યો યો હની સિંહનું જોરદાર કમબેક, ‘મખના’ ગીતથી મચાવી ધૂમ

યો યો હની સિંહનું જોરદાર કમબેક, ‘મખના’ગીતથી મચાવી ધૂમ

યૂટ્યુબ પર હની સિંહનું ગીત ‘મખના (Makhna)’ રિલીઝ થયું

 • Share this:
  ઘણા સમયથી બોલિવુડથી દૂર રહેલો રેપર યો યો હની સિંહ મનોરંજનની દુનિયામાં પાછો ફર્યો છે. હની સિંહે પ્રાઇવેટ આલ્મબ સાથે જોરદાર કમબેક કર્યું છે. યૂટ્યુબ પર હની સિંહનું ગીત ‘મખના (Makhna)’ રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતા જ ધમાલ મચાવી દીધી છે.

  હની સિંહ સાથે આ ગીત નેહા કક્કડ અને સિંહસ્તાએ પણ ગાયું છે. હનીએ ટી-સિરીઝ સાથે મળીને આ ગીત બનાવ્યું છે. આ વિશે હની સિંહે કહ્યું હતું કે મખના બનાવવામાં મને ઘણી મજા આવી હતી. હું ભુષણ કુમારનો આભાર માનું છું. આ સિવાય આવનાર વર્ષોમાં તેમની સાથે ઘણા વધારે ગીતની આશા કરી રહ્યો છું.

  મખના ગીતમાં હની સિંહ એકદમ નવા લૂકમાં જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે હું મારા પ્રશંસકોને નવા રુપમાં ટ્રીટ આપવા માંગતો હતો. તેથી મેં 10 મહિના સુધી પોતાના વાળને એક નવી હેર સ્ટાઇલ આપવા માટે વધારવાનું શરૂ કર્યું હતું. જે ગીત સાથે સેટ થાય છે. તેનું નવું ગીત એક ડાન્સ નંબર છે, જેને ક્યૂબામાં શુટ કરવામાં આવ્યું છે.


  ઉલ્લેખનીય છે કે ખરાબ સ્વાસ્થ્યના કારણે કે ઘણા સમયથી બોલિવુડની દુનિયાથી દૂર હતો.

  આ પણ વાંચો - Movie Review: શૂન્ય જ છે અનુષ્કા, શાહરૂખ અને કેટરિનાની 'ZERO'
  Published by:Ashish Goyal
  First published: