એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવીની એક્ટ્રેસ ગૌહર ખાન (Gauahar Khan) હાલમાં તેનાં લગ્નને કારણે ઘણી ચર્ચામાં હતી. લગ્ન બાદ તેનાં પેન્સે તેને એક ટ્રીટ આપી છે. વર્ષ 2014માં આવેલો રાહત ફતેહ અલી ખાન (Rahat Fateh Ali Khan)નો મ્યૂઝિક વીડિયો આપને યાદ હશે. જેમાં ગૌહર તેનાં એક્સ બોયપ્રેન્ડ કુશાલ ટંડન (Kushal Tandon) સાથે નજર આવી હતી. આ સોન્ગનાં બોલ છે 'જરૂરી થા' (Zaroori tha). લોકોએ આ સોન્ગને ઘણું પસંદ કર્યુ અને હવે આ સોન્ગ વન બિલિયન ક્લબમાં શામેલ થઇ ગયું ચએ. જેનાં પર સારા સમાચારએ છે કે, આ એક્સ કપલે તેને ઘણી જ પોઝિટિવ રીતે લીધુ છે અને તેમનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ખબર પણ શેર કરી છે.
ગૌહર ખાન (Gauahar Khan) અને કુશલ ટંડન (Kushal Tandon)નું આ ગીત મ્યૂઝિક આલ્બમ 'બેક 2 લવ'નો ભાગ છે. જે વર્ષ 2014નાં જૂન મહિનામાં રિલીઝ થુ હતું. ગૌહર ખાને તેનાં ફએન્સને સોશિયલ મીડિયા પર આભાર માન્યો છે. ગૌહરે તેનાં ટ્વિટર પેજ પર ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'હું આ સૌભાગ્યશાળી પ્રોજેક્ટનો ભાગ બનવા માટે ખુબજ ભાગ્યશાળી છું. પ્રેમ માટે ધન્યવાદ'
પ્રખ્યાત સિંગર રાહત ફતેહ અલી ખાનનાં ગીત 'જરૂરી થા'ને યૂટ્યૂબ પર સૌં કરોડથી વધુ વ્યૂઝ મળતાં તેઓ પણ ઘણાં ખુશ છે અને તેમને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, 'આપનો પ્રેમ અમને ત્યારે પણ જરૂરી હતો અને આજે પણ છે. હું તમામનો આભાર વ્યક્ત કુ છું આપે તેને પસંદ કર્યું અને આ ઉંચાઇ સુધી પહોંચાડ્યું. સાંભળતા રહો અને શેર કરતાં રહો.'