના ડાન્સ સ્ટેપને ફોલો કરીને પોતાના ડાન્સ વીડિયો શૅર કરી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર