VIDEO: 'નાચ મેરી રાની' પર નોરા ફતેહીને ટક્કર આપી રહી છે આ શર્મા સિસ્ટર્સ

VIDEO: 'નાચ મેરી રાની' પર નોરા ફતેહીને ટક્કર આપી રહી છે આ શર્મા સિસ્ટર્સ
શર્મા સિસ્ટર્સે કર્યો દમદાર ડાન્સ

ગુરુ રંધાવા (Guru Randhawa)નું ગીત 'નાચ મેરી રાની' (Naach Meri Rani)નું ક્રેઝ યુવાઓમાં એટલો વધી ગઇ છે. ઘણાંએ આ સોન્ગ પર ડાન્સ કરીને તેમનાં વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરવાનું શરૂ કરી દીધુ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ડાન્સનાં દમ પર પોતાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi)નું એક સોન્ગ સોશિયલ મીડિયા પર છવાઇ ગયુ છે. ગુરુ રંધાવા (Guru Randhawa)નું ગીત 'નાચ મેરી રાની' (Naach Meri Rani)માં નોરાએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેની ચર્ચા ઇન્ટરનેટ પર ખુબ થઇ રહી છે. આ ગીતનો ક્રેઝ યુવાઓમાં પણ ભારે છે. કેટલાંકયે આ ગીત પર ડાન્સ કરીને તેમનાં વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરવાનું શરૂ કરી દીધુ છે.

    એન્ટરનેટ પર જોવા મળ્યો શર્મા સિસ્ટર્સનો જલવો- આ સિરીઝમાં યૂટ્યૂબ પર પોતાનાં ડાન્સથી પ્રખ્યાત શર્મા સિસ્ટર્સે પણ 'નાચ મેરી રાની' પર ખુબ ડાન્સ કર્યો હતો. અને લોકોનાં દિલ જીતી લીધા છે. બંને બહેનો તાન્યા શર્મા અને કૃતિકા શર્માએ આ ગીત પર સુંદર ડાન્સ કર્યો છે. બંને તેમનાં ડાન્સ સ્ટેપ પર લોકોને ઝુમવા પર મજબૂર કરે છે. આપ પણ જુઓ શર્મા સિસ્ટર્સનો આ વાયરલ વીડિયો.





    આપને જણાવી દઇએ કે, ગુરુ રંધાવાનું આ સોન્ગ અને લીરિક્સ ડાન્સિંગ સ્ટેપ અને મ્યૂઝિકનો પરફેક્ટ કોમ્બો છે. જે સાંભળ્યા બાદ કોઇપણ ઝુમવા લાગે. ગીતમાં નોરા પહેલાં રોબોટ રૂપમાં નજર આવે છે. જેને કારણે આ ગીતમાં તેને ડાન્સિંગમાં રોબોટિક્સ ટચ પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા તે લોકો માટે એક વરદાન સમાન છે જેમનાં ટેલેન્ટની કમી નથી પણ તેમને તે રજૂ કરવા માટે એક પ્લેટફર્મની જરૂર છે. આજે સોશિયલ મીડિયા પર આપ આપનું ટેલેન્ટ દર્શાવી શકો છો અને પોતાની અલગ છાપ ઉભી કરી શકો છો.
    Published by:Margi Pandya
    First published:November 02, 2020, 15:39 pm

    ટૉપ ન્યૂઝ