#GlobalPrayersForSSR: સુશાંત માટે બાબા રામદેવે કર્યો હવન, બોલ્યા- 'એક્ટર અને તેનાં પરિવારને ન્યાય મળે'

News18 Gujarati
Updated: August 15, 2020, 5:25 PM IST
#GlobalPrayersForSSR: સુશાંત માટે બાબા રામદેવે કર્યો હવન, બોલ્યા- 'એક્ટર અને તેનાં પરિવારને ન્યાય મળે'
સુશાંત માટે બાબા રામદેવે કર્યો હવન

#GlobalPrayersForSSRની આ કડીમાં યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev)એ હરિદ્વારમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મની શાંતિ માટે હવન કર્યો છે. તેમણે કહ્યું કે, મે સુશાંતની બહેનો અને પરિવારજનો સાથે વાત કરી, મે તેમનું દુખ સાંભળ્યું તો મારી આત્મા કકડી ઉઠી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનનાં બે મહિના થઇ ગયા છે પણ હજુસુધી પરિસ્થિતિ બદલાઇ નથી. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. આ કેસની તપાસ ચાલુ જ છે. આજે સુશાંત માટે ગ્લોબલ પ્રેયર (Global Prayer) થઇ રહી છે. સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહ (Shweta Kirti Singh) અને સુશાંતની એક્સ અંકિતા લોખંડેએ લોકોને #GlobalPrayersForSSRમાં શામેલ થવા અપીલ કરી હતી. આ કડીમાં હવે બાબા રામદેવ (Baba Ramdev)એ હરિ્દવારામાં દિવંગત સુશાંતની આત્માની શાંતિ (Peace of Soul) માટે હવન કર્યો છે.



#GlobalPrayersForSSRની આ કડીમાં યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev)એ હરિદ્વારમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મની શાંતિ માટે હવન કર્યો છે. તેમણે કહ્યું કે, મે સુશાંતની બહેનો અને પરિવારજનો સાથે વાત કરી, મે તેમનું દુખ સાંભળ્યું તો મારી આત્મા કકડી ઉઠી. અમે સૌ પતંજલિમાં તે દિવંગતની આત્મા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. ભગવાન તેની આત્માને શાંતિ આપે. તેમણે કહ્યું કે, સુશાંત અને તેનાં પરિજનોને ન્યાય મળે.આ પણ વાંચો- PHOTOS: મનાલીમાં ભાણીયા સાથે કંગનાની મસ્તી, માણ્યો 'પાત્રા અને ઝોલ'નો લુત્ફ

વીડિયોમાં બાબા રામદેવ કહે છે કે, આજે અમે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યાં છીએ અને આઝાદી આપણે એટલે મેળવી છે, જેથી બધાને ન્યાય મળે. કોઇની માટે અન્યાય ન થાય. સૌને જીવવા માટે સુખત જીવન મળે. બાબા રામદેવ કહે છે કે, સુશાંતનાં જીવનને કાતીલોએ છીનવી લીધું. હવે દિવંગતની આત્માને ન્યાય મળવો જોઇએ

આ પણ વાંચો- SSR Case: EDનો ખુલાસો- સુશાંતનાં ખાતામાંથી 15 કરોડ રિયાનાં ખાતામાં ટ્રાન્સફર નથી થયા

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020નાં રોજ તેનાં મુંબઇ સ્થિત ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો. સુશાંતનાં નિધન બાદથી જ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે અને આ કેસનાં સત્ય સુધી સૌ કોઇ પહોંચવા માંગે છે. સુશાંતનાં પરિવાર દ્વારા રિયા અને તેનાં પરિવાર સહિત કૂલ 6 લોકો વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ છે. અને બિહાર પોલીસ દ્વારા આ મામલે FIR પણ નોંધવામાં આવી છે.
Published by: Margi Pandya
First published: August 15, 2020, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading