Hungama 2: રાજ કુંદ્રાના હંગામાની વચ્ચે શિલ્પા શેટ્ટીની ફિલ્મનું ટાઈટલ ટ્રેક થયુ રિલીઝ, જોરદાર લગાવ્યા ઠુમકા

Hungama 2: રાજ કુંદ્રાના હંગામાની વચ્ચે શિલ્પા શેટ્ટીની ફિલ્મનું ટાઈટલ ટ્રેક થયુ રિલીઝ, જોરદાર લગાવ્યા ઠુમકા
તસવીર- Youtube

શિલ્પા શેટ્ટી કોમેડી ફિલ્મ 'હંગામા 2(Hungama 2)' દ્વારા ટૂંક સમયમાં જ મોટા પડદે કમબેક કરવા માટે તૈયાર છે. થોડા સમય પહેલા જ ફિલ્મના નિર્માતાઓએ તેનું ટાઇટલ ટ્રેક 'હંગામા હો ગયા' રિલીઝ કર્યું હતું.

  • Share this:
    મુંબઈ: શિલ્પા શેટ્ટી કોમેડી ફિલ્મ 'હંગામા 2(Hungama 2)' દ્વારા ટૂંક સમયમાં જ મોટા પડદે કમબેક કરવા માટે તૈયાર છે. થોડા સમય પહેલા જ ફિલ્મના નિર્માતાઓએ તેનું ટાઇટલ ટ્રેક 'હંગામા હો ગયા' રિલીઝ કર્યું હતું. જેમાં શિલ્પા શેટ્ટી જોરદાર ઠુમકા મારતી જોવા મળી હતી. શિલ્પાનો આ અંદાજ જોઈને ફેન્સ તેના પર લટ્ટું થઈ ગયા છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું હતું. જેમાં શિલ્પા શેટ્ટી જાવેદ જાફરીની પુત્ર મીઝાન જાફરીની સાથે જોવા મળી હતી.

    શિલ્પા શેટ્ટી અને મીઝાન જાફરી સ્ટારર હંગામા હો ગયા (Hungama Ho Gaya) હાલમાં જ રીલીઝ થયું છે. જેમાં શિલ્પા શેટ્ટીનો આ અંદાજ જોવા લાયક છે. જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં પર લોકો સોન્ગને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. યુઝર્સેના રીસ્પોન્સ પરથી જાણી શકાય છે કે લોકોને આ સોન્ગ પસંદ નથી આવી રહ્યું, જેનું કારણ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો પોર્ન ફિલ્મોનો કેસ છે.



    મહત્વનું છે કે, ફિલ્મની મુખ્ય લીડ મીઝાન જાફરી બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીનો પુત્ર છે. આ દિવસોમાં મીઝાન અમિતાભ બચ્ચનની પૌત્રી નંદા સાથે તેના ડેટિંગ રૂમર્સ વિશે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તે જ સમયે, બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ્સ પર પ્રતિસાદ આપતા રહે છે.

    આ પણ વાંચો: પોર્નોગ્રાફીના ધંધામાં ક્યારેક સાથે હતા કુન્દ્રા અને શર્લિન ચોપડા, પૈસાને લઇને તૂટી સમજૂતી



    આ પણ વાંચો: 'શિલ્પાને બધી ખબર છે, તે રાજ કુંદ્રાની કંપનીમાં ડાયરેક્ટર છે,' આ મોડલે કહી દીધી મોટી વાત

    2003 માં આવેલી ફિલ્મ હંગામાની સિક્વલ હંગામા 2 23 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ 'હંગામા -2' ડિઝની + હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2003માં રિલીઝ થયેલી હંગામા ફિલ્મમાં પરેશ રાવલ, સોમા આનંદ, અક્ષયે ખન્ના, રિમી સેન અને આફતાબે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કોમેડી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.
    Published by:kuldipsinh barot
    First published:July 21, 2021, 17:30 IST