યો યો હની સિંહે આઈફા એવોર્ડ્સ 2019માં તહલકો મચાવ્યો છે અને ઍવોર્ડ પણ મેળવ્યો છે. સિંગર અને રેપર યો યો હની સિંહને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' માટે "બૅસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન" માટે આઈફા એવોર્ડ એનાયત કરાયો છે. યો યો હની સિંહનો આ આલ્બમ ગયા વર્ષે ચાર્ટબસ્ટર સાબિત થયો હતો, જેના દરેક સૉન્ગ પર દર્શકોએ પ્રેમ વરસાવ્યો હતો અને દરેકના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યુ હતું.
યો યો હની સિંહે કહ્યું: 'મેં સૉન્ગને એકદમ દેશી રાખવાનો પ્રયત્ન કર્યો, જેના માટે મેં ઢોલકનો પણ ઉપયોગ કર્યો અને મને ખૂબ આનંદ છે કે પ્રેક્ષકોએ મારું આ સૉન્ગ પસંદ આવ્યું. હું આ ઍવોર્ડ માટે મારા માતાપિતા અને મિત્રોનો ખૂબ આભારી છું. સુપરસ્ટાર સિંગરએ "સોનુ કે ટીટુ કી સ્વીટી" આલ્બમથી દરેકનું દિલ જીતી લીધું.
જ્યાં યો યો હની સિંહે 'સૉન્ગ' દિલ ચોરી 'સાથે 45.7 કરોડ વ્યૂઝ તેમના નામે કરતા ચાર્ટબર્સ્ટ નંબર આપ્યો, જ્યારે ' છોટે પેગ ' ને 16 કરોડ વખત જોવામાં આવ્યું છે.
યો યો હની સિંહના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો અનેક પ્રોજેક્ટ મનોરંજન માટે તૈયાર છે, જેની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મથી લઈને સિંગર સુધી, યો યોના દરેક સૉન્ગ સુપરહિટ સાબિત થયા છે.
વર્ષ 2019 ગાયક અને રેપર યો યો હની સિંહ માટે ખૂબ સારું રહ્યું, આ વર્ષે તેણે ઘણા ગીતો આપ્યા અને અનેક ઍવોર્ડ જીત્યા. તાજેતરમાં યો યો હની સિંગને આઈફાનો બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર ઍવોર્ડ મળ્યો હતો.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર