વર્તમાન સમયે સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)નું ઘર મન્નત (Mannat) ખૂબ ચર્ચામાં છે. તેને મુંબઈનું આઈકોનિક પ્લેસ પણ કહેવામાં આવે છે. થોડા દિવસો પહેલા જ કિંગ ખાનના શાહી નિવાસસ્થાન 'મન્નત' (Mannat) ને નવી સ્ટાઇલિશ નેમપ્લેટ મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 'મન્નત'ની નવી નેમપ્લેટને લઈને ચાહકો ક્રેઝી બની ગયા હતા. પણ શું તમે જાણો છો કે શાહરૂખ ખાને આ નવી 'મન્નત' નેમપ્લેટ પર કેટલો ખર્ચ કર્યો છે?
બોલીવુડ લાઈફ ડોટ કોમના અહેવાલ મુજબ, મન્નતની નવી નેમપ્લેટ બીજા કોઈએ નહીં પણ શાહરૂખની પત્ની અને ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાને (Gauri Khan) ડિઝાઈન કરી છે. એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને જણાવ્યું છે કે શાહરૂખ ખાનની નવી મન્નત નેમપ્લેટ તેની ઈન્ટિરિયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તેણે પોતે જ તેમાં સુધારો સૂચવ્યો હતો અને તે લાંબા સમય પહેલા નક્કી કરવામાં આવ્યું હતું અને હવે આખરે તે કામ પૂરું થઈ ગયું છે.
20-25 લાખ રૂપિયા છે નવી નેમપ્લેટની કિંમત?
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ગૌરી ઘરની બોસ છે, જેથી શાહરુખ ખાન આ બાબતોમાં સામેલ નથી થતો અને તે જે પણ નિર્ણય લે છે, પરિવાર તેને ખુશીથી સ્વીકારે છે. આ નવી નેમપ્લેટ પર ફેન્સનો જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે સિલેક્શન ખરેખર ખૂબ સારું છે.
ગૌરી ખાનને ઘર માટે ખાન પરિવારના સ્ટાન્ડર્ડ સાથે મેળ ખાતું હોય તેવું કંઈક ક્લાસિક જોઈતું હતું. તેના આ નેમ પ્લેટ સ્પષ્ટપણે ગૌરી ખાનની ક્લાસિક પસંદગીને રિફ્લેક્ટ કરે છે. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નવી નેમપ્લેટની કિંમત 20-25 લાખ રૂપિયાની વચ્ચે છે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાનના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. અભિનેતા હવે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ પઠાણ (Pathaan)માં જોવા મળશે. આ સિવાય શાહરૂખ તમિલ સેન્સેશન નયનતારા સાથે એટલીની ફિલ્મનું શૂટિંગ પણ કરી રહ્યો છે. તેણે રાજકુમાર હિરાણી સાથે ડંકી નામના બીજા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ પણ છે અને તે ડિસેમ્બર 2023માં રિલીઝ થવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર