10 તોલા સોનું આવી જાય તેટલાં રૂપિયાનું પર્સ ગળામાં લટકાવેલી દેખાઇ કિયારા

News18 Gujarati
Updated: August 11, 2019, 3:15 PM IST
10 તોલા સોનું આવી જાય તેટલાં રૂપિયાનું પર્સ ગળામાં લટકાવેલી દેખાઇ કિયારા
આમ તો આ તસવીર જોઇને સમજી નહી શકો કે બેગ ક્યાં છે? શનૈલ બ્રાન્ડની આ બેગ સંપૂર્ણ રીતે કિયારાનાં ડ્રેસથી મેચિંગ છે

આમ તો આ તસવીર જોઇને સમજી નહી શકો કે બેગ ક્યાં છે? શનૈલ બ્રાન્ડની આ બેગ સંપૂર્ણ રીતે કિયારાનાં ડ્રેસથી મેચિંગ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કિયારા અડવાણી હાલમાં લાઇમ લાઇટ ખુબજ એન્જોય કરી રહી છે. 'કબીર સિંહ' બાદ તેની ફેન ફોલોઇંગમાં ખુબજ વધારો થઇ ગયો છે. જે કિયારાને ફક્ત 'લસ્ટ સ્ટોરીઝ'થી જાણતા હતાં તેમણે 'કબીર સિંહ'માં કિયારાનો એક અલગ અંદાજ જોયો. પણ હાલમાં અમે તેમની ફિલ્મ કે પરફોર્મન્સની નહીં પણ તેનાં મોંઘા પર્સ વિસે વાત કરવાનાં છીએ. કિયારા હાલમાં એક ખુબજ સ્ટાઇલિશ બેગની સાથે નજર આવી. આ બેગનો ભાવ સાડા ત્રણ લાખ રૂપિયા છે. જી હાં આપે બરાબર સાંભળ્યું છે આ બેગનો ભાવ સાડા ત્રણ લાખ રૂપિયા છે.

હવે આ તો કિયારા અડવાણી છે. બાકી તમારા મારા જેવા લોકો આટલાં રૂપિયામાં એક ફોરેન ટ્રિપ પર જઇ શકો છો. કે પછી તેનાંથી આજનાં સમયમાં જે રીતે એક તોલા સાનાનો ભાવ વધીને 36,000 રૂપિયા થઇ ગયો છે. આ સાડા ત્રણ લાખ રૂપિયામાંથી 10 તોલાની આસપાસ સોનું આવી જાય. તો આ બેગનો ભાવ 3,53,707 રૂપિયા છે.

આમ તો આ તસવીર જોઇને આપને ખબર નહીં પડે કે બેગ છે ક્યાં? 'શનૈલ' બ્રાન્ડની આ બેગ સંપૂર્ણ રીતે કિયારાનાં ડ્રેસની મેચિંગ છે. તેણે આ બેગ ગળામાં એવી રીતે પહેરી છે જાણે તે તેનાં ડ્રેસનો એક ભાગ જ હોય. પહેલી નજરે આ બેગની ડિઝાઇન સમજવી મુશ્કેલ છે. પણ ભાઇ આટલું મોંઘુ પર્સ જે કોઇની પાસે હોય તે તેને આવી રીતે ગળામાં લટકાવીને ફરે. તેને બેલ્ટ બેગ કહેવાયછે. અને ડોલરમાં તેનો ભાવ 5000 ડોલર છે. તો રૂપિયામાં વાત કરીએ તો આ બેગનો ભાવ 3,53,707 રૂપિયા છે.
First published: August 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading