ડિપ્રેશનમાંથી બહાર આવેલા 'યો યો' પર બન્યુ સોન્ગ, 12 લાખ વખત જોવાયો VIDEO

આર એસ ચૌહાણે હાલમાં એક ગીત રિલીઝ કર્યુ છે. આ સોન્ગ યો યોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે.

News18 Gujarati
Updated: April 15, 2019, 4:33 PM IST
ડિપ્રેશનમાંથી બહાર આવેલા 'યો યો' પર બન્યુ સોન્ગ, 12 લાખ વખત જોવાયો VIDEO
આર એસ ચૌહાણે હાલમાં એક ગીત રિલીઝ કર્યુ છે. આ સોન્ગ યો યોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે.
News18 Gujarati
Updated: April 15, 2019, 4:33 PM IST
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ઇન્ડિયન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં સફળતાનાં ચરમ પર પહોચેલા યો યો હની સિંહને નશાની લતની સાથે પહેલી વખત ફ્લોપ સોન્ગનો પણ સામનો કરવો પડ્યો. અને તે ફરી એક વખત ડિપ્રેશનમાં જતો રહ્યો.

યો યો હની સિંહે તેનાં કરિઅરમાં ઘણાં સફળ ચાર્ટબસ્ટર્સ સોન્ગ આપ્યા જે લાંબા સમય સુધી દર્શકોનાં દિલ પર રાજ કરે છે. પાર્ટીઓમાં તો તેનાં સોન્ગ્સની બોલબાલા છે.  ત્યારે તેની ઉપર જ આર એસ ચૌહાણે હાલમાં એક ગીત રિલીઝ કર્યુ છે. આ સોન્ગ યો યોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. આ સોન્ગને ત્રણ દિવસમાં 12 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

યો યો હની સિંહ આ ગીત અંગે જાણીને આશ્ચર્ય પામે ચે અને સોશિયલ મીડિયા પર સિંગરનો આભાર માનતા લખે છે કે,' યો યો સોન્ગમાં તમારા પ્રેમ અને સન્માન માટે  આભાર. મારી શુભેચ્છાઓ Ikka અને RS માટે. રિશિ ભાજી માટે ખુબજ સન્માન. આવી ક્રેઝી બિટ્સ બનાવવા માટે અને 2000નું હિપહોપ જીવિત રાખવા માટે.ઇન્ડિયન મ્યૂઝકિ ઇન્ડસ્ટ્રીમાં સફળતાના શીર પર પહોચનારા હનીસિંહને નશાની લતથી ઝઝુમવાની સાથે સાથે જ પહેલું ફ્લોપ સોન્ગ આપ્યું. જેને કારણે તે ફરી એક વખત ડિપ્રેશનનો ભોગ બની ગયો. પણ લાંબા સમય સુધી ચાલેલા ખરાબ સમયમાંથી બહારર આવીને ફરી યો યો હની સિંહ પરત ફરવાની તૈયારીઓ કરી રહ્યો છે.

હાલમાં યો યો હની સિંહ તેના આગામી ગીતોની તૈયારીમાં લાગી ગયો છે. અને તેનાં ચાહકો પણ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...