Home /News /entertainment /Katrina Kaif Networth: કેટરિના કૈફની નેટવર્થ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, દેશમાં જ નહીં વિદેશમાં પણ કરોડોની સંપત્તિ છે

Katrina Kaif Networth: કેટરિના કૈફની નેટવર્થ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, દેશમાં જ નહીં વિદેશમાં પણ કરોડોની સંપત્તિ છે

કેટરિના કૈફની નેટવર્થ

કેટરિના કૈફે (Katrina Kaif)એ વર્ષ 2003માં ફિલ્મ બૂમ (Boom)થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આજે તેની કરિયર સફળતાની ઊંચાઈ પર છે. બોલિવૂડની કોઈપણ એક્ટ્રેસ માટે આ મુકામ સુધી પહોંચવું સરળ નથી. પોતાની કરિયરમાં કેટરિનાએ ઘણી એવી ફિલ્મો કરી છે જેના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે.

વધુ જુઓ ...
    કેટરિના કૈફે (Katrina Kaif)એ વર્ષ 2003માં ફિલ્મ બૂમ (Boom)થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આજે તેની કરિયર સફળતાની ઊંચાઈ પર છે. બોલિવૂડની કોઈપણ એક્ટ્રેસ માટે આ મુકામ સુધી પહોંચવું સરળ નથી. પોતાની કરિયરમાં કેટરિનાએ ઘણી એવી ફિલ્મો કરી છે જેના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે. તેમાંથી નમસ્તે લંડન ( Namastey London), એક થા ટાઈગર (Ek Tha Tiger) ધૂમ 3 (Dhoom 3) અને જબ તક હૈ જાન (Jab Tak Hai Jaan) જેની ઘણી ફિલ્મો છે. કેટરિના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અમીર એક્ટ્રેસિસમાંની એક છે. આજે અમે તમને જણાવીશું કેટરિનાની ટોટલ નેટવર્થ વિશે.

    કેટરિના કૈફ તે એક્ટ્રેસિસમાંની છે જે ન માત્ર પોતાની ફિલ્મોથી પરંતુ જાહેરાત દ્વારા પર મોટી રકમ કમાય છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તે પોતાની એક ફિલ્મ માટે 10 અથવા 12 કરોડ રૂપિયા સુધી ફી ચાર્જ કરે છે. એટલું જ નહીં કેટરિના કૈફ લક્સ, પેનાસોનિક, અને ઓપ્પો જેવી ઘણી મોટી બ્રાન્ડ્સની એડ શૂટ કરીને પણ મોટી રકમ વસૂલે છે. રિપોર્ટ્સના આધારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના પોતાની દરેક એડ માટે 6થી 7 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તેની ટોટલ નેટવર્થ 230 કરોડ રૂપિયાની આસપાસ છે.

    આ પણ વાંચોઃ કેટરિના કૈફ અને વિકી કૌશલે ખાસ અંદાજમાં માલદીવમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો: ગિફ્ટનો ફોટો શેર કર્યો

    આલિશાન ઘર અને ગાડીઓનું કલેક્શન


    મુંબઈમાં કેટરિના કૈફ આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઘરમાં તેને પોતાની પસંદગીની દરેક સારી વસ્તુઓથી સજાવટ કરી છે. કહેવામાં આવે છે કે આ એપાર્ટમેન્ટની કિંમત 8 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં મુંબઈ સિવાય કેટરિના કૈફની પાસે લંડનમાં પણ એક શાનદાર બંગલો છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. કેટરિનાને કારનો ઘણો શોખ છે. તેની ગાડીઓના કલેક્શનમાં 42 લાખની ઓડી ક્યુ3, 50 લાખની મર્સિડીઝ એમએલ350 અને 80 લાખની ઓડી ક્યૂ7 સામેલ છે.


    ટાઈગર 3ને લઈને વ્યસ્ત છે કેટરિના


    સોશિયલ મીડિયા પર પણ કેટરિના કૈફ ઘણી એક્ટિવ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર તે સમયાંતરે ફેન્સને પોતાની દરેક અપડેટ શેર કરતી રહે છે. તે અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3 (Tiger 3)ને લઈને પણ ચર્ચામાં છે. પોતાના વ્યસ્ત શિડ્યુઅલના કારણે તે ઘણી વ્યસ્ત પણ છે. સલમાનની આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં કેટરિના કૈફ એક વખત ફરીથી મોટા પડદા પર પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે કેટરિનાનાં ફેન્સ ટાઈગર 3ની રિલીઝને લઈને ઘણા ઉત્સાહિત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywood actress, Katrina kaif, Net worth

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन