રેપર અને સિંગર 'યો યો હની સિંહ' (Yo Yo Honey Singh) એટલે હ્યદેશ સિંહના વિરુદ્ધ તેની પત્ની શાલિની તલવાર (Shalini Talwar) ઘરેલુ હિંસાનો મામલો નોંધાયો છે. હની સિંહની પત્નીએ આ કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં નોંધાવ્યો છે. હની સિંઘનો 28 ઑગસ્ટ સુધી જવાબ આપવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. હની સિંઘનું નામ ફરીથી વિવાદોમાં ઉછળતા મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે. અગાઉ પોતાના વ્યસનોના કારણે ચર્ચાની એરણે ચઢેલા આ સિંગરને લાંબા સમય સુધી વચ્ચેના સમયમાં સન્યાસ લીધો હતો. અહેવાલો મુજબ હની સિંઘ વ્યસનમુક્તિ માટે કામ કરી રહ્યો હતો. જોકે, તેની અંગત જિંદગીના કારણે ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
ઉલ્લેખનીય છે હની સિંઘ અને શાલિનીના લગ્ન વર્ષ 2011માં દિલ્હીના એક ગુરૂદ્વારામાં જ થયા હતા. પત્ની દ્વારા નોંધાવવામાં આવેલા મામલામાં કહેવામાં આવ્યુ છે કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઉપરાંત માનસિક હેરાનગતિ પણ કરવામાં આવી છે. હની સિંહની પત્ની શાલિની દ્વારા કોર્ટમાં સંદીપ કૌર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપ રજૂ થયા હતા.
હની સિંઘ અને પત્નીની ફાઇલ તસવીર
ઉલ્લનેખનીય છે કે વર્ષ 2014માં હની સિંઘે પહેલીવાર પત્નીને એક રિયાલિટી શોમાં લોકો સાથે મુલાકાત કરાવી હતી. અનેક લોકો જાણીની આશ્ચર્યચકિત હતા કે હની સિંઘે બૉલિવૂડના મેગા પ્રોજેક્ટ્સમાં જોડાતા પહેલાં જ લગ્ન કરી લીધું હતું. યો યો હની સિંઘ ફિલ્મ 'કૉકટેલ'ના ગીતા 'અંગ્રેજી બીટ' બાદ ખૂબ ચર્ચિત થયા હતા અને અને તેમના દરેક ગીતો યો યો હની સિંઘના નામથી જ ફેમશ થયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર