'બેલી ડાંસ' શીખવો છે, તો અહીં Youtube પર લો Tips, નોરા ફતેહી છે બેસ્ટ ટીચર

News18 Gujarati
Updated: August 27, 2018, 10:29 AM IST
'બેલી ડાંસ' શીખવો છે, તો અહીં Youtube પર લો Tips, નોરા ફતેહી છે બેસ્ટ ટીચર
નોરા ફતેહી (ફાઈલ ફોટો)

આ ડાંસર સિવાય પણ તમે કોઈ બેલી ડાંસરને જાણતા હોવ, જે યુ-ટ્યૂબ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોય તો અમને ફેસબુક પેજ પર આવી જરૂરથી બતાવો.

  • Share this:
બેલી ડાંસ કરવો સરળ નથી. પેટ અને કમરના ભાગને એક રિધમ સાથે હલાવીને કરવાના આ ડાંસ માટે ઘણો સ્ટેમીના જોઈએ. મિસ્ર અને અરબમાં શરૂ થયેલો આ ડાંસ કોઈ જશ્ન સમયે કરવામાં આવે છે. જોકે, હવે આ ડાંસ ફિટનેસ રિધમ પણ બની ગયો છે, સિક્સ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં સૌથી શાનદાર બેલી ડાંસર તરીકે નોરા ફતેહીનું નામ લઈ શકાય છે. બિગ બોસમાં ભાગ લઈ ચુકેલી નોરાના બેલી ડાંસનો નમુનો ભર-દિલભર ગીતમાં પણ જોવા મળ્યો હતો અને યુ-ટ્યૂબ પર પણ નોરા અને તેની જેવા કેટલાક લોકો બેલી ડાંસ શીખવાડે છે. આજની યુ-ટ્યૂબ સ્ટોરીમાં મળીએ બેલી ડાંસ ટીચરને...

1 - નોરા ફતેહી
નોરા ફતેહીનું હાલમાં આવેલું ગીત 'દિલબર-દિલબર' ખુબ પ્રચલિત થઈ રહ્યું છે. આ ગીતમાં નોરાનો બેલી ડાંસ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, પરંતુ બેલી ડાંસના આના કરતા પણ ખુબ સરત વીડિયો તેમની યૂ-ટ્યૂબ ચેનલ પર મળી જશે. ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ'ના ગીત 'સ્વેગ સે સ્વાગત'માં પણ નોરાએ ડાંસ કર્યો હતો. નોરાના આ ચેનલ પર રહેલા વીડિયોને ફોલો કરી તમે તેના જેવો ડાંસ કરવાનું શીખી શકો છો.2 - બંજારા સ્કૂલ ઓફ ડાંસ
સેલિબ્રિટી ડાંસ ઈન્સ્ટ્રક્ટર મેહર મલિકની ચેનલ બંજારા સ્કૂલ ઓફ ડાંસ પર તમને ડાંસિંગના કેટલાએ વીડિયો મળશે. પરંતુ બેલી ડાંસની પ્રોપર ક્લાસ માટે આનાથી સારી ચેનલ તમને કદાચ નહી મળે. મેહર મલિક ખુદ ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં બેલી ડાંસ કરી ચુકી છે, અને તે આ ચેનલ પર તમને ખુબ તસલ્લી સાથે શીખવાડે છે કે, કેવી રીતે તમે માટે બેસ્ટ મૂવ કરી શકો છો.

3 - દિપાલી વશિષ્ઠ
દિપાલી વશિષ્ઠ એક યુવા બેલી ડાંસર છે, અને હમણાં જ કેટલાક વીડિયો તેણે યુ-ટ્યૂબ પર અપલોડ કર્યા છે. દિપાલીની ખાસીયત છે કે, તે પોતાના વીડિયોમાં બેલી ડાંસને ભારતીય નૃત્ય સાથે ફ્યૂઝ કરે છે. યૂ-ટ્યૂબ પર હાલમાં તેના ઓછા ફોલોઅર્સ છે, પરંતુ ધીરે ધીરે તેના ડાંસના ચાહકો વધી રહ્યા છે. દીપાલીને તમે કોઈ ખાસ મૂવ વીશે જાણકારી લેવા કોમેન્ટ પણ કરી શકો છો.4 - પાયલ ગુપ્તા ડાંસ અકાદમી
જાણીતી બેલી ડાંસર પાયલ ગુપ્તા આમ તો તમામ પ્રકારના ડાંસ ક્લાસીસ ચલાવે છે, પરંતુ પાયલ ગુપ્તા ડાંસ અકાદમી નામના યુ-ટ્યૂબ ચેનલ પર તેમણે બેલી ડાંસના શાનદાર વીડિયો મુક્યા છે. આ વીડિયોથી તમે બેલી ડાંસના કેટલાએ સ્ટેપ્સ સીખી શકો છો અને પાયલની અકાદમીમાં જઈને પણ આ ડાન્સનો એડવાન્સ કોર્સ કરી શકો છો.5 - ઈસાન હિલાલ
ભારતનો એકમાત્ર મેલ બેલી ડાંસર ઈશાન હિલાલને કેટલીએ વખત આલોચનાનો સામનો કરવો પડ્યો. તે સમાન્ય રીતે ફિમેલ ડાંસ માનવામાં આવતા બેલી ડાંસનો ચેમ્પિયન છે, પરંતુ આ કારણથી તેને કેટલીએ વખત આલોચના સહન કરવી પડી છે. ઈશાન કેટલાએ ટીવી કાર્યક્રમમાં જોવામાં આવી ચુક્યો છે અને તે એક સારો ડાંસર છે. યુ-ટ્યૂબ પર તેના પણ કેટલાએ વીડિયો છે.આ ડાંસર સિવાય પણ તમે કોઈ બેલી ડાંસરને જાણતા હોવ, જે યુ-ટ્યૂબ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા હોય તો અમને ફેસબુક પેજ પર આવી જરૂરથી બતાવો.
First published: August 27, 2018
વધુ વાંચો
अगली ख़बर