મુંબઈ. બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત (Madhuri Dixit) પોતાની શાનદાર એક્ટિંગ ઉપરાંત સુંદર ડાન્સ માટે પણ જાણીતી છે. તેની ગણતરી ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ડાન્સર્સમાં થાય છે. તેના કારણે જ તે એક સુપર પોપ્યુલર ડાન્સ રિયાલિટી શોને જજ કરે છે. માધુરી દીક્ષિતની ફિલ્મ ‘લજ્જા’ (Lajja) 20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરી દીક્ષિતનું ડાન્સ સોન્ગ ‘બડી મુશ્કિલ’ (Badi Mushkil) આજે પણ લોકોનું પસંદગી પૈકીનું એક ગીત છે.
જે ગ્રેસથી માધુરી દીક્ષિતે આ ગીત પર પર્ફોર્મ કર્યું હતું, ભાગ્યે જ તેને કોઈ ટક્કર આપી શકે. પરંતુ, હાલના સમયમાં આ સુપરહિટ ડાન્સ નંબર પર એક યુવતીનો ડાન્સ વીડિયો (Dance Video) ખૂબ જ ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે.
આ યુવતીનું નામ છે કાશિકા સિસોદિયા (Kashika Sisodia), જેણે માધુરી દીક્ષિતના ‘બડી મુશ્કિલ’ ગીત પર શાનદાર ડાન્સ કરીને લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. કાશિકાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર છવાઈ ગયો છે. જોકે, વીડિયો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ પોતાના શાનદાર ડાન્સ સ્ટેપ્સથી કશિકા લોકોને પોતાના દિવાના બનાવી રહી છે. " isDesktop="true" id="1113790" >
વીડિયોમાં કશિકા સિસોદિયા રેડ સાડી અને રેડ બ્લાઉઝમાં જોવા મળી રહી છે. કશિકાના આ વીડિયોને યૂટ્યૂબ પર અત્યાર સુધી 11 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. બીજી તરફ વીડિયો 173 K લાઇક્સ મળી ચૂકી છે. તો બીજી તરફ કેટલાક નેગેટિવ રિવ્યૂ પણ મળ્યા છે. અનેક યૂઝર કોમેન્ટ કરીને કશિકા સિસોદિયાના ડાન્સના વખાણ કરી રહ્યા છે અને તેને સુપર ટેલેન્ટ હોવાની વાત પણ કહી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર